Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

Showing posts with label Gujarati Vyakarn. Show all posts
Showing posts with label Gujarati Vyakarn. Show all posts

છંદના પ્રકાર અને સમજૂતી




છંદ

છંદ એટલે શું ?

કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં  આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.

 છંદના મુખ્ય પ્રકારઃઅક્ષરમેળ છંદ,     માત્રમેળ  છંદ

           અં  અઃ  સ્વર

 , , , , , , , , ,   , , , ,…. .. .જ્ઞવ્યંજન

 દરેક વ્યંજનમાંસ્વર ભળેલો હોય છેં.

ક     કા     કિ     કી    કુ    કૂ    કે     કૈ    કો   કૌ    કં    કઃ    કૃ    —  બારાક્ષરી

।       ।     ।       ।     ।     ।     ।      ।     ।    ।     ।    ।     ।

લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ                

નિયમઃ

લઘુ અક્ષરોઃજેના ઉચ્ચાર કરતાં સમય ઓછો લાગે તે અક્ષર 

              લઘુઅક્ષર જેવા કે – ક, કિ, કુ, કૃ     છે.

લઘુઅક્ષર માટેઃ  U ‘  (અર્ધચંદ્રાકાર) નિશાની વપરાય છે.

ગુરુઅક્ષરઃજેના ઉચ્ચાર કરતાં સમય વધારે લાગે તે અક્ષર

                ગુરુઅક્ષર જેવા કે – કા કી કૂ કે કૈ કો કૌ કં કઃ

ગુરુઅક્ષર માટેઃ ‘—’  (આડી લીટી) નિશાની વપરાય છે.   

જોડાક્ષરનો નિયમ

જો સયુકત વ્યંજન હોયતો તેની આગળનો હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

(સિકકો, ખિસ્સું, જુઠ્ઠો, વિશ્વ, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો  સત્ય, ઉચ્ચ)

સિ,ખિ,જુ,વિ,બુ,લુ,જિ,સ,ઉ – વગેરે અક્ષરો લઘુહોવા છતાં ગુરુ ગણાય છે.

આ સયુકત વ્યંજન નો તીવ્ર જોડાક્ષર છે.

પણ લડયો,પડયો,ચડયો,મળ્યો,- આ સયુકત વ્યંજન નો મંદ જોડાક્ષર છે. લઘુઅક્ષર લઘુ જ ગણાય છે.

અનુસવારનો નિયમઃ

જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

પંકજ,ગંગા કંઠ,પિંડ કુંજ, સંધિ -પં,ગં,કં,પિ,કું – હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

પણ- કંઇ ,અહીં ,તહીં,સુંવાળું- મંદ અનુસ્વાર 

વિસર્ગનો નિયમઃ

વિસર્ગ યુકતઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે.

( નિઃશબ્દ, નિઃશાસ્ત્ર,દુઃખ, નિઃસ્પૃહા, નિઃશ્વાસ નિઃસંતાન)

પંકિત કે ચરણને અંતે આવતાં અક્ષર લઘુ હોયતો ગુરુ ગણાય  છે.

ચરણ :- છંદની પૂરેપૂરા  માપવાળી એકલીટીને ચરણ કે પદ કહે છે.

તાલ :- છંદમાં અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે.

માત્રા :- માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની

બે માત્રા ગણવામાં આવે છે.

 

            સૂત્ર = ય  મા  તા  રા  જ  ભા  ન  સ  લ  ગા

 

શાર્દૂલવિક઼ીડિત

અક્ષર- ૧૯

બંધારણ-  મસજસતતગા

યતિ-૧૨ અક્ષર

 

 ઉદાહરણઃ

(૧) એ મૂક્યું વન,એ મૂકમાં જન,ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ

(૨) જેવો કો નભતારબો ગરી જતો અંધારામાં પથારી –  ઉમાશંકર જોશી

(૩) ચિંતા અંતરની દઇ દયિતને સંગી થવા ઈચ્છવું –  બોટાદકર

(૨)   સ્ત્રગ્ધરાઃ

અક્ષર-૨૧

બંધારણઃ મરભનયયય

 

                                                           કવિઃ સુન્દરમ્

ઉદાહરણ

(૧) પૃથ્વીના ફેફસામાં પ઼તિ સમય રહું પૂરી હું પ઼ાણવાયું.

      ચોપાસે વલ્લિઓથી પરિમલ પ઼સરે,નેત્રને તૃપ્તિ થાય.

(૩) વંશસ્થ –

અક્ષરઃ૧૨

બંધારણઃ જતજર

 

  

મંદાક્રાન્તા

અક્ષર-૧૭

બંધારણ- મભનતતગાગા

યતિ -૪ અને ૧૦ અક્ષરે

 

  

 ઉદાહરણ

(૧) ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા.

(૨) દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.

(૩) તારા મારા મિલનની,સખિ! આજ શૃંગારરાત્રિ..

(૪) ધીમી ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી.

(૫) વૃધ્ધા માતા નયન નબળાં ફેરવી ત્યાં જુએ છે.

(૬) આવ્યો આવ્યો શત શત શિલા પર્વતો તોડી આવ્યો.

(૭) ને પેલી ત્યાં પુર-યુવતીઓ કોમલાંગી રૂપાળી.

(૮) આજે મારે હ્રદય રણકે તારું ઉન્મત્ત ગીત.

(૯) બોલે યોગીઃ વીસરી ગઇ શું કોલ એ,વાસુદત્તા.

(૧૦) ખરે પુષ્પો જ્યારે મધુર ફળ ત્યારે તરુ ઘરે.

      વિના દિધે ભોગો જગત પર સિદ્ધિ નવ મળે.

(૧૧) શોકાવેશે હ્રદય ભરતી,કંપતી ભીતિઓથી.

(૧૨) મંદાક્રાન્તા કરુણ મધુરા છંદ મંદ ક્રમંતા.

     તારી મૂર્તિ પરમ રમણીય લહું નિત્ય નવ્ય.

(૧૩) તારા લાગે બધિર,વીજળી પૂછવા દે જ છે કયાં ?

(૧૪) રે પંખીડા ! સુખથી ચણજો ગીત વા કાંઇ ગાજો .

(૧૫) માડી મીઠી સ્મિત મધુરને ભવ્યમૂર્તિ પિતાજી.

 

શિખરિણી

અક્ષર – ૧૭

ગણ –યમનસભલગા

યતિ – ૬ અને ૧૨ અક્ષર

 

  

ઉદાહરણ

(૧) અમારા એ દાદા,વિપુલ વડના ઝુંડ સરખા.

(૨) વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા.

(૩) તમે તો આ લોક નર પલટી નારાયણ થતા.

(૪) મળી છે શું આંહી જગત પરની સૌ મધુરતા.

(૫) હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગતનાં.

(૬) અમારી યાત્રા આ પ્રવિશતી હવે નામ વિણનાં.

(૭) પ્રિયા ! તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો.

(૮) અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી.

    મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ,ભમે આજ અટુલી.

(૯) અસત્યો  માંહેથી પ્રભુ પરમ સત્યે તુલ ઈજા

(૧૦) મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો.

(૧૧) પરોઢે આવેલા સપના સમ આવ્યા પિયુ તમે.

(૧૨) ભમ્યો તીર્થો ધરી ઉર મનીષા દરશની.

(૧૩) પુરી,કાશી,કાંચી,અવધ,મથુરાને અવર સૌ.

(૧૪) હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે.

 

પૃથ્વીછંદ

અક્ષર- ૧૭

ગણ- જસજસયલગા

યતિ -૮ અક્ષરે

 

 

ઉદાહરણ

(૧) દિશા વિજ્ય કૂચનાં કદમ ગાજતાં ઊપડે.

(૨) દિશા સકળમાં ભમી,ક્ષિતિજ હાથ તાળી દઇ.

(૩) વધે કદમ હા´ચકો,કદમ તેજ પાછો પડે.

(૪) લઉં ગુલછડી ? સુગંધમય પાંખડી ? કે ઘડી.

(૫) ઈલા શબદ એક એ જ નથી ભવ્ય શું સ્મારક.

(૬) પ્રભો ! છલકતાં ધ્યા-પ્રણય-શાંતિના સાગરો.

(૭) ન રૂપરમણી,ન કોમળ કળાભરી કામિની.

(૮) સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાન્તથી નીકળ્યા.

(૯) ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા !

     ઘણુંક ઘણું તોડવું,તું ફટકાર ઘા,ઓ ભુજા !

(૧૦) અખૂટ રસ પૌરુષે સભર આત્મ હું તો ચહું.

(૧૧) જહીં મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું .

(૧૨) છતાંય દિલતો ચહે તન યુવાનની તાજગી.

(૧૩) મને શિશુતણી ગમે સરળ સૃષ્ટી સ્નેહભરી.

 (૧૪) ઉછંગ પિવાડી અનગળ રહી અમૃતઝરા.

 

હરિગીત

માત્રા સંખ્યા- ૨૮

યતિ -૧૪ અને ૧૬ માત્રાએ

છેલ્લો અક્ષર-ગુરુ

 

 

(૧)  બેસે છે ભાગ્ય બેઠાનું,ઊભું ઊભા રહેલનું

        સૂતેલાનું રહે સુતુ,ચાલે ભાગ્ય ચલનીનું.

(૨) આ પ્રેમ પારાવારમાં નાતા મરણ પણ મિષ્ટ છે.

(૩)  નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી.

        વાંકો એના અંબોડોને વાંકા એનાં વેણ છે.

(૪)  સુખ સમયમાં છકી નવ જવું,દુઃખમાં ન હિંમત ધરવી

        સુખ દુઃખ સદા ટકતા નથી,એ નીતિ ઉર ઉતારવી.

(૫)  ભૂલો ભલે બીજું બધું,મા-બાપને ભૂલશો નહિ.

(૬) જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.

(૭)  જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી.

(૮)  મર્ત્ય જીવન તો ખરે,માત્ર પૂર્વાલાપ છે.

લેખનરૂઢિ અને ભાષાશદ્ધિની દ્રષ્ટિએ વાક્ય શુદ્ધ કરો | std 12 gujarati imp 2023 | gujarati grammar std 12

 Std 12 Gujarati vaykaran - ધોરણ ૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં ઉપયોગી નીવડે તેવા લેખનરૂઢિ અને ભાષાશદ્ધિની દ્રષ્ટિએ વાક્ય શુદ્ધ કરો ને અહિયાં મુકવામાં આવ્યો છે ..

 





 

 


⊙ લેખનરૂઢિ અને ભાષાશુદ્ધિ સુધારો ⊙

સાદા વાક્યને સંકુલ વાક્યમાં ફેરવી લખો | સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં ફેરવી લખો | Std 12 gujarati vaykaran

⊙ સંકુલ-સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં ફેરવી લખો 











● બિલકુલ ન જીવવાના કરતાં કોઈપણ રીતે જીવવું એ વધારે સારું.

૧.બિલકુલ ન જીવવા કરતા. 

૨. કોઈપણ રીતે જીવવું એ વધારે સારું.

● મને શરત મંજુર છે. હું પાંચ વર્ષ નહિ પણ પંદર વર્ષની સજા ભોગવીશ. છે.

૧.મને શરત મંજુર 

૨.હું પાંચ નહિં.

૩.પંદર વર્ષ સજા ભોગવીશ.

● તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત-અમાપ નથી કે એમને બહારના સાધનોની જરૂર પડે પણ પરમેશ્વર તો અમાપ શક્તિ વાળા હોવાથી સઘળું પોતાનામાંથી ઉત્પન્ન કરી શકે છે. 

૧.તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત-અમાપ નથી. 

૨.એમને બહારના સાધનોની જરૂર ન પડે. 

૩.પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાના માંથી ઉત્પન્ન કરી શકે છે.

● પિતાએ જોયું કે છોકરો બહુ ભણ્યો છે.

 ૧.પિતાએ જોયુ.

 ૨ છોકરો બહુ ભણ્યો છે

● જ્યારે બેંક માલિકને સઘળી બાબત યાદ આવી ત્યારે એણે વિચાર્યું કે આવતીકાલે બાર વાગ્યે એ મુક્ત થઈ જશે. 

૧. જ્યારે બેંક માલિકને સઘળી બાબત યાદ આવી. 

૨.એણે વિચાર્યું.

૩.આવતી કાલે બાર વાગ્યે એ મુક્ત થઈ જશે.

● આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ છીએ.

 ૧.આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં. 

૨.અમારાથી બને એટલું બધું કરીએ છીએ. 












● બાર વર્ષ સુધી એ ગુરૂને ઘેર રહ્યો અને અનેક પ્રકારની વિઘાઓ ભણ્યો.

૧.બાર વર્ષ સુધી એ ગુરૂને ઘેર રહ્યો. 

૨.અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો.
ડૉ.બાબા સાહેબ આંબેડકરે ચવદાર તળાવમાંથી એક અંજલી ભરી જળ પીધુ અને પ્રચંડ જનસમૂહ તેનું અનુકરણ કર્યું હતું. 

૧. ડૉ.બાબાસાહેબ આંબેડકરે ચવદાર તળાવમાંથી એક અંજલિ ભરી જળ પીધું.

૨.પ્રચંડ જનસમૂહે તેનું અનુકરણ કર્યું હતું. 

● એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પૂરાણી અને અનૈતિક સજ્ર છે. 

૧.એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 

૨.મૃત્યુદંડની સજા એક પ્રકારની જુની પુરાણી અને અનૈતિક સજા છે.

● મણિભાઈએ બીડી બાકસ કાંઠ્યા ને જેવો દીવાસળી પેટાવવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારી કહ્યું. 

૧.મણિભાઈએ બીડી બાકસ કાઢ્યા.

૨. મણિભાઈ જેવો દીવાસળી પેટાવવા ગયો.

 ૩.હીરાએ એના હાથ પર ઝાપટ મારી કહ્યું.

● સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. ૧.સંગીતની મોજ માણી.

૨.કલાકો સુધી લખ્યા કર્યું.

● બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે કેદી ભાગી છૂટ્યો છે.

૧.બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો.

૨.તેણે સમાચાર આપ્યા.

૩.કેદી ભાગી છૂટ્યો છે.

● તે પછી એ પ્રયત્ન બંધ થયાં, પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુપ્રાર્થના કરી. 

૧.તે પછી એ પ્રયત્ન બંધ થયાં.

૨.એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડેપ્રભુપ્રાર્થના કરી. 

● એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવુ બનવા ન દેવું

૧.એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે.

૨.ફરી આવું બનવા ન દેવું.

● ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયોને આંખ ભીની થઈ ગઈ. 

૧.ગળે સોપારી જેવો ડૂચો ભરાયો. 

૨.એની આંખ ભીની થઈ ગઈ.

● ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ સિપાઈઓ, લાઠી ને કાંકરીવાળા રોટલા આઘા જતા ગયાં.

૧.ઘર નજીક આવતું ગયું.

૨.જેલ સિપાઈઓ આઘા જતા ગયાં.

૩.લાઠીને કાંકરીવાળા રોટલા આઘા જતા ગયા. 

● છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં શક્તિ પ્રવેશે છે.

૧.છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે. 

૨.કાવ્યમાં શક્તિ પ્રવેશે છે.

● અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જ જુદા પડી રહ્યાં છે.

૧.અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું. 

૨.અગ્નિની સાક્ષીએ જ જુદાં પડી રહ્યાં છે.



● અમારી ઘણી ચીજોની માલિકી અમારી પણ કો ગીધુભાઈ દંપતિનો રહેતો.

૧.અમારી ઘણીખરી ચીજોની માલિકી અમારી.

 ૨.કબ્જો ગીધુભાઈ દંપતિનો રહેતો.

● તો આ સૃષ્ટિક્રમમાં આ વૃથા આવ્યું છે, એમ ? બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો ! 

૧.તો સૃષ્ટિક્રમમાં વૃથા આવ્યું છે. 

૨.બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે.

● ચાકર થઈને રહીશ પણ સિંહાસન ઉપરથી સેવા નહી કરું. 

૧.ચાકર થઈને રહીશ.

૨.સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. 

● તમે જ વનવાસ દરમ્યાન કહેતા કે બ્રાહ્ય વસ્તુને છોડ્યે આત્મ શુદ્ધિ થતી નથી.

૧.તમે જ વનવાસ દરમ્યાન કહેતા.

૨.બાહ્ય વસ્તુ છોડ્યે આત્મશુધ્ધિ થતી નથી.

● એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતાં. 

૧.એ છૂટી ગયો હતો.

૨.એના પગ એના ગામ તરફ વળ્યા હતા. 

● ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં પણ શ્રી પ્રભાશંકરે વિનંતી કરી અને ગાંધીજીએ તે માની. 

૧.ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહિ. 

૨.શ્રીપ્રભાશંકરે વિનંતી કરી. 

૩.ગાંધીજીએ વિનંતી માની.



⊙ સાદાં વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવી લખો 


● કાશ્મીરનો વૈશાખ. બેસી ગયેલી વસંતઋતુ

→ કાશ્મીરનો વૈશાખ એટલે બેસી ગયેલી વસંતઋતુ 

● આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો. તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહિ.

→ આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહિ.

● મહેનતુ ખેડૂતોના હાથ રોજરોજ ફરતા હતા. ક્યાંય વાંકોચૂકો છોડ કે નીંદામણ દેખાતું નહોતું.

→ મહેનતું ખેડુતોના હાથ રોજરોજ ફરતા હતા એટલે ક્યાંય વાંકોચૂકો છોડ કે નીંદામણ દેખાતું નહોતુ.

● બાર વરસ વનમાં ભમ્યાં કેટલીય વીતકો ને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ

→ બાર વરસ વનમાં ભમ્યા ને કેટલીય વીતકો ને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ.

● દેવરાજની ધગશથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે વસુધાના કાર્યકર ભગવાનજીભાઈને વાત કરી. 

→ દેવરાજની ધગશથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા એટલે તેમણે વસુધાના કાર્યકર ભગવાનજીભાઈને વાત કરી.

● તારે શરીર ન પડે. એ જ કરતા રહેવાનું છે. 

→ તારે શરીર ન પડે ત્યાં સુધી એ જ કરતા રહેવાનું છે. 

● ભદ્રિક પ્રવજ્યા લે. તારે લેવી. તે પહેલા નહિ.

→ જ્યારે ભદ્રિક પ્રવજ્યા લે, ત્યારે તારે લેવી, તે પહેલા નહિ.

● કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો. પછી રાજકુમારો ઘડીક થોભ્યા.

→ કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો, એટલે રાજકુમારો ઘડીક થોભ્યા. 

● તેઓ પાડોશમાં રહ્યાં. અમે તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા.

→ તેઓ પાડોશમાં રહ્યાં ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા.

● નાનપણથી જ એની એવી તાસીર હતી. કોઈનો તોછડો બોલ સાંભળતાં જ લોહી ઊકળી ઊઠતું.

→ નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતાં જ લોહી ઊકળી ઊઠતું.

● બાપુ આ શહેરની હવા લાંબો સમય લેશે. એ સાવ ભાંગી પડશે.

→ બાપુ આ શહેરની હવા લાંબો સમય લેશે તો એ સાવ ભાંગી પડશે

● વિદ્યા ભણીને આવ્યો. જાણે બદલાઈ જ ગયો હતો. 

→ વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. 

● પિતાજી, મારા ગુરૂઓએ મને એવો કોઈ પદાર્થ બતાવ્યો નથી. જે જાણ્યાથી સઘળાનું જ્ઞાન થઈ જાય.

→ પિતાજી, ત્યારે મારા ગુરૂઓએ તો મને એવો કોઈ જ પદાર્થ બતાવ્યો નથી કે જે જાણ્યાથી સઘળાનું જ્ઞાન થઈ જાય. 


● તેણે જ્યારે યૌવનના ઉંબરમાં પગ મૂક્યો. તેને માટે ઋતુઋતુ પ્રમાણેના ત્રણ પ્રાસાદ બનાવવામાં આવ્યા. 

→ તેણે જ્યારે યૌવનના ઉંબરમાં પગ મૂક્યો ત્યારે તેને માટે ઋતુઋતુ પ્રમાણેના પ્રાસાદ બનાવવામાં આવ્યા. 

● મિત્રો કાંઈ અવિનય લાગે, મને ક્ષમા કરજો.

→ મિત્રો કાંઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો.

● તું એટલો બધો દુઃખી થતો હોય. પછી મારે માટે બીજો ઉપાય નથી. 

→ તું એટલો બધો દુઃખી થતો હોય તો પછી મારે માટે બીજો ઉપાય નથી. 

● પિતા સંતોના ભજન અને કબીરના દોહા ગાતા. અમારા ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું. 

→ પિતા સંતોના ભજન અને કબીરના અમારા દોહા ગાતા ત્યારે ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું. 

શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા. પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા. 

→ શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા, છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા.

● મહારાજે ભવિષ્યવાણી કરેલી. એક સમયે એ સમગ્ર ભારતદેશના નેતા હશે એવું મારો અંતરાત્મા કહે છે. 

→ મહારાજે ભવિષ્યવાણી કરેલી કે એક સમયે એ સમગ્ર ભારતદેશના નેતા હશે એવું મારો અંતરાત્મા કહે છે. 

● હું તો તમને પહેલેથી જ કેતી'તી. દાટવા જવાની ઉતાવળ કરો ના. 

→ હું તો તમને પહેલેથી જ કેતી’તી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. 

● સંગીતની મોજ માણી. કલાકો સુધી લખ્યા કર્યું

→ સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. 

● પેલા વૃધ્ધ બેંકમાલિકને આ સઘળી બાબત યાદ આવી. એણે વિચાર્યું. આવતીકાલે બાર વાગ્યે એ મુક્ત થઈ જશે.

→ પેલા વૃધ્ધ બેંકમાલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે બાર વાગે એ મુક્ત થઈ જશે. 

● મારો ચોકીદાર ઈમાનદાર છે, તે માણસ છે. મારે એની સાથે માણસ તરીકેનો જ વ્યવહાર કરવો જોઈએ.

→ મારો ચોકીદાર ઈમાનદાર છે, તે માણસ છે અને મારે તેની સાથે માણસ તરીકેનો જ વ્યવહાર કરવો જોઈએ.

● આપણો દેશ તો એવો અભાગિયો છે. અહીં માણસને માણસ તરીકે મૂલવવામાં આવતો નથી.

→ આપણો દેશ તો એવો અભાગિયો છે કે અહીં માણસને માણસ તરીકે મૂલવવામાં આવતો નથી.

● મને એવો સંદેહ થયો. મનમાં ભાંજગડા ચાલી એકાએક મધુર અવાજ રણકી રહ્યો. 

→ મને એવો સંદેહ થયો તે ભાંજગડ ચાલી રહી છે મનમાં ત્યાં એકાએક મધુર અવાજ રણકી રહ્યો. 


● ગામના પોસ્ટ-માસ્તરને ત્યાં હતું. છોકરો અવતરેલો કોઈ કહેતું છોકરો મરેલો જન્મ્યો હતો.

→ ગામના પોસ્ટ-માસ્તરને ત્યાં છોકરો અવતરેલો કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ્યો હતો. ?



● પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો. કેવું લાગે છે 

→ પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે? 

● બા એ જોવા ન રહી. ભણતરે એના દીકરાનું જીવતર કેવી રીતે ઉજાળ્યું છે.

→ બા એ જોવા ન રહી કે ભણતરે એના દીકરાનું જીવતર કેવી રીતે ઉજાળ્યું છે.

● આજે બાળકો એને મળ્યા નથી. આ તક મળતાં એની સાથે થોડું ખેલી લેશે, મળી લેશે.

→ આજે બાળકો એને મળ્યાં નથી એટલે આ તક મળતાં એની સાથે થોડું ખેલી લેશે, મળી લશે.

● ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે. બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે.

→ ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે એટલું જ નહિ બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે.

● મારું જીવન એક અનોખી કહાણી છે. મારું નામ મારી કથા કહી દે છે.

→ મારું જીવન એક અનોખી કહાણી છે અને મારું નામ મારી કથા કહી દે છે.

● બે ચાર કૂતરામાંથી એકે આંખ ઉઘાડી. એની સામે જોયું. પહેલાં ભસીને. પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. 

→ બે ચાર કૂતરામાંથી એકે આંખ ઊઘાડીને એની સામે જોયું અને પહેલાં ભસીને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું.

Std 12 gujarati vakyma prtay sudharo 2023 | gujarati vaykaran std 12 | gsert text book

ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષામાં ઉપયોગી થઇ શકે તેવો વ્યાકરણ ટોપિક વાક્યમાં પ્રત્યય સુધારો કરો મૂકવામાં આવ્યું છે.


⊙ વાક્યમાં પ્રત્યય સુધારો ⊙






 

 

1 કુંતીપુત્ર, શત્રુઓમાં હવે તો તમે નિશ્ચિંત બન્યા ને ? 

→ કુંતીપુત્ર, શત્રુઓનો સંહાર કરીને હવે તો તમે નિશ્ચિંત બન્યા ને ?

2 વેરીઓમાંથી મૂળ રહી ગયાં હોય એમ તમને લાગ્યાં કરે છે? 

→ વેરીઓનાં મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યાં કરે છે ? 

3 વને, રણે, મહેલે-બધે તમે તેનાં જ સ્વપ્ર સેવતાં.

→ વનમાં, રણમાં, મહેલમાં-બધે તમે તેના સ્વપ્ર સેવતાં. 

4 પણ ભારતના થોડાં વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. 

→ પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. 

5 એનું શરીર કાબૂથી ન રહેતું.

→ એનું શરીર કાબૂમાં ન રહેતું. 

6 આઘેથી તમાકુએ લીલાંછમ ખેતર દેખાતાં હતાં. 

→ આઘેથી તમાકુના લીલાંછમ ખેતર દેખાતાં હતાં. 

4 મણિભાઈ પોતાના મહોલ્લા આવી પહોંચ્યા.

→ મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યા. 

5 ચોરે એનો બાળપણથી ભાઈબંધ મગનિયો બેઠો હતો. 

→ ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગનિયો બેઠો હતો. 

6 આ કાવ્ય એમનાં પ્રથમ પત્નીનું અવસાન નિમિત્તે લખેલું છે. 

→ આ કાવ્ય એમના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખેલું છે. 

7 કવિ માનવસહજ લાગણીઓમાં પર છે એવું નથી.

→ કવિ માનવસહજ લાગણીઓથી પર છે એવું નથી. 

8 મૃત્યુવિષયક કાવ્યોથી તો એ વિરલ છે. 

→ મૃત્યુવિષયક કાવ્યોમાં તો એ વિરલ છે. 

9 હું ગાંધીગ્રામને ઝાંપે ઊતર્યો.

→ હું ગાધીગ્રામના ઝાંપે ઊતર્યો.











10 ઓરડો નાનો, પરંતુ ખૂબ ચીવટમાં સજાવેલો હતો. , 

→ ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો.

11 સાચે તમ મને સ્વીકારશો ? 

→ સાચે તમે મને સ્વીકારશો ?

12 દેવરાજથી મોં લેવાઈ ગયું. 

→ દેવરાજનું મોં લેવાઈ ગયું.
13 સુંદરીના ગેરહાજરી એને વર્તાવા લાગ્યાં.

→ સુંદરીની ગેરહાજરી એને વર્તાવા લાગી. 

14 માધિયાની હારને ઉંબરે એક ગણેશિયો ભરાવું. 

→ માધિયાની હાટના ઉંબરમાં એક ગણેશિયો ભરાવું. 

15 પિતાને મારગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. 

→ પિતાએ મારગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો.

 16 એમણે એ પત્રે મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. 

→ એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. 

17 હવે વેદાંત અને દર્શનોમાં અભ્યાસ કરવાનો હતો. 

→ હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો. 

18 વર્ષોની મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે.

→ વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે.

19 તમે અસત્યમા સત્ય માની લીધું છે. 

→ તમે અસત્યને સત્ય માની લીધું છે.

20 યુવાનના એ ભાષણમાં વક્તૃત્વકલાનો ઉત્તમ નમૂનો કહ્યો.

→ યુવાનના એ ભાષણને વકૃત્વકલાનો ઉત્તમ નમૂના કહ્યો. 

21 બાબાસાહેબે એને ખુરશી પર બેસીને આરામમાં ખાવાનું કહ્યું. 

→ બાબાસાહેબે એને ખુરશીમાં બેસીને આરામથી ખાવાનું કહ્યું. 

22 બિરંજ મૂળ તો કોઠારથી ઉત્પન્ન થાય છે. 

→બિરંજ મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે.

23 તેને અનુરુદ્ધને આંખ ઉઘાડવાની જરૂર જણાઈ. 

→ તેને અનુરુદ્ધની આંખ ઉઘાડવાની જરૂર જણાઈ. 

24 અમારા પાડોશની એક લલંગી બહેન રહેતા.

→ અમારા પાડોશમાં એક લવંગી બહેન રહેતા.

25 દયાના પ્રીતમ સાથે મુખમાં નીમ લીધો. 

→દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો. 

26 જેના એમાં ઝરણામાં સ્વરૂપ જાયાં હતાં. 

→ જેને અમે ઝરણાંને સ્વરૂપ જોયાં હતાં. 

27 સ્વપ્રથી ન સૂઝેલી, માનેલી મનમાં નહિ. 

→ સ્વપ્રમાંયે ન સૂઝેલી, માનેલી મનથી નહિ.


28 એણે નાનકડા બારીમાં અંદર ડોકિયું કર્યું. 

→ એણે નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું.

29 ભોજાએ પોસ્ટ-માસ્તરની ડેલીમાં સાંકળ ખખડાવી. 

→ ભોજાએ પોસ્ટ-માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી. 

30 અત્યારે ભોજામાં હામ કે હોશ રહ્યા નહોતા.

→ અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા.

31 એમણે એ પત્રને મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. 

→ એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. 

32 એકલતાએ વર્ષો એને ટીપે ટીપે પીવે. 

→ એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે. 

33 ખારા પદાર્થમાં તમે મીઠું કેમ કહો છો ? 

→ ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો ? 

34 પિતાથી પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું. 

→ પિતાએ પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું. 

35 માંગુ તમારા મોટાં માણહમાં મહેરબાની. 

→માંગુ તમારી મોટાં માણહની મહેરબાની. 

36 આથી એ લોકોમાં પણ કાંઈ દોષ નહોતો. 

→ આમાં એ લોકોનો પણ કાંઈ દોષ નહોતો.

37 આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડિલે ઊભા ઊભા વાડાનું ટોયામણ કરતો.

→ આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડિલે ઊભા ઊભા વાડામાં ટોયામણ કરતો.

38 એક ઘા ને બે કટકા કરવાના જ એના જીવનસૂત્ર હતુ. 

→ એક ઘા ને બે કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતુ. 

39 ત્યાંના હિંદુ વિશ્વવિદ્યાલય બાપુનું આ ભાષણ થયું હતું. 

→ ત્યાંના હિંદુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. 

40 આમ તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતાં. 

→ અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતાં. 

41 એટલા પહાલગામ પાછાં પહોંચી જવાની મને અધીરાઈ થઈ. 

→ એટલે પહેલગામ પાછાં પહોંચી જવામાં મને અધીરાઈ થઈ. 

42 ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલા વળાંક લે છે. 

→ ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. 

43 હવે તમારા પંથ નિષ્કંટક થયો. 

→ હવે તમારો પંથ નિષ્કંટક થયો.

44 ત્યાં એક નાના ઘર હતું.

→ ત્યાં એક નાનું ઘર હતું.

45 મારે મનમાં એ ઘરની કલ્પના ઊઠવા લાગી.

→ મારા મનમાં એ ઘરની કલ્પના ઊઠવા લાગી. 

46 ચોકીદારથી મારું મન હવે ધરપતું નથી. 

→ ચોકીદારમાં મારું મન હવે ધરપતું નથી. 

47 એ જ ક્રૂરતા બમણા વેગમાં કામ કરશે.

→ એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. 

48 વર્ષોની મારી સમૃધ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. 

→ વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. 

49 તમે અસત્યમાં સત્ય માની લીધું છે. 

→ તમે અસત્યને સત્ય માની લીધું છે.

50 બા કોઈનું પાણી ભરતી, વાસણ ઊટકતી. 

→ બા કોઈનાં પાણી ભરતી, વાસણ ઊટકતી. 

51 દેવરાજ દૃઢતામાં બોલ્યો.

→ દેવરાજ દૃઢતાથી બોલ્યો.


52 હું અમદાવાદ સ્ટેશનમાં ઊતર્યો.

→ હું અમદાવાદ સ્ટેશને ઊતર્યો

53 ઉછીના માગનાર ઉછીનું આપતા નથી.

→ ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી.

54 હું મારી સ્વતંત્રતાને જોખમ ઉઠાવું છું.

→ હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. 

55 તેમાં તેમના વિવેક હોતો નથી. 

→ તેમાં તેમને વિવેક હોતો નથી. 

56 મને બોલવાથી ટેવ તો પહેલેથી હતી.

→ મને બોલવાની ટેવ તો પહેલેથી હતી.

Std 12 gujarati vaykaran | વાક્યને પદક્રમ ગોઠવો | board exam imp questions std 12 gujarati

Std 12 Gujarati vaykaran - ધોરણ ૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં ઉપયોગી નીવડે તેવા વાક્યને પદક્રમ ગોઠવો અહિયાં મુકવામાં આવ્યો છે ..

 

 



 

 

 ⊙ વાક્યને પદક્રમ ગોઠવો ⊙

 

 

 

 

 
 
1 મીઠા વગર લાગે છે રસોઈ ફીકી બધી.

→ મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે.

2 આમંત્રણ પરિષદમાં ગોળમેજી પણ શ્રી પ્રભાશંકરને. 

→ ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. 

3 ખેલવા શાંતિનો તો બેઠો હું છું આજે ને તેથી દાવ

→ ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું.

4 રહીશ સિંહાસન ઉપરથી નહીં ચાકર સેવા થઈને પણ કરું 

→ ચાકર થઈને રહીશ પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. 

5 એજ આક્રંદનો ઘોર અવાજ આવે છે. દશે દિશામાં 

→દશે દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. 

6 રમકડાં છીએ જાદુગરના હાથમાં આપણે બધા અજબ એ 

→આપણે બધા એ અજબ જાદુગરના હાથનાં રમકડા છીએ. 
7 પાછો વરસાદ વળી થયો.

→ વળી પાછો વરસાદ થયો.

8 ના પાડું માટે તે હું છું. 

→ તે માટે હું ના પાડું છું. 

9 મને ટેવ તો પહેલેથી બોલવાની હતી.

→ મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. 

10 એક ક્રાંતિકારી પુરુષ પ્રખ્યાત ભારતનાં હતાં. 

→ ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરૂષ હતાં. 

11 લવંગીબહેન પડોશમાં એક અમારા રહેતાં. 

→ અમારા પડોશમાં એક લવંગીબહેન રહેતાં. 

12 કાશ્મીરનો સૂર્યોદરનો સોહામણા અભિરામ સમય હતો. 

→ સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો 

13 સ્થિતપ્રજ્ઞનાં આવે લક્ષણો ગીતામાં છે. 

→ ગીતામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો આવે છે. 

14 મારું ચાલ્યું આમ તો 

→ મારું તો આમ ચાલ્યું
 
15 મન ભરાવા આવેગોથી આનંદના માંડ્યું મારું. 

→ મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું.

16 વાટે આદમી એક ઓલિયો રહ્યો તો વહી સાવ.

→ એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે. 

17 એ ફરવવા તું નંદનવનમાં માગે છે ધરતીને ? 

→ એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માંગે છે ? 

18 તે ઢાળી સૂતો હતો ખાટલો ફળિયામાં નાનકડા ચાલીના. 

→ તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળી સૂતો હતો. 

19 એ ગુરૂને ઘેર વિદ્યા દૂર ભણવા ગયો દેશ. 

→ એ દૂર દેશ ગુરૂને ઘેર વિદ્યા જાણવા ગયો. 

20 સુખનો દીવે ઘરના જલતો છાનોમાનો સૂરજ.

→ સુખનો સૂરજ છાનોમાનો જલતો ઘીના દીવે. 

21 રાખી વાત અનુરુદ્ધની મહાનામે માન્ય. 

→ મહાનામે અનુરુદ્ધની વાત માન્ય રાખી. 

22 પણ ચળ્યો તેની રૂઢતામાંથી નહિ અનુરૂધ્ધ. 

→ પણ અનુરુદ્ધ તેની દઢતામાંથી ચળ્યો નહિં.

23 મેં સમાજનાં વિકાસ સર્વાંગી માટે પ્રાપ્ત કરી છે વિદ્યા. 

→ સમાજના સર્વાંગી વિકાસ માટે મેં વિદ્યા પ્રાપ્ત કરી છે. 

24 તમે છે ગુમાવી બધાએ સમજશક્તિ તમારી. 

→ તમે બધાએ તમારી સમજશક્તિ ગુમાવી છે. 

25 કોળિયા વાઘવરુ માટે અન્ન મારફાડ કેટલી કરે છે. 

→ કોળિયા અન્ન માટે વાઘવરુ કેટલી મારફાડ કરે છે. 

26 જીવનનો છે ને પ્રકારનો એ પણ અંત જ ? 

→ જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને ?

27 યુદ્ધ માનવતાએ દ્વારા કચરો ફેંકી દીધો પોતાનો. 

→ યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો.

28 અમાં પૂજ્ય છે તૈલચિત્ર સાઈઝનું ગાંધીજીનું લાઈફ. 

→ આમાં પૂજય ગાંધીજીનું લાઈફ સાઈઝનું તૈલચિત્ર છે. 

29 થઈ શકી સાહસિક ક્યાંથી એ આટલી ? 

→ એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી ? 

30 મન ભરાવા આવેગોથી આનંદના માંડ્યું મારું. 

→ મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું. 

31 સાર્થક થયા પૈસા અને આપણા પ્રયત્નો બધા. 

→ આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયાં.

32 પહાલગામમાં અમે વૈશાખ મહિનામાં તો હતા.

→ અમે તો વૈશાખ મહિનામાં પહાલગામમાં હતાં.

33 આ વખતે તેથી મનેજઈ આવવાનો મારા પતિએ આગ્રહ કર્યો. 

→ તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. 

34 સાચી આ નથી માન્યતા.

→ આ માન્યતા સાચી નથી.

35 આપું દાખલો એક ઉછીનું માગનારાઓની ધૃષ્ટતાનો 

→ ઉછીનું માગનારાઓની ધૃષ્ટતાનો એક દાખલો આપું. 

36 ઉછીને રખે માગે આવરદા ડોશી !

→ રખે ડોશી આવરદા ઉછીની માગે ! 

37 શેષ નદી આગળ ચંદનવાડી ઘાટીલો બહુ વળાંક લે છે. 

→ ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. 

38 ગાંડિવનું અભિમાન મારા હતું મને.

→ મને મારા ગાંડિવનું અભિમાન હતું. 

39 એક લોર્ડ કર્ઝન વાઈસરોય હિંદના મહાન હતાં. 

→ લોર્ડ કર્ઝન હિંદના એક મહાન વાઈસરોય હતાં. 


40 નિર્લેપ ગામ ભાવે બહાર છોડીને મણિભાઈનિકળ્યો. 

→ મણિભાઈ નિર્લેપભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. 

41 આપણી પારકાના બોલાતી મોઢે કાનને ભાષા મીઠી વધુ લાગે છે.

→ પારકાના મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. 

42 તમે છે ગુમાવી બધાએ સમજશક્તિ તમારી.

→ તમે બધાએ તમારી સમજશક્તિ ગુમાવી છે. 

43 મીઠી મહેક વાતાવરણમાં મોગરાની પ્રસરતી મેં અનુભવી. 

→ મોગરાની મીઠી મહેંક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી. 

44 રસ્તાઓથી જિંદગી તો ભરી પડેલી અટપટા છે. 

→ જિંદગી તો અટપટા રસ્તાઓથી ભરી પડેલી છે. 

45 ટપાલમાં હમણાં એનો કાગળ સવારની મળ્યો મને.

→ મને સવારની ટપાલમાં એનો કાગળ મળ્યો.

46 ઈશ્વર તો એ ક્યાં દેખાતો નથી રહેલો હશે ? 

→ ઈશ્વર દેખાતો નથી, તો એ ક્યાં રહેલો હશે ?

47 પરમેશ્વર આંખેલઈ શકાય છે પણ એનો અનુભવમાં દેખાતો નથી.

→ પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં દેખાતો નથી.

48 અહો રોપ્ય ઘંટ વાગી મુખ ઊછડ્યું રૌપ્ય ઘંટ

→ રૌપ્ય ઘંટ અહો ! વાગી, ઊઘડ્યું મુખ આખરે. 

49 આવું તો ન રાખો વિશ્વાસ મારા પર કહ્યું : શ્રી પ્રભાશંકરે 

→ શ્રી પ્રભાશંકરે કહ્યું : મારા પર આપ વિશ્વાસ ન રાખો 

50 તો આ કાવ્યમાં થતો લાગે છે. કાવ્યવિચાર ચરિતાર્થ 

→ આ કાવ્યમાં કાવ્યવિચાર ચરિતાર્થ થતો લાગે છે. 

51 નગર સાવ છે આ બાબકના સમું.

→ સાવ બાળકના સમું છે આ નગર.

52 ઉચ્ચાટે કોઈ ઉરના થંભ્યો, ચમક્યો, ચૂકાદો સુણી. 

→ સુણી ચૂકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે. 

53 લાગશે વાર, પણ ફીટશે બાપુ દળદર. 

→ બાપુ દળદર ફીટશે, પણ વાર લાગશે.

54 છે ભરેલો તે જગતના કણોકણમાં આ. 

→ આ જગતના કણેકણમાં તે ભરેલો છે. 

55 છે રહે બાંધીને માળો વેકેશન ઘરમાં બાના.

→ બાના ઘરમાં વેકેશન માળો બાંધીને રહે છે. 

56 ભરતી પેટડા વેચીને ચીભડાં. 

→ ચીભડાં વેચીને પેટડાં ભરતી. 

57 સંઘર્ષ હતો આ અધિકાર માટેનો.

→ અધિકાર માટેનો આ સંઘર્ષ હતો. 

58 લીધાં હાથમાં ધર્મના લગતા ઈતિહાસને પુસ્તકો.

→ ધર્મના ઈતિહાસને લગતાં પુસ્તકો હાથમાં લીધાં. 

59 જુઓ વડનો ટેટો પેલા એક ભાંગીને લાવો. 

→ પેલો એક વડનો ટેટો લાવો, એને ભાંગીનો જુઓ. 

60 આદમી પણ ભડ જેવો ભોજા ઊઠ્યો ભડકી. 

→ ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઊઠ્યો.

રૂઢિપ્રયોગ | std 12 gujarati vaykaran imp 2023 | ruduproygo shekh sanjay

 ⊙ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો  ⊙ 











1 વિદેહ થયા -મૃત્યું પામ્યા

→ ઊછી ડોશી છોકરાના છોકરાની દીકરીને પરણાવીને વિદેહ થયા.

2 જીવ બાળવો – દુઃખી થવું

→ દિકરાની બિમારી જોતા જ મા જીવ બાળવા લાગી. 

3 વસમું પડવું – અઘરૂ પડવું

→ પાંડવોને કૌરવોની સામે યુદ્ધમાં જીતવું વસમું પડ્યું હતું.

4 ઘૂમટો કાઢવો – લાજ કાઢવી

→ ગામડામાં હજી સ્ત્રીઓને ઘૂમટો કાઢવો પડે છે.

5 અલોપ થઈ જવું – અદૃશ્ય થઈ જવું 

પોલીસને જોઈ ચોર અદેશ્ય થઈ ગયા.

6 અછોવાના કરવા – લાડ લડાવવા

→ દિકરાને જોઈ મા અછોવાના કરવા લાગી

7 ગળે આવી ગઈ – વાત સમજાવતા થાકી જવું

→ અનુરુદ્ધને નથી શબ્દ સમજાવવામાં માતા ગળે આવી ગઈ

8 દેહાંત થયો – અવસાન થવું

→ અનુરુદ્ધની માતાના દેહાંત પછી તેને દીક્ષા લીધી

9 હોડ લગાવવી – શરત લગાવવી

→ રાજકુમારોએ લખોટાની રમતમાં હોડ લગાવી હતી.

10 અનુકંપા હોવી – કરૂણા હોવી

→ બાબાસાહેબને અછુતો પ્રત્યે અનુકંપા હતી.

11 કર ઘસવું – હારી જવું

→અનેક પ્રયત્ન છતા રાજીવ પરીક્ષામાં સફળ ન થતા તે કર ઘસતો રહી ગયો.

12 માન મૂકાવવું - અભિમાન છોડાવવું

→રમેશે માન મૂકીને પાડોશી સાથે સમાધાન કરી લીધું. પડવું

13 ઉણા ઉતરવું – નબળા 

→ અનુભવી પાસે બિનઅનુભવી ઉણા ઉતરે છે. 

14 લોભ થવો –ઈચ્છા થવી

→ ચોકલેટ જોઈને બાળકને લોભ થયો

15 દાદ ન મળવી - ન્યાય ન મળવો, પ્રતિભાવ ન મળવો

→ પ્રભાશંકરે મિન્ટો સરકારને અરજી કરી પણ દાદ ન મળી

16 કામ પાર પાડવું – સફળતા મળવી 

→ લોર્ડ મોર્લીને મળવાથી પ્રભાશંકરનું કામ પાર પડ્યું.

17 નૈન ભીના થવાં – રડવું 

→ માતાના અવસાનથી દીકરાના નૈન ભીના થયા.

18 ભાન કરાવવું - સાચી સમજ આપવી

→ સંતોએ ઈશ્વર અંગેનું ભાન કરાવ્યું.

19 મનને વાળવું – મનને જોડી દેવું

→અનેક તકલીફ પછી નયનાએ મન વાળી લીધું ધર્મમાં

20 વધારે પડતું – યોગ્ય કરતાં વધુ 

→ નયનને પાત્રતા કરતાં વધારે પડતું ઈશ્વરે આપ્યું હતું. 

21 ઉંબરમાં પગ મૂકવો – પ્રવેશ કરવો

→ રશ્મિએ ઉંબરમાં પગ હતો.

22 મન થયા ભેગું - ઈચ્છા થતાં જ

→ રાહુલનું મન થયા ભેગું જ તે કર્મ કરતો હતો

23 બુદ્ધિ કસવી – બુદ્ધિ કસોટી થવી 

→ જૈમિન પરીક્ષામાં બુદ્ધિને કસીને પેપર લખતો હતો. 

24 શરીર પડવું – મૃત્યું પામવું 

→ આખરે રામજીભાઈનું શરીર પડી ગયું.

25 ઢીલા પડવું-નરમ થવું

→ બાળકને જોઈ માતા ઢીલા પડી ગયા

26 પૂરૂ કરવું – મારી નાખવું

→ રાહુલે ગુસ્સામાં નયનનું પુરૂ કરી નાખ્યું.

27 સળવળી ઊઠવું – જાગી ઊઠવું

→ ભોજાએ ખાડામાંથી ધૂળ કાઢી ત્યાં બાળક સળવળી ઊઠ્યું.

28 માંડી વાળવું – છોડી દેવું

→ દિકરાને મનાવવાનું બાપે માંડી વાળ્યું

29 ભવ કાઢવા -જિંદગી વિતાવવી 

→ ભોજાએ ગરીબીમાં ભવ કાઢી નાખ્યો. 

30 છાતીએ લેવું -છાતી સરસું લેવું

→ રડતાં રડતાં બાળકને માતાએ છાતીએ લીધું.

31 મીઠો ઠપકો આપવો – વ્હાલથી ટકોર કરવી

→ બા બાળકને હંમેશા મીઠો ઠપકો જ આપે છે.

32 પાતક માથે લેવું – પાપની જવાબદારી લેવી

→ છોકરાનું પાતક બાપે માથે લઈ લીધું.

33 મનમાંથી કાઢી નાખવું – ભૂલી જવું.

→ બાપે દિકરાને કરેલ ભૂલ મનમાંથી કાઢી નાખવા સમજાવ્યું.

34 સંકેત કરવો - ઈશારો કરવો

→ રાહુલે મિત્રતામાં જોડાવા કેતનને સંકેત કર્યો.

35 ફેર રહેવો – તફાવત રહેવો

→ ભણેલ અને અભણ વ્યક્તિમાં વર્તન વ્યહારમાં ફેર રહેલો દેખાશે.

36 દાખડો કરવો –મહેનત કરવી

→ કેતકીએ પ્રથમ નંબર મેળવવા ખૂબ દાખડો કર્યો

37 વ્રત કરવા – બાધા રાખવી

→ પોતાની દીકરી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થાય તે માટે મા એ બાધા રાખી હતી.

38 સગડ કાઢવો – ભાળ મેળવવી

→ પોલીસે ચોરની સગડ કાઢીને પકડી લીધો

39 પડખું સેવવું– સંગ કરવો

→ સારા વ્યક્તિનું પડખું સેવવાથી લાભ થાય છે.

40 વંઠી જવું – કાબુમાં ન રહેવું

→ રવજીભાઈનો પુત્ર ખરાબ ભાઈબંધોની સંગતમાં વંઠી ગયો હતો.

41 ઉપકૃત થવું - આભારી થવું.

→ આંબેડકરને તેના ગુરૂજી મળવા આવ્યા એથી ઉપકૃત થયાં.

42 પથ્થર પર પાણી - કંઈ અસર ન થવી.

→ રાહુલભાઈ વીફરે એટલે પછી કોઈના નહિં ? બધા જ સમજાવે તો યે બધું પથ્થર પર પાણી જ.

43 ચરણોમાં બેસી જવું - અત્યંત નિકટતા કેળવવી.

→ ગાંધીજીના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું.

44 રોડવી લઈશું - ચલાવી લઈશું.

→ મારે તો સો રૂપિયાની જરૂર હતી પરંતુ તમે પચાસ રૂપિયા આપ્યા છે તો પછી રોડવી લઈશું. 

45 ખરખરો કરવો - શોક વ્યક્ત કરવો.

→ રાજના પિતાનું નિધન થતા રમેશે તેની પાસે ખરખરો કર્યો.

46 ગળગળા થઈ જવું - રડમસ થઈ જવું.

→ પોલીસને જોઈ ચોર ગળગળા થઈ ગયા.

47 હાથ – વાટકો થવું - નાના-મોટા કામમાં ઉપયોગી થવું. → શામજીભાઈ પાડોશીને હાથ-વાટકો થતા.

48 ઉલાળધરાળ ન હોવું - આગળ પાછળની ચિંતા ન હોવી

→ રમેશ એકલો હતો તેથી તેમને ઉલાળધરાળમાં કોઈ ન હતું. 

49 લાંઠી કરવી - મજાક કરવી.

→ કેતકી વારંવાર મયુરીની લાંઠી કરતી હતી.

50 માથું ફોડીને લોહી કાઢવું - સખત મહેનત કરવી.

→ દર્પણે ધો-૧૦ માં ૯૦ ટકા મેળવવા માથું ફોડીને લોહી કાઢ્યું હતું.

51 ભરખી જવું - ખાઈ જવું.

→ બારણાને ઉધઈ ભરખી ગઈ હતી. 

52 ઘોડા પડ્યા કરવું - મનોમંથન કરવું.

→ ધંધામાં સફળ થવા જતિન વારંવાર ઘોડા ગંઠ્યા કરતો હતો.

53 ચણચણાટી થવી - તાલાવેલી થવી.

→ બાહુબલી પિક્ચર જોવાની દ્દષ્ટિને ક્યારની ચણચણાટી થતી હતી. 

54 આભ ફાટવા - ખૂબ દુઃખ પડવું.

→ પુત્રના મોતના સમાચારે હાર્દિકભાઈ પર આભ ફાટી પડ્યું. 

55 બોર બોર આંસુ ટપકવાં - ચોધાર આંસુએ રડવું.

→ મહર્ષિ પરીક્ષામાં નાપાસ થતા તેને બોર બોર આંસુ ટપવાં માંડ્યાં.


56 કાબૂ થવું - વશમાં થવું.

→ માલિકને જોઈને ઘોડો કાબૂ થઈ ગયો

57 આકુળવ્યાકુળ થઈ જવું - ખૂબ ગભરાઈ જવું

→ બાળક ગૂમ થતા માતા આકુળવ્યાકુળ થઈ ગઈ

58 ખપ આવવું - કામમાં આવવું

→ ભોજો પોસ્ટ-માસ્તરને ખપમાં આવ્યો

59 ટાળવાં - સુખનો ત્યાગ કરવો.

→ બાળક માટે માતા-પિતા સુખ ટાળે છે

60 નમતું મૂકવું - જતું કરવું.

→કેતનના ધંધામાં જોડવાની બાબતે તેના પિતાએ નમતું મૂક્યું

61 ગડમથલ ચાલવી - શું કરવું ને શું ન કરવું એવી મનની સ્થિતિ થવી

→ ખીજડિયે ટેકરે ભોજાના મનમાં ગડમથલ ચાલી.

62 ગૂંચ ઉકલી જવી - મુશ્કેલી હલ થવી.

→ ભોજાને કપડાંની જોડ મળતાં તેના મનની ગૂંચ ઉકલી ગઈ.

63 ઘેરી છાપ પડવી - ઊંડી અસર થવી.

→ વિનોબાજીને ગાંધીજી વિશે ઘેરી છાપ પડી. 

64 હાથફેરો કરવો - ચોરી કરી 

→ બધી જ વસ્તુઓ લઈ ભોજાએ ખીજડિયે ટેકરે જઈને હાથફેરો કર્યો. 

65 ખાતર પાડવું - ચોરી કરવી.

→ ભીમાએ રાજદરબારમાં ખાતર પાડ્યું. 

66 સોપો પડી જવો - શાંતિ છવાઈ જવી.

→ શેઠના યુવાનપુત્રના મોતના સમાચારથી ગામમાં સોપો પડી ગયો

67 છોભીલું પડવું - સંકોચ થવો.

→ રમેશભાઈને જોઈને નયન છોભીલો પડી ગયો. 

68 હવાઈકિલ્લા બાંધવા - મોટી - મોટી વાતો કરવી.

→ પ્રજા પાસે રાજકારણી હવાઈ કિલ્લા બાંધવા લાગ્યા. 

69 જાગ્યા ત્યાંથી સવાર - નવેસરથી પ્રારંભ કરવો 

→ બાપે દિકરાને કહ્યું કે હવે જાગ્યા ત્યાંથી સવાર સમજીને કામે લાગો.

70 ગઈ ગુજરી ભૂલી જવી - ભૂતકાળ ભૂલી જવો.

→ શેઠે નોકરને સલાહ આપી કે ગઈ ગુજરી ભૂલીને કર્મ કર. 

71 લોહી ઊકળી ઊઠવું – ગુસ્સે થવું.

→ રાહુલને જોઈને નયનભાઈનું લોહી ઊકળી ઉઠ્યું. 

72 પગ મણમણના થઈ જવા - મન ભારે થઈ જવું.

→ પાક નિષ્ફળ જતાં રામજીભાઈના પગ મણમણના થઈ ગયા.

73 ભાંજગડ ચાલવી - મનોમંથન અનુભવવું.

→ દીકરો નાપાસ થતા બાપના મનમાં ભાંજગડ ચાલવા લાગી. 

74 થોથવાઈ જવું - ભાવાવેશમાં બોલી ન શકવું. 

→ શિક્ષકને જોઈ વિદ્યાર્થી થોથવાઈ ગયો.

75 મનોરથ જાગવો - ઈચ્છા થવી

→વિનોબાને ગાંધીજીને મળવાનો મનોરથ જાગ્યો.

76 દબાણ કરવું – ફરજ પાડવી.

→ ઉછીનું માંગનાર ઉછીનું આપનાર પર દબાણ કરવા લાગ્ય 

77 મન હરી લેવું - મન જીતી લેવું

→ સેલ્વી પંકજમ્ નારાયણજીનું મન હરી લીધું.

78 રસ્તો કાઢવો - ઉપાય શોધવો.

→ કૃષ્ણાએ ચંદનવાડી પહોંચવાનો રસ્તો કાઢ્યો.

79 આંખો ફેરવવી - આમતેમ જોવું. 

→ ગાંધીગ્રામ સંસ્થા જોતા નારાયણજી આંખો ફેરવવા લાગ્યા

80 દીવો ન રહેવો - વંશ ન રહેવો.

→ પોસ્ટ માસ્તરના દીકરાનું મોત થતા તેને ત્યાં દીવો ન રહેવો

નિપાત | Nipat short trick | Std 12 gujarati vaykaran | gujarati grammar nipat

નિપાત , Std 12 Gujarati vaykaran Nipat


                 



 ⊙ નિપાત ⊙








→ ગુજરાતી ભાષાનાં વાક્યોમાં એવાં કેટલાંક ઘટકો આવે છે જે વિશેષણ, સંશા, ક્રિયાવિશેષણ કે ક્રિયાપદની સાથે એમના - અનુગ કે નામયોગીના રૂપ સાથે આવે છે. અને ભાર, આગ્રહ, વિનંતી, વિનય, આદર જેવી કેટલીક વિશિષ્ટ અર્થછાયાઓ દર્શાવે છે. આવા ઘટકોને કહે છે. 

       ● નિપાતો નીચે મુજબના જોવા મળે છે.

૧. 'જ' : આ નિપાત ભારપૂર્વક કથન માટે વપરાય છે અને વાક્યના જંપદ સાથે આવે છે તેનું ભારપૂર્વક કથન થાય છેજેમ કે તમે જ મારી સાથે આવશો

૨ " "તો" : આ નિપાત પણ ભારપૂર્વક કથન માટે વપરાય છે "બીજુ નહિં તોપણ આ – એવા અર્થમાં વપરાય છે જેમ કે પથ્થરો બોલે તો બોલાની જુઓ.

૩. "ને " : આ આગ્રહ કે ખાતરી કરવાનો અર્થદર્શાવે છેજેમ કે રોકાવાના છો ને ?

૪. "ય", "પણ", "સુધ્ધાં" : આ નિપાતો અંતર્ભાવનો અર્થ બતાવે છે જેમ કે હા એટલું ય હું ન જાણું ? એણે ખાધું સુધ્ધા નહિ. 

૫. "જી" : આ નિપાત આદર કે વિનય વાચક છે જેમ કે ઓહો ! ક્યાં ચાલ્યાં જી?

૬. "ખરું" : "ખરા"ના રૂપો અવધારણાવાચક નિપાત છે જેમ કે આવા વરસાદમાં મને ઉંઘ આવે ખરી ?

૭. "ફક્ત", "માત્ર", "કેવળ", "છેક" : સીમાવાચક કે અન્યવ્યાવર્તક તાનો અર્થ દર્શાવે છે. જેમ કે તેનો માત્ર ઉપયોગ કરી શકે છે, રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે.

 ૮. "હો" : અનુમતિદર્શક નિપાત છે મને તે મળ્યો હતો, હો રાજન !

     ◐ નીચેના વાક્યોમાંથી નિપાત ઓળખી લખો ◐

ભાણી ભાદર નદીમાં રાત્રે જ કપડાં ધોતી હતી. – ‘જ’ 
આ માણસ કાંઈક જુદી જ માટીનો બનેલો છે. – ‘જ’ 
વૃધ્ધ બેંક માલિકે મિજબાની ગોઠવી હતી. - ‘જ' 
દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે જ.- ‘તો, જ’ 
અમારી તૃપ્તિમાં ઊણપ પણ આવતી. – ‘પણ’ 
નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા ? - ‘ખરા’ 
આ હિન્દીનું યે એક નવું જ હતું. – ‘યે, જ’ 
મારે પણ તમારી સાથે જ આવવું પડશે. - ‘પણ’ 
ઓહો, ક્યાં ચાલ્યા જી ? – ‘જી’
હવે દિવાળી આડે માત્ર એક માસ બાકી છે. – ‘માત્ર’ 
આવા વરસાદમાં મને ઊંઘ આવે ખરી ? – ‘ખરી’ 
અંતે તું સાચું બોલ્યો ખરો –ખરો
 તે તદ્દન નકામી વ્યક્તિ છે. – ‘તદ્દન’
ગુરુજી, અંદર આવુ કે ? - કે
તે તમે આવ્યા હોત તો ? – ‘તો’
બધાય દેવોને પોતાના અલગ અલગ વાહન છે. – ‘ય’ 
સ્ત્રીનો સ્વભાવ જન્મથી જ નઠારો કે ન સુધરે તેવો નથી- ‘જ’ 
તેમનું નામ પણ હું ભૂલી ગયો. – ‘પણ’ 
એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો- પણ
બધે બધું પે’રવું જ એ લખી આપ્યું છે ? – ‘જ’ 
એને આવો પૂજન અર્ધ્ય જ ઘટે. – ‘જ’ 
શિવ થકી જીવ થયો એ જ આશે - જ 
અંતે તો હેમનુ હેમ હોય – તો 
ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી- ય
હાથ અજમાવું એટલી જ વાર – જ 
છોકરો મરેલો જ જન્મ્યો હતો -જ
અત્યારે એવી કલ્પનાઓ કરવાનોય અવકાશ ક્યાં હતો ? - ય
બાપુની વાત હું ક્યારેય ભૂલી શકતો નથી – ય 
હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ - જ 
એમણે મારા પત્રનો મને ખૂબજ સરસ જવાબ આપ્યો - જ
માનવજીવનમાં શોષણ માત્ર આર્થિક જ ચાલે છે. - માત્ર-જ
આ વાઈસરૉય પદ પણ એની આગળ પાણી ભરે. – ‘પણ’ 
હવે તો તમે નિશ્ચિંત બન્યાને ? – ‘તો, ને’
હા એટલું ય હું ન જાણું ? – ય ‘’ 
પાપી તો હું જ હતો. – ‘તો, જ’ 
તું પ્રવાસે જઈશ જ ? - જ’ 
તમે જ મારી સાથે આવશો. – ‘જ’
 કામ કરનાર જ સુખી થાય. – ‘જ’
 ચાલો, અમદાવાદ જઈશું ને ? – ‘ને’ 
આપણે જવું જ છે ને ? - ‘ને’
 તમે તો આવી ગયા ? – ‘તો’ 
એવું તો આપણાથી કેમ કહેવાય ? – ‘તો’ 
તમેય મારી સાથે આવો. – ‘ય’
 હું ય પ્રથમ વર્ગમાં પાસ થઈશ જોજો. – ‘ય’ 
વસ્તુ ખૂબ જ સસ્તી છે, ફક્ત રૂપિયા પચાસની. – ‘ફક્ત’ 
મહાદેવભાઈ માત્ર પચાસ વરસ જીવ્યા. - ‘માત્ર’
 ત્યારે તો તમે ખૂબ ભાગ્યશાળી છો ? – ‘તો’ 
આજે વરસાદ પડવો જ જોઈએ. – ‘જ’
 પગ ઉંચકતાં જ એણે આશ્ચર્ય અનુભવ્યું. - ‘જ’ 
આમાં એ લોકોનો પણ કાંઈ દોષ ન હોતો – ‘પણ’
 ખાંડણી દસ્તો ક્યાંક મૂકાઈ ગયેલાં જ હોય છે. – ‘જ' 
અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતાં. – ‘તો’ 
નાનપણથી જ એની એવી તાસીર હતી. - ‘જ'
 મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ તે બને જ છે. – ‘જ’ 
પથ્થરો બોલે તો બોલાવી જુઓ – ‘તો’ 
એણે જ મૌન તોડ્યું. – ‘જ’ 
જેણે એક પાપ કર્યું ન હોય તે જ પહેલો પથ્થર ફેંકે ? - ‘જ’ 
બાપુ એ વાત જ ન કરશો. - ‘જ’ 
તું ગુરૂને ઘેર જઈ વિદ્યા ભણી આવે તો સારું – ‘તો’
બા એકલાં જ જીવે છે. – ‘જ’
 રસાકસી થોડી જ વાર ટકી. - ‘જ’
 ઉછીનું માંગનારા તદ્દન નિર્લજ્જ હોય છે – તદ્દન 
મારાં જીવતા તો કેમ હું હા પાડું ? - તો
 હવે વેકેશન આડે માત્ર એક માસ બાકી છે- માત્ર 
આવી ઉનાળાની ગરમીમા ઊંધ આવે ખરી ? - ખરી
 ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું – તો 
બાપુએ મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું – જ
 તું વિદ્યા ભણ્યાનું અભિમાન પણ બહું રાખે છે – પણ 
મન-વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે - જ
એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો - જ 
એ બાલુડા પાછળ પોસ્ટમાસ્તરે સારુ પુણ્યદાન પણ કરી નાખ્યું - પણ
આ કોઈ ખવીસની રમત તો નહિ હોય ? –તો 
આ કપટી કો આવ્યા ખરા - ખરા 
જુઓ તો ઊભા છે નળ પંચ – તો
એક મહિનો માત્ર કેળા, લીંબુ અને દુધ પર કાઢ્યો - માત્ર
જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે ? તો, ખરા 
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું - તો 
કસ્તુરી કેરી બિંદી તો કરું નહિં - તો
ગંગા તો બસ ગંગા જ છે -તો
એ તો અહીં આવ્યા વિના રહેશે નહિં – તો 
માણસ આમ ભારે ડાહ્યો પણ ધૂની ખરો ? - પણ 
એક વખત જેલ જનારો, બીજી વખત જાય ખરો ?- ખરો 
બાકી સંચામાં તડ પહેલેથી જ હશે. – ‘જ’ 
જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને ? – ‘પણ, જ, ને’ 
એ અહીં અસારવાદમાં પણ સરી પડ્યા નથી. – ‘પણ’ 
માત્ર કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી – ‘માત્ર’ 
એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો – ‘જ’ 
મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. – ‘તો’ 
એક મહિનો માત્ર કેળાં, લીંબુ અને દૂધ પર કાઢ્યો. -‘માત્ર’ 
ભાષણની શરૂઆતમાં જ તેમણે કહ્યું. – ‘જ’ 
જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને ? – જ,ને
છોકરાઓ ઘરે હોય તો આવું ઠંડુ ખાવાનું ખાય ખરા ?- ખરા 
અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની ગયા – જ 
કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા - ને 
સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુઝાય છે – જ
તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખ થાવા - ય 
એથી ઉત્તમ વિપ્રયોગ સહીને જ ચિત્ત ચિતરાવું -જ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે – જ 
મારા જેવા ઘણાય છે - ય
તદ્દન નવી નોકરીમાં આવી પ્રભાશંકરનું કરવા કરાવવાનાં પ્રયત્ન થયેલા – તદ્દન 
આવા મનસ્વી રાજાની નોકરી કરવા કોઈ સારો રાખે ખરો – ખરો
મણિભાઈએ મોટેથી બૂમ પાડીય ખરી - ય, ખરી 
સામસામી નજર મળતા બંન્નેય હસી પડ્યા - ય જ 
એ બહુ જ વિચારમાં પડી ગયો -જ
 ચ્યો હે હેડ્યા જી ? સુંદરણા ? - જી
 સત્યાગ્રહી જ સુખી થાય – જ
 સુંદરીને સ્થાને સૌંદર્ય અને તે પણ પૂજનીય - ૫ણ
એનાં જ જીવનની કૃતાર્થતા છે ને ? - ને
આવા પરમ મહિમાવંતુ વિભૂતિમય સૌંદર્યનું સ્થાન બીજું કોઈ લઈ શકે ખરૂં ? - ખરૂં
આ કાવ્ય તો સુંદરીનું નથી - તો 
મન અસ્વસ્થ થાય છે જ – જ 
છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય -જ 
કોઈને આંખોમાં ચિતરાવી જ જુઓ - જ 
રેતીની શીશીને ઉલટાવી જુઓ તો ખરા -ખરા
 એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈબહાર આવ્યા
- તદ્દન
તમને કાંઈ તકલીફ તો નથી પડી ને ? - ને
મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર જ નથી -જ 
એના મા બાપુની તમને જાણ છે ખરી ? - ખરી 
ભાઈ તું તો પ્રેમમા પડી ગયો – તો 
બધુંય જાણું છું – ય 
બસ ચાલ્યો જ આવું છું - જ 
પછી તો એ નોકરી કરશે ને ? - ને 
તે તદ્દન ઓગળી ગયો હતો – તદ્દન 
મીઠાનો ગાંગડો તો દેખાતો નથી – તો 
આ ભાંગતા તો કંઈ જ દેખાતું નથી - તો, જ
 જગતના કણેકણમાંય ઈશ્વર રહેલો છે - ય 
બા ઊઠવાનુંય શીખવાડે છે -ય 
ફ્રેમ થયેલા દાદા આંસુ લૂછે ખરા ?- ખરા 
ત્યારે તો હું જ પ્રવજ્યા લઈશ – તો 
જ ભદ્રિકે કહ્યું હું ય દીક્ષા લઈશ - ય
 મહાનામે સાદગીમાંય સુંદરતા હોય છે - ય
આશ્રમમા શીખ્યો એ જ-જ
આ સર્વ પદાર્થોં એ જ પરમેશ્વર – જ
અનુરૂદ્ધની વાત માન્ય રાખી ખરી ?- ખરી 
ઘાઘરોય મેલોદાટ કેદુનો - ય
પહોંચતા જ પટકાણી ભાણી - જ
 બીતી બીતી ચારેય દિશામાં જુએ – ય 
બ્રિટનમાં એમનો બંગલો પણ હતો. -પણ
 બીજા લોકોને તો નવાઈ લાગી –તો


⊙ ખાલી જગ્યા યોગ્ય નિપાત મુકી લાખો 



1 અખંડ.........ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે. – ‘જ’
2 માટે એ.........અનુચિત – ‘પણ’
3 ભલી હશે.........ચોક લગી દોડી આવવાની. – ‘તો’ 
4 માટી મા’ત્માવાળી ના જોઈ હોય .........! – ‘તો’ 
5 તમે..........એક નવાઈ કરી ? – ‘જ’ 
6 દંડ એ.........ક્ષત્રિયનો ધર્મ છે. – ‘જ’ 
7 એનાથી સવર્ણોને.........નુકશાન થયું છે. – ‘પણ’
8 બીજા લોકોને....….…..નવાઈ લાગી. – ‘તો’ 
9 આ ખોરાક.........ખાસ્સો અમીરી છે. - ‘પણ’
10 હું કોઈની સાથે બોલતો..........નહિ. – ‘પણ’ 
11 એ....…....અહીં આવ્યા વિના રહેશે નહિ. – ‘તો’ 
12 રોકાવાના છો. ....... ? – ‘ને’ 
13 આ ખોરાક ખાસ્સો....... અમીરી છે. – ‘પણ,
14 એનું મોત .....હવે .....ઉપાય રહ્યો હતો. -ય , ય’ 
15 એનાં માબાપની તેમને જાણ છે........…? - ખરી’ 
16 તમે એ વેરવૃક્ષને સરળતાથી ઊખેડી શકશો.........? -ને’ 
17 ગીતામાં.........એ કહ્યું..........છે. - ‘તો, જ’ 
18 તે પારખવું યોગબળથી.........કદાચ શક્ય બને ! – ‘જ’ 
19 પાંપણના પલકારા જેટલી...નિયમિતતાથી ગાળ દેતાં – જ’ 
20 આ.........આઠ-દહ આની રળી આવે છે. – ‘તો’
21 પત્નીની પસંદગી કરવા હું……………દક્ષિણમાં દોડી આવ્યો છું. - છેક
22 કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું...... મારાથી ? – ‘ને’
23 નમસ્તે...........કહેતા પેલા ભાઈએ વિદાય લીધી. –‘જી’ 
24 ગાડું.......નજીક આવ્યું. – ‘છેક’
25 મીઠો મીઠો ક્ષોભ પોત..........અનુભવવા માંડ્યો. - જ

26 એણે..... મૌન તોડ્યું. - ‘જ’
27 અત્યાર સુધી મેં દરિયાનું.......સૌંદર્ય જોયું હતું. - ‘માત્ર’
28 શોષક શોષ..........રહે છે. - ‘જ’
29 મૃત્યુવિષયક કાવ્યોમાં......એ વિરલ છે. - ‘તો’ 
30 પથ્થરો બોલે.........બોલાવી જુઓ. – ‘તો’
31 અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ.........ગણાય. – ‘જ’ 
32 એક સંત.........રસ્તે જઈ રહ્યો હતો. – ‘જ’ 
33 પછી.….......એ નોકરી કરશેને ? - ‘તો’
34 પિતાજી તમે......... મને કહો – ‘જ’
35 બાના ઘરમાં સાવ સૂનકારો.........છે. - ‘જ’ 
36 પ્રશ્ન ઘણો.........હતો. - ‘જ’
37 લાખ ટકાની આબરૂને એણે ....... સોડમાં સંતાડી. -‘પણ’
38 હું તમારી સાથે.........સંમત નથી. - ‘જ’
39 મેં ...…......તેમને આભાર કરી શિષ્ટાચાર બતાવ્યો. –‘પણ’ 
40 મને હું રજ.........હીન ગણતી નથી. - ‘માત્ર’
41 તમને હું એક નક્કર.........દાખલો આપું. – ‘જ’
42 સાથે તેમના નાયી ઉપાલિને.........લીધો. – ‘પણ’ 
43 મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ..........એ લઈ જશે. – ‘પણ’ 
44 જોઉં......... ખરો કે એણે કાગળમાં શું લખ્યું છે. – ‘તો’ 
45 એ.........ચોકીદારમાં.......જીવન પૂરું કરે એવું નથી. – ‘માત્ર, જ’
46 એ આનંદ.........હતો........ - ‘તો, જ’
47 .......... એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. – ‘માત્ર’ 
48 લોઢામાંથી બનેલા સર્વ પદાર્થોતે નામ.........છે. -‘માત્ર’ 
49 એ.........પાણીમાં તદ્દન ભળી ગયું છે. – ‘તો’ 
50 પરમેશ્વર અહીં...…......છે. - જ’ .....
51 હું.........આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા ? – ‘ને’ 
52 હવે એનો જીર્ણોદ્વાર શક્ય.. .નહોતો. – ‘જ’
53 ભોજા જેવો ભડ માણસ.........ભડકી ઊઠ્યો. – ‘પણ’ 
54 એ.........હાથ જોડી શક્યો. – ‘માત્ર’
55 ત્યારે.........તમે ખૂબ ભાગ્યશાળી છો ! – ‘તો’
56 અને ઘણું કહ્યું..........તે સમજ્યા નહિ – ‘તોય’ 
57 આજે વરસાદ પડવો.........જોઈએ. - જ’ 
58 માણસ આમ ભારે ડાહ્યો, પણ ધૂની.......……! – ‘ખરો’ 
59 હાજી, અમે.........આવી પહોંચશું સમયસર – ‘તો’ 
60 એક વખત જેલ જનારો, બીજી વાર જાય.........?-ખરો’
61 મહાદેવભાઈ......……. પચાસ વરસ જીવ્યા. - ‘માત્ર’ 
62 ગંગા….......બસ ગંગા.......છે. - ‘તો, જ’ 
63 મારા જેવા ઘણાય છે. એને મહારાજા ભાવસિંહજી મળ્યાં નથી. – ‘માત્ર’
64 હવે, એક...........છે ઉપાય. - ‘જ’
65 મારે તને ખોટું લગાડવું ...... પડશે - ય
66 અંતે તું સાચું બોલ્યો........…? - ખરો’ ?
67 અવાજમાં...........ભાવુકતા આવી ગઈ. – ‘પણ’ 
68 બાપુ, હળદર ફીટશે,......... વાર લાગશે. - પણ’ 
69 બાપુ, એ વાત.........ન કરશો. - ‘જ’
70 .......ત્યાં તને ક્યું કામ મળવાનું છે ? – ‘પણ’ 
71 દેવરાજના શબ્દોમાં.…………… .નહિ. –

વિશેષણ | વાક્યમાંથી વિશેષ ઓળખો || વિશેષણના પ્રકાર | gujarati vaykaran | Std 12 Gujarati gramar

Gujarati Vaykaran Vishesan , વિશેષણના પ્રકારો.




ધોરણ ૧૨ Board exam and compitev exam study preparation for gujarati vaykaran.










⊙ વિશેષણનો અર્થ ⊙









→ વ્યાકરણોમાં વિશેષણ વિશે એમ કહેવામાં આવે છે કે "જે નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ"

→ વાક્યમાં વિશેષણ નામ પહેલાં આવે છે. એનો અન્વય નામ સાથે જ કરવામાં આવે છે. 

     જેમ કે, "ઝાડ પરથી અમે ત્રણ નાની કેરી પાડી" 

આ વાક્યમાં - ત્રણ નાની કેરી એવું નામ પદ છે. 

→નામપદ એટલે નામ અને એની સાથે આવતાં વિશેષણા વાક્ય બોલાય ત્યારે પણ આખું નામપદ એક સાથે બોલાય છે. "કેરી નામ સાથે બે વિશેષણો આવ્યા છે. 

→ યોગ્ય રીતે વપરાયેલાં વિશેષણો અંતે તો ભાષાની સમૃદ્ધિમાં વધારો કરવા સમર્થ હોય છે.

            ⊙ વિશેષણના પ્રકારો ⊙

● વિશેષણના પ્રકારો ત્રણ રીતોથી પાડવામાં આવે છે. 

→ સ્થાન પ્રમાણે - સ્થાન બદલવાથી

→ રૂપાંતર અર્થ અનુસાર પ્રમાણે

→ વિશેષણનું રૂપ બદલવાથી

● હવે ઉપરની રીતોથી પડતા પ્રકારો અને તેના પેટા પ્રકારો જોઈએ.

(૧) સ્થાન પ્રમાણે

→ વિશેષણનું સ્થાન વિશેષ્યની આગળ કે પાછળ કરવાથી આ વિશેષણના બે પ્રકાર પડે છે.

๏ પૂર્વે અથવા અનુવાદ વિશેષણ : વિશેષણની પૂર્વે આવતું વિશેષણ પૂર્વ કે અનુવાઘ વિશેષણ કહેવાય.

→ ઉદાહરણ :- આ રમણીય ઉદ્યાન છે. અહિં રમણીય પૂર્વે આવે છે. 

๏ ઉત્તર અથવા વિધેય વિશેષણ : વિશેષ્યની પછી વિધેયના અંશ તરીકે આવતું વિશેષણ ઉત્તર કે વિધેય વિશેષણ કહેવાય. 

→ ઉદાહરણઃ- આ ઉદ્યાન રમણીય છે. અહિં રમણીય પાછળ વિધેય અંશ તરીકે આવે છે.



(૨) રૂપાંતર પ્રમાણે : 

→ વિશેષણનું રૂપ વિશેષ્યનાં લિંગ-વચન પ્રમાણે બદલવાથી આ વિશેષણના બે પ્રકાર છે. 

๏ વિકાર વિશેષણ : લિંગ પ્રમાણે ફેરફાર પામનાર વિશેષણ વિકારક કહેવાય.

ઉદાહરણ :- સારો છોકરો, સારી છોકરી, સારું છોકરું. અહિં સારો, સારી, સારું વિશેષણોને "આ", "ઈ", "ઉ" પ્રત્યો લાગે છે. છોકરો (પુ) છોકરી (સ્ત્રી) છોકરું (નપુ)ના લિંગની અસર વિશેષણ ઉપર થાય છે.

๏ અવિકારી વિશેષણ : લિંગમાં ફેરફાર થતાં ન બદલનાર વિશેષણ અવિકારક કહેવાય. અહિં વિશેષણને કશો પ્રત્યે લાગ્યો નથી. અહીં લિંગની અસર વિશેષણ પર થતી નથી. તેથી તે વિશેષણ અવિકારક કે અવ્યક્ત લિંગ વાચક છે. દા.ત. સરસ 

(૩) અર્થ અનુસાર : 

→ વિશેષણના અર્થ અનુસાર તેના સાત પ્રકાર પડે છે. જે નીચે મુજબ છે.


૧. ગુણવાચક વિશેષણ : આ વિશેષણ વિશેષ્યના રંગ, સ્વાદ, આકાર, કદ, સાદૃશ્ય, કર્તૃત્ત્વ વગેરે દર્શાવે છે. 

૨. સંખ્યાવાચક વિશેષણ : આ વિશેષણ સંખ્યા દર્શાવનારા હોય છે જેમ કે ત્રણ, પાંચ, પંદર, અડધુ, પોણું, ઝાઝુ, થોડું, પા, બેવડું, ત્રેવડું, બેઉ, ચારે, ચોકું, કોડી વગેરે. 

૩. સાર્વનામિક વિશેષણ : વિશેષણ તરીકે વપરાતા સર્વનામ કે સર્વનામજન્ય વિશેષણ સાર્વનામિક વિશેષણ તરીકે વપરાય છે. જેમ કે આટલું, જેટલું, જેટલી, તેટલા, તેટલી, આ, જે, તે, જેવડા, તેવડી, તેવું, જેવું, બીજુ, કઈ, કયુ વિગેરે સાર્વનામિક વિશેષણ છે. 

૪. ક્રિયાવાચક વિશેષણ : ધાતુઓ પરથી બનાવવામાં આવેલાં કૃદંત વિશેષણો ક્રિયાવાચક વિશેષણ કહેવાય છે. અહિં વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ દર્શક ક્રિયાવાચક વિશેષણ આવે છે.



૫. પરિમાણવાચક વિશેષણ : આ વિશેષણ માપ દર્શાવે છે. સાર્વનામિક વિશેષણમાં આનો સમાવેશ થઈ જાય છે જેમ કે એવડું, કેવડું, જેટલું વગેરે.

૬. પ્રકારવાચક કે રીતિવાચક વિશેષણ : સાર્વનામિક વિશેષણમાં આનો સમાવેશ થઈ જાય છે જેમ કે જેવું તેવું, એવું કેવું વિગેરે.

૭. સંજ્ઞાસાધિત વિશેષણ : અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક સંજ્ઞા ઉપરથી બનેલાં વિશેષણો સંજ્ઞાસાધિત વિશેષણો કહેવાય છે જેમ કે કાનપુરી ચપ્પલ, ભારતીય સંસ્કૃતિ, કાશ્મીરી શાલ, ગુજરાતી ભાષા વિગેરે.



     ⊙ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી લખો  


1 ચાર દિવસમાં ધણી -ધણિયાળી મળીને વાડા વચ્ચે કૂબો ઊભો કરી દીધો – ચાર

2 ભરીસભામાં તમારા દેખતાં મને ચોટલો પકડીને દુઃશાસન ખેંચી લાવ્યો - ભરી

3 જિગરજાન ભેરું મોએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ !-જિગરજાન

4 આ નગર અબુધ છે -અબુધ

5 અમે એખ લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે અટક્યા - લાંબા

6 ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું - ખુલ્લા 

7 ભોજો સડસડાટ ટેકરો ઊતરી ગયો - સડસડાટ

8 હીરણનું પાણી ટાઢુબોળ હતું - ટાઢું બોળ 

9 જીવલીએ સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી - સૂકી

10 ત્યારે હું ભારે લુચ્ચો માણસ હતો - ભારે 

11 ગાંધીજીમાં ક્રાંતિ અને શાંતિ બંન્નેનો અપૂર્વ સંગમ હતો-અપૂર્વ 

12 આ માન્યતા સાચી નથી - સાચી

13 ટાણાસર આપી જનાર વિરલ હોય છે. - વિરલ 

14 શેષ નદી દૂર નીચે રહી ગઈ -દૂર 

15 મારી રંજના ત્યારે બહું નાની હતી - નાની 

16 હું તો નિર્ભય માર્ગ પકડીશ - નિર્ભય 

17 હું તો મંદ બુદ્ધિ ગણાઉ – મંદ 

18 કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી – કાષ્ઠની પૂતળી

19 હજારો વસમા તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા - હજારો વસમા 

20 પ્રભાશંકર ખૂબ ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા - ખૂબ ગરીબ

21 ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે - થોડા 
22 અમલદારને ચોવીસ કલાકમાં ભાવનરગ છોડી જવા હુકમ કર્યો- ચોવીસ

23 એ કંઈ વધારે નહી બોલે - વધારે 

24 નજર આગળ સાદુ સીધું ઘર તરવરવા લાગ્યું -સાદુંસીધું 

25 ડેલીનું ભારેખમ કમાડ બંધ થઈ ગયું – ભારેખમ 

26 અંતિમ વિદાયને કવિ અંજલિ આપે છે - અંતિમ 

27 ભાવ અને વિચારનું અદ્ભુત રસાયન સિદ્ધ થયેલું છે - અદ્ભુત

28 કાવ્ય આરંભાયું મનની ભારે અવસ્થાના સૂચનથી - ભારે 

29 સેલ્વીનો અવાજ ખૂબ મીઠો હતો – મીઠો

30 એ ખિલખિલાટ હસી પડ્યો - ખિલખિલાટ 

31 એમણે તદ્દન સાદો લિબાસ પહેર્યો હતો – સાદો

32 તમે બે ચાર કલાક આરામ કરો - બે ચાર 

33 ગામ ખૂબ જ સુંદર હતું - સુંદર

34 એકાએક મીઠા પાણીનું સરોવર હાથવેંતમાં લાગ્યુ - મીઠા

35 આ સાલ વરસાદ સારો થાય તો મલકમાં પાછા જઈશું - સારો



36 મેં અહિં ઘણી વખત છોકરાને રમતા જોયા છે -રમતા 

37 ચોખ્ખા માણસે દેવશીને ગાલે હાથ ફેરવ્યો - ચોખ્ખો 

38 પિતાએ એક સારા દૃષ્ટાંતથી સમજાવ્યું - સારા

39 ટેટામાં ઝીણાઝીણા દાણા દેખાય છે – ઝીણાઝીણા 

40 સઘળી રસોઈ ફીકી છે - ફીકી

41 મને સહેજ આશંકા થાય છે – સહેજ

42 ઋતુ ઋતુ પ્રમાણે ત્રણ પ્રાસાદ બનાવેલા – ત્રણ 

43 અનિરૂદ્ધ અને ભદિક ચાર-છ દિવસમાં પ્રવજ્યા લેવાના - ચાર -છ

44 શ્રમણ થવું વધારે સહેલું છે- વધારે

45 આર્ય એ ખૂબ દુષ્કર છે - ખૂબ

46 અનિરૂદ્ધ અને બીજાં કુમારોએ નવા ભિક્ષુને વંદન કર્યા -નવા

47 ઊભા ઊંભા કરે ઝાડવા વાતું – ઊભા ઊભા

48 લૂગડામાં એક સાડલો જૂનો -જૂનો

49 એને ઉઘાડાં અંગેઅંગમાંથી આત્મા ચૂર્વે -ઉઘાડા

50 અમારૂં કાર્ય પવિત્ર છે - પવિત્ર

51 એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી – સાચી

55 બાબાસાહેબની બીજી પણ શરત હતી – બીજી 

53 એમનું ભાષણ વક્રતૃત્વકલાનો ઉત્તમ નમુનો હતો- ઉત્તમ 

54 એમની આંખોમાં આનંદના આંસુ હતા - આનંદ

55 શાહુજી સ્વયં સામાજિક સમતાના પ્રખર હિમાયતી હતી -પ્રખર

56 તેઓ જઈને સીધા જ વૃદ્ધ પુરૂષને પગે લાગ્યા - વૃદ્ધ 

57 આંબેડકર મુલાયમ હૃદયના હતા - મુલાયમ 

58 કોલ્હાપુરના મહારાજ શાહુજી આંબેડકરને મદદ કરતા - મહારાજ

59 પાનખર ઋતુની ઠંડી રાત હતી - ઠંડી 

60 આજથી પંદર વર્ષ પહેલાની વાત છે - પંદર 

61કાયદાની કડકમાં કડક સજા વિશે વાત નીકળી – કડક

માં કડક

62 મૃત્યુદંડ તો ખરાબ સજા કહેવાય – ખરાબ 

63 મહેમાનોમાં એક યુવાન વકીલ પણ હતો - યુવાન 


64 એક સુંદર રહેઠાણમાં યુવાનને રાખવામાં આવ્યો – સુંદર

65 રાત્રિના ત્રણ વાગ્યા હતા એ અતિશય ઠંડી રાત હતી - ત્રણ, અતિશય ઠંડી

66 બીજી સજા ઓછી કંટાળાજનક છે – ઓછી

67 એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા – મહાન

68 જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. - ધીમે ધીમે

69 અમારી એક લાગણી હજુ દટાયેલી છે – અમારી 

70 એક આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે – આપણી, વધુ 

71 હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું – મારી 

72 પોષ મહિનાનો હિમ જેવો વાયરો -હિમ

73 સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી - સારી 

74 ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરૂષ હતા - ક્રાંતિકારી

75 અમારા પાડોશમાં એક લવંગીબેન રહેતા હતા – લવંગીબેન 

76 તેમાં તેમને વિવેક હોતો નથી -વિવેક

77 વૈદ્યરાજ તો સ્તબ્ધ જ થઈ ગયા – સ્તબ્ધ

78 મારા મનમાં કૂદીકૂદીને રટણ કરવા મંડી પડી – 

79 કૂદીકૂદીને વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયાં હતા – રૂપમાં 

80 પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું – કઠણ

81 તમે બધાય એક મહાશતરંજનાં સોગઠાં છો – સોગઠાં 

82 બગડેલું દુધ વાપરી શકાતું નથી –બગડેલું

83 અમે પાણીદાર ઘોડા પસંદ કર્યા હતા – પાણીદાર

84 સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતાં – ગરીબ

85 કવિ માનવસહજ લાગણીઓથી પર નથી - માનવસહજ

86 શક્યતાના દ્વાર ખખડાવી જુઓ – શક્યતાના

87 મેં ચોમેર નજર દોડાવી – ચોમેર

88 હાથ હરખથી જુઠ્ઠાને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે – હરખથી

89 જ્યારે ગાંધીજી સમગ્ર હિંદની વાત બોલે છે - સમગ્ર 

90 ગોળમેજી નિષ્ફળ જવાની છે -નિષ્ફળ

91 ઘણી વખત લગી તાકી રહ્યો – ઘણી વખત

92 આવી તો અમારી કેટલીય વસ્તુઓ ઊછીનું માગનારાઓએ ટાળી નાખી છે – કેટલીય

93 પોતે કંઈક બોલેલો, પણ બધું અસ્પષ્ટ હતું – કંઈક
94 બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચ્છકાર પડઘાતો હતો -પ્રત્યેનો

95 એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવીઓ હાજર હતા - અનેક 

96 તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય છે – અવિચારી

97 ગુરૂજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે – સ્વયં

98 અમારા પિતા અમારા સંસ્કાર બાબતે જાગ્રત હતા – અમારા 

99 માથે હતું કાળી રાતનું ધાબું – કાળી

100 મારા જેવા પ્રાકૃત માણસે ઘરબારનો શું મોહ રાખવો?

- પ્રાકૃત 

101 બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા – શ્વેત 

102 તેનો માત્ર ઉપયોગ કરી શકે છે - માત્ર



103 એક-એક અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સુઝે ! - પેલા

104 એક અગત્યની વાત કહેવાની છે – કહેવાની 

105 મૃત્યુવિષયક કાવ્યોમાં તો એ વિરલ છે – મૃત્યુવિષયક

106 કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળીએ - શાંત

107 એના પગ એના ગામ તરફ વળ્યા – એના

108 ધન્ય ધન્ય તમે દેવિ ! અનેરી કોઈ ઊર્મિલે ! – અનેરી 


109 બારબાર વરસ વનવગડામાં આથડ્યાં –બારબાર 

110 મેં તો કાચનાં કર્યા કમાડ – કાચનાં

111 મારા દાદાની ડેલીએ જઈ કે જે – મારા

112 શ્યામ રંગ સમીપે ન જાવું – શ્યામ

113 હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું - અસભ્ય

114 ગાંધીજી પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા – હિમાલય, બંગાળ

115 તેની આંખો રાતીચોળ થઈ ગઈ હતી – રાતીચોળ

116 આજે એક વિશાળવડની ઘટા નીચે ધર્મશક્ષણનો વર્ગ બેઠો છે – વિશાળ

117 બા એકલાં જીવે છે – એકલાં

118 જબરી રસાકસી હતી - જબરી

119 ડૉ.બાબા સાહેબની વાણી વિવેકપૂર્ણ હતી -વિવેકપૂર્ણ

120 એક અતિશય ઠંડી રાત હતી – ઠંડી

121 લેખક બાપુ પાસે થોડો વધુ સમય રોકાઈ ગયા – થોડો 

122 મણિભાઈ ઓછું ભણેલા હતાં – ઓછું

123 સાવ બાળકનાં સમું છે આ નગર – સમું

124 અમે અલ્પ જીવ કરૂપ - અલ્પ

125 મને આ ભારે નવાઈજનક લાગ્યું – ભારે

126 પરમેશ્વર સાકર જેવા મીઠા છે - સાકર 

127 આત્મજ્ઞાની કદી માંદા ન પડે - આત્મજ્ઞાની 

128 મને મારા ગાંડિવનું બહુ અભિમાન હતું -બહુ 

129 ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર - ચાર 

130 હું જંગલી જાનવર જેવો છું – જંગલી

131 તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતાં – બહુ 

132 મારાથી નાની વિજુ ચાર ચોપડી ભણી – નાની, ચાર 

133 પરમેશ્વરને ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાઉં – બહુ 

134 જુઓ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે એ ખોટા સંચ -પંચ 

135 સહસ્ત્ર વરસ વહીને ગયાં, દમયંતીને બે બાળક થયાં – સહસ્ત્ર ,બે

136 મેં દસ-બાર માઈલ ફરવાનું રાખ્યું હતું -દસ-બાર

137 સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવાં જોઈએ -સત્યાગ્રહી

138 તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળ નથી – મીઠાશ

139 પાંચ-દસ મિનિટ હું ત્યાં થોભ્યો -પાંચ-દસ

140 મૂળશંકર ભણવામાં બહુ હોશિયાર હતો - હોંશિયાર 

142 ઓછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતાં – ઓછો

143 અત્યારે અહીં જ હવે નવવિધાનનાં બીજા નાખો તો ઘણું - નવવિધાન


144 સફરજનનાં ઝાડ ઉપર દૂધ જેવાં ધોળાં ફૂલના ગુચ્છા ખીલી ઊઠ્યા હતાં – ધોળા

145 મેં તો અગર ચંદનના ચૂલા કર્યા - અગર ચંદન 

146 કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી - કાષ્ઠની 

147 ભલાભાઈ, આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો -ભલા

148 ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઊઠ્યો – ભડ 

149 એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી - એક 150 સરખ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે - એક

151 આઘેથી તમાકુનાં લીલાંછમ ખેતર દેખાતા હતાં – આઘેથી 

152 સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે – ઝીણા ઝીણા 

153 હાડ અને હૈયાબળુકા માણસોનું જ આમાં કામ છે – હૈયાબળુક

154 એમની આંખમાં આનંદના આંસુ હતાં – આનંદના

155 એમનું ભાષણ વકૃત્વકલાનો ઉત્તમ નમુનો હતું –ઉત્તમ 

156 જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવ્યું - જંગલી 

157 કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળીએ - શાંત 

158 આ વાત તેને એક સારા દૃષ્ટાંતથી સમજાવી - એક 

159 સારા નારી બુદ્ધિ તો બહુ કેળવાઈ છે – નારી

160 કૃતાપરાધ શો આવી ઊભો દીનમુખે પતિ - કૃત, દીન 

161 આવ્યો સંમતિ યાચવા તુજ તણી ધર્મ કાર્યો પ્રિયે - ધર્મ 

162 તમે બધાએ અવળો માર્ગ પસંદ અવળો કર્યો છે –અવળો

 ⊙ આપેલી ખાલી વિશેષણ લખી પૂર્ણ કરો ⊙

1 મણિભાઈને ..........બોલવાની ફાવટ નથી. (ઝાઝું) 

2 કવિએ ........કાવ્ય લખ્યું. (મંગલ) 

3 .........કાચબો જાય છે. (મોટો)  

4 મારા મનમાં ......... ઘર વસાવવાની એષણા ધીમે ધીમે સળવળવવા માંડી (સુખી)

5 એક ગામના.......... જન સૌ ન્યાય નિરાંતે તોળે. (ડાહ્યા) 

6 ............. વરહનાં ભણતર પછીય હજુ કેટલી રાહ જોવાની ? (આટલાં)

7 .............. વડ નીચે ઉદાલક નામે બ્રાહ્મણ ઝુંપડી બાંધીને રહેતો હતો. (એક)

8 રાજપુત્ર ભદ્રિક અનુરુધ્ધનો........ મિત્ર હતો. (ખાસ) 

9 એણે....... માતા બની જઈ આ........ બાળકને 

છાતીએ લીધું. (વત્સલ, નવજાત)

10 આ આશ્રમનું ધ્યેય..…......અવિરોધી દેશસેવા છે.

(વિશ્વહિત)

11 બંને ઉછીનું માગી જીવનાર..…......પ્રાણી હતાં. (શોષકવર્ગીય)

12 સંચો તો અસલ....... બનાવટનો હતો. (બ્રિટિશ) 

13 .........ઘરેણાં તેઓ બેધડક માગી શકે છે. (મૂલ્યવાન) 

14 .......... મુગટ પહેરવાની મારામાં હિંમત નથી.

(લોહી નીકળતો)

15 સૂર્યોદય સમયે ........... કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો.(પાટવીકુંવર)

16 પોતાનું હૂંફાળુ.........ઘર તરવરવા લાગ્યું. (સાદુંસીધું

17 કાવ્યોનો........ ધર્મ એ રહસ્યને લેખતા. (પ્રાણપદ)

18 તમે......... કલાક આરામ કરો. (બેચાર)

19 ભાઈ-ભગિની ભેળાં બેસી ...... હીંચકો ખાતાં. (સુખનો)

20 એ.............સ્ત્રીની નમણાઈ મોહક હતી. (કોમલાંગ) 

21એમની આંખોમા ઉજળા ભવિષ્યની......... જ્યોત ઝબુકતી હતી.(એક)

22 એનો.........જીર્ણોદ્ધાર શકય જ નહોતો. (વધારે) 

23 ભોજા જેવો...........આદમી પણ ભડકી ઊઠ્યો. (ભડ) 

24 ............. નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું,

(બુદ્ધિમાન)

25 આ ........... ભાષણને થયે એક મહિનો વીતી ગયો હતો. (ઐતિહાસિક)



26 પ્રભાશંકર ભાવનગર રાજ્યના..........પદે હતા.

(દીવાન)

27 એક.........આવેગ તેના માનમાં જાગતો, (પ્રચંડ) 

28 ............. ઘોડાનુંટોળુ ધરતી ધમરોળતુ દોડી આવ્યું. (જંગલી)

29 ............ ખેદથી મણિભાઈએ પાછુ વળીને જોયા વગર છોડયો. (અપાર) 

30 ........... ભાઈ, આવો જાપાનીજ માલ ન લેતા હો તો ?

(ભલા) 

31 શેષ નદી......વહેતી હતા. (ઝડપથી)

32 શ્રી પ્રભાશંકર .........વહિવટકર્તા હતાં. (સારા) 

33 ઉછીનું માગનારની.......... ખાસિયત હોય છે. (એક)

34 મારું માનો તો કૌરવો......... નો શોક છોડી દો! (મર્યા) 

35 ............કષ્ટ હૈયાનાં ને ચિંતાની પરંપરા. (હજારો) 

36 શ્રી પ્રભાશંકરે....... મુક્તક વર્ડ પ્રભુપ્રાર્થના કરી. (એક) 37 ગાંધીજી........... હિંદની વાત બોલે છે. (સમગ્ર) 

38 એના .......... સાથીદારોનો ઠપકો પણ ખમતો (મૃદુભાષી)

39 ............કડાં કરાવ્યા. (સિંધિયાશાહી)

40 ................ રામનારાયણ વ્યક્તિરાગમાં અટવાય નહિ. (તત્ત્વચિંતક)

41 ભોજાના વાડા પરથી.......... વાયરા વાતા હતાં. (ઠંડા)

42 બાપુના ભાષણમાં ........... ચર્ચા ચાલ્યા કરતી હતી.

 (ગરમાગરમ)

43 ને પહુ જેવા..........બચળા આ હિમમા. (નાનકડા)

44 ત્યારે હું........લુખ્ખો માણસ હતો. (ભારે)

45 એ તો ભારતના એક......… પુરૂષ હતા. (ક્રાંતિકારી) 

46 ........... લોકોને મળવું અને લોક - નિરીક્ષણ કરવું.

(સારા)



47 ડોશીએ.....…....અવાજે વૈઘને પાસે બોલાવી. (ક્ષીણ) 

48 તે સીધુ મેનાની છાતીમાં જ ખપી જાંત !........ભાઈ. (ભલા)

49 નીલાંબર...........કંચુકી ના પહેરુ. (કાલી)

50 મારી રંજના બહુ.......... હોવાથી, રસ્તે બરફ ખડકાયેલો. (નાની)

51 જુઓને અત્યારે જ....... ચણતર અબાધિત રચી શકાય. (સુંદર)

52 તોયે..........ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. (ધૈર્ય) 

53એક........અમલદારને રાજીનામુ આપી. (વરિષ્ઠ) .

54 આ....... આઠ-દહ આના રળી આવે છે (તો )

55 ત્યાં .........ધોને ઉગાડવી છે. (લીલી)

56 મીઠા વગર.......રસોઈ ફીકી લાગે છે. (બધી)

57 અનેક ...........શાક્યપુત્રોએ સંસાર છોડ્યો છે.(અભિજાત)



58 ............ જનસમૂહે તેનું અનુકરણ કર્યું. (પ્રચંડ) 

59 જેમાં.. ........હસ્તાંક્ષરમાં કંઈક લખેલું હતું. (સુંદર)

60 કપડાંમાં......... સાડલો હતો. (જૂનો)

61 એમની આંખોમાં ...... ..... આંસુ હતાં. (આનંદના) 

62 મહેમાનોએ ભાતભાતની. ...... વાત કરી હતી(મજાની)

63 .......... નારંગી હું લાવ્યો. (થોડી)

64 સાહેબ આમાં તો.......... દાણા દેખાય છે. (ઝીણા ઝીણા) 

65 હાડ અને ....... માણસોનું જ આમાં કામ છે(હૈયા બળુકા) 

66 ......... માંગનારા ઉછીનું આપતા નથી. (ઉછીનું) 

67 ગઈકાલ સુધી માથે .......... વાદળા ઝઝુમતાં રહ્યાં છે માથે. (વિતકનાં)

68 ........ રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે ? (મનસ્વી)

69 સુયોગ...........સુંદર સુહાગી માંગલ્યનો. (અણમુલ) 70 અધિક........મંગલ નથી શું એ, સુંદરીય. (ભવ્ય)  

71 મેં............બની બોલવા કહ્યું. (સ્વસ્થ)

72 તેઓ એમની.......... દશાથી માહિતગાર હોય છે ? (કમનસીબ)

73 આ સૌમ્યને..... ....છોકરીની જોડ શોધવી મુશ્કેલ (શાંત)

74 અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ..…....… રહે છે. (અનુકુળ)

75 બંને પુત્રો તો ચંદનવાડી જવા........... બની રહ્યાં હતાં. (અધીરા)

76 ચંદનવાડી આગળ શેષ નદી............ વળાંક લેછે. (બહુ ઘાટીલો) 

77 શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો......... જણાયો નહીં. (બીલકુલ)

78 એણે અનેક પ્રસિધ્ધ ....... ગ્રંથો વાંચી નાખ્યા. (પ્રાચીન) 

79 ધીમે ધીમે ............... એતરફ વળ્યો. (વાંચન)



80 ને બારેય માસ માથુ ફોડવા......... પુરતુ લોહી નથી ( છતાં) 

81 હું તમને એક...... છતા પુસ્તકમાંથી વાર્તા કહું તે સાંભળે (પ્રાચીન)

82 અનેક ...........શાક્યપુત્રોએ સંસાર છોડ્યો છે (અભિજાત)

83 ............ભદ્રિક અનુરુધ્ધનો ખાસ મિત્ર હતો.(રાજપુત્ર)

84 આવી..........વૃત્તિને હું બિલકુલ પસંદ કરતો નથી. (પ્રચંડ)

85 પેલા....... .બેન્ક માલિકે છુટકારાનો દમ લીધો. (વૃદ્ધ)

86 ઋતુ ઋતુ પ્રમાણે.......પ્રસાદ બનાવેલા. (ત્રણ)

87 અનુરુધ્ધ અને ભદ્રિક........દિવસમાં પ્રવ્રજ્યા લેવાના

છે. (ચાર-છ)



 88 શ્રમણ થવું........... સેહલું છે. (વધારે)

89 આપણા.......પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. (બધા)

90 ..........પ્રતિનિધિઓ એકબીજાનાં મોં જોવા લાગ્યાં.

(પાંચ, પંદર)

91 મેં ........... મજલ જતી કરી હતી. (છેલ્લી) 

92 દ્રૌપદીના...... પુત્રો ગયા. (પાંચ) 

93 આ રહ્યો દુર્યોધન,........... આંખે જોઈ રહ્યો. (રાતી)

94 ...........બચ્ચાં ટળવળી રહી માત સામું જુએ છે. (નાનાં ) 

95 માનવજીવનમાં શોષણ મા......…… ક્ષેત્રમાં જ ચાલે છે. (આર્થિક)

96 આઘેથી તમાકુનાં...... ખેતર દેખાતાં હતાં. (લીલાછમ)

97 ..........હજો તારા કર. (અમૃતસ્ત્રવિયા) 

98 જઈ વરું દમયંતી........... (રૂપનિધાન) 

99 .......... કાશ્મીરનો સૂર્યોદય તો..... સમય હતો ( સોહામણા, અભિરામ)

100 એમની આંખોમાં………...... આંસુ આંસુ હતા. (આનંદના) 

101 .......... એણે મને સંસ્થાના વાયાથી માંડીને અત્યારે સુધીની વાત કરી. (ચાલતા ચાલતા)

101 .........ખાજા" ........ખાજા " મોકલ (નથી, નથી) 

102 ........ સાલ વરસાદ......થાય તો પાછા મલકમાં જતાં રહેશો ? (આ, સારો) 

103 ભોજા જેવો.........આદમી પણ ભડકી ઊઠ્યો. (ભડ)