Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

Showing posts with label પિન કોડ. Show all posts
Showing posts with label પિન કોડ. Show all posts

Learn | How A pin-Code Shows Your Street And Full Home Address | જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું

 

Learn how a pin-code shows your street and full home address by shekh sanh
 

જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું...

 



જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું આજકાલ ચિઠ્ઠીની ફેશન રહી નથી. લોકો આજકાલ ઇ-મેલ પર વધુ વિશ્વાસ કરે છે. પરંતુ તેમ છતાંય કોણ શેરીમાંથી પોસ્ટમેન નીકળે છે. તો મનમાં એક ઉમંગ રહે છે કે કાશ આપણા ઘરે પણ કોઇ ચિઠ્ઠી આવે. તમારા વિસ્તારનો પિન કોડ તો તમને યાદ હશે જ. દરેક લોકોને પિનકોડ મોઢે યાદ હોય છે. કોઇ ચિઠ્ઠી મોકલવી હોય, કુરિયર હોય કે મની ઓર્ડર પિન કોડની જરૂર તો બધાને પડે છે. પરંતુ શું તમને ખબર છે કે પિન કોડનો અર્થ શો થાય છે..? પિન કોડ તો ખૂબ જ અગત્યનો હોય છે. તેની મદદથી તમે તમારા વિસ્તારી પૂરી માહિતી સરળતાથી મેળવી શકો છો. જ્યારે તમે તમારો પિન કોડ કોઇને કહો છો તો તેનો મતબલ એ થયો કે તમે તમારા એરિયાની પૂરી માહિતી તેને આપી રહ્યા છો. 

 

પિન કોડનો જન્મ 15મી ઑગસ્ટ 1972માં થયો હતો. પિન કોડનો મતલબ થાય છે પોસ્ટલ ઇંડેક્સ નંબર. આજકાલ પિનકોડનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે.અત્યારે ઇ-મેલ દ્વારા જ્યારે ચિઠ્ઠીઓ મોકલવામાં આવી રહી છે ત્યારે પિન કોડ આખરે કોણ પ્રયોગ કરે. કુરિયર સર્વિસીસે જ્યારથી પિન કોડનો પ્રયોગ શરૂ કર્યો છે ત્યારથી પિન કોડ ફરીથી પોતાનું વર્ચસ્વ સાબિત કરવામાં લાગી ગયો છે. પિન કોડ એક ખૂબ જ ખાસ નંબર હોય છે તેના પર આખી પોસ્ટલ સિસ્ટમ નિર્ભર કરે છે. 6 નંબરનો મળીને બનાવાયેલો આ કોડ તમને એરિયાની તમામ માહિતી આપે છે. તેનો દરેક નંબર કોઇ ખાસ એરિયાની માહિતી આપે છે. આ માહિતીની મદદથી પોસ્ટ ઓફિસના લોકો સાચી જગ્યાએ પેકેટને ડિલિવર કરે છે.

 

આપણો આખો દેશ 6 ખાસ ઝોનમાં ડિલિવર કરાયો છે. તેમાંથી 8 રિજનલ ઝોન છે અને એક ફંકશનલ ઝોન. દરેક રિજનલ કોડ કોઇને કોઇ ખાસ ઝોનની માહિતી આપે છે. જો તમારા પિન કોડનો પહેલો નંબર 1 હોય તો તેનો મતલબ છે તમે દિલ્હી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ કે જમ્મુ-કાશ્મીરના કોઇ રાજ્યમાંથી છોય જો આ નંબર 2 હોય તો તમે ઉત્તરપ્રદેશ કે ઉતરાંચલથી છો. આ જ રીતે જો પિન કોડનો પહેલો નંબર 3 હોય તો તમે વેસ્ટર્ન ઝોન કે રાજસ્થાન કે ગુજરાત સાથે સંબંધ ધરાવો છો. 4નંબરથી શરૂ થનાર પિનકોડ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને છતીસગઢનો કોડ હોય છે. આ જ રીતે 5થી શરૂ થનાર કોડ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો હોય છે. જો તમારો પિન કોડ 6 થીશરૂ થઇ રહ્યો છે તો કેરલા કે તામિલનાડુના રહેવાસી છો. જો હવે તમારા પિન કોડનો પહેલો નંબર 7 છે તો તમે ઇસ્ટર્ન ઝોનમાં છો. અહીં તમે બંગાળ, ઓરિસ્સા, અને નોર્થ ઇસ્ટર્ન વિસ્તારમાં છો. જો તમારા પિન કોડનો પહેલો નંબર 8 છે તો એ વાતનો સંકેત આપે છે કે બિહાર કે ઝારખંડમાં રહો છો.

 જો તમારો પિનકોડ નંબર 9 થી શરૂ થતો હોય તો તે એ વાતની સાક્ષી પૂરે છે કે તમે ફંકશનલ ઝોનમાં રહો છો. આ હોય છે આર્મી પોસ્ટલ સર્વિસીસ માટે.હવે આ તો થઇ પહેલાં નંબરની વાત. 

 

હવે આપણી વાત કરીશું પિન કોડના શરૂઆતના બે નંબર અંગે. 

 

postal pin Cheaper Than Retail Price> Buy Clothing, Accessories and  lifestyle products for women & men -

 

11 નંબર દિલ્હીનો હોય છે. 

12-13 હરિયાણા, 

14-16 પંજાબ, 

17  હિમાચલ પ્રદેશ, 

18-19 જમ્મુ-કાશ્મીર, 

20-28 ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ માટે, 

30-34 રાજસ્થાન, 

36-39 ગુજરાત, 

40-44 મહારાષ્ટ્ર, 

45-49 મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, 

50-53 આંધ્રપ્રદેશ, 

56-59 કર્ણાટક, 

60-64 તામિલનાડુ, 

67-69 કેરલા, 

70-74 બંગાલ, 

75-77 ઓરિસ્સા, 

78 આસામ, 

79 નોર્થ ઇસ્ટર્ન વિસ્તાર, 

80-85 બિહાર અને ઝારખંડ, 

90-99 આર્મી પોસ્ટલ સર્વિસીસ.

 

પિન કોડના આગળના 3 ડિજીટ એ વિસ્તારની માહિતી આપે છે જ્યાં તેમના પેકેટ પહોંચાડવાના છે. તેનો અર્થ છે આ વિસ્તારમાં જ્યાં તમારું પેકેટ જશે. એક વખત તમારા પેકેટ સાચી ઑફિસ સુધી પહોંચી ગયા તો ત્યાંથી તે તમારા ઘર સુધી પહોંચી જાય છે. હવે તમે સમજ્યા પિનકોડ કેટલો અગત્યનો છે.

 

Indian post Official site          Click Here

Indian speed post track site   Click Here

Indian post Recruitments      Click Here