આપણા બંધારણીય અધિકારો

આપણા બંધારણીય અધિકારો


🇮🇳આપણો ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે. 


🇮🇳આપણા દેશમાં સંચાલન, દિશાનિર્દેશન તથા તમામ કાયદાઓનો સંગ્રહ કે જેને આપણે સર્વોચ્ચ કાયદો કહી શકીએ એ ભારતનું બંધારણ છે. 


🇮🇳દેશમાં બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં 26 નવેમ્બર 1949ના દિવસે પસાર થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. 


🇮🇳આપણા આ જ સંવિધાને આપણને વિવિધ મૂળભૂત હકો આપ્યા છે જેને બંધારણીય માન્યતા હોવાથી એ સર્વોપરી છે અને દરેક ભારતીયને લાગુ પડે છે. 

🇮આપણે સ્વતંત્ર પણે રહી શકીએ છીએ, 💠♻️દરેકને સમાન તક મળે છે, ♻️💠દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાનો અધિકાર છે, ♻️💠કોઈ વ્યક્તિનું શોષણ થતું હોત તો તેની સામે પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર વગેરે બાબતો આપણા બંધારણમાં આપણા મૂળભૂત અધિકાર તરીકે સમાવિષ્ઠ છે.

આમુખમાં થયેલા સુધારાઓ

♻️💠✅ બંધારણના પ્રારંભે મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી. ✅અનુછેદ 31 કે જેમાં મિલકત ધરાવવાનો અધિકાર હતો તેને 44માં બંધારણીય સુધારા દ્વારા 1978થી રદ કરવામાં આવ્યો અને તેને કાનૂની અધિકારમાં સમાવવામાં આવ્યો. હાલમાં 6 મૂળભૂત અધિકારો છે.

🙏🙏 મિત્રો, આજે આપણે આપણા બંધારણીય અધિકારો/હકો વિષે પરિચય મેળવીએ....

🔘ભારતના બંધારણના મૂળભુત અધિકારો (ભાગ 3, અનુચ્છેદ 12-35)


👉1. સમાનતાનો અધિકાર (અનુચ્છેદ 14-18)

👉2. સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19-22)

👉3. શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)

👉4. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)

👉5. સાંસ્કૃતીક અને શૈક્ષણીક અધિકારો (અનુચ્છેદ 29-30)

👉6. બંધારણીય ઈલાજનો અધિકાર (અનુચ્છેદ 32)

બંધારણમાં સુધારાની પદ્ધતિ

🎯સમાનતાનો અધિકાર/હક (અનુચ્છેદ 14 થી 18) ​​🎯


👉અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો અધિકાર

👉અનુચ્છેદ 15 : સામાજીક સમાનતા અને જાહેર સ્થળો પર સમાનતા

👉અનુચ્છેદ 16 : જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં સૌને સમાન તક અને પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા

👉અનુચ્છેદ 17 : અસ્પૃશ્યતા નિવારણ

👉અનુચ્છેદ 18 : ખિતાબોની નાબૂદી ( "રાય બહાદુર" અને "ખાન બહાદુર" નાં જેવા ખિતાબો નાબૂદ કરાયા )


✅✅સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19 થી 22)✅✅


👉અનુચ્છેદ 19 : જે અંતર્ગત બંધારણમાં કુલ 6 પ્રકારની સ્વતંત્રતા આપવામા આવી છે.


1. જાહેર સ્થળએ શસ્ત્રો વગર એકઠા થવાનો અધિકાર (સ્વતંત્રતા).


2. સંગઠનો સ્થાપવાની સ્વતંત્રતા (કો-ઑપરેટીવ, બિન સરકારી સંગઠનો).


3. ભારતમાં કોઈ પણ સ્થળે મુક્તપણે ફરવાની સ્વતંત્રતા.

4. ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે સ્થાયી થવાની સ્વતંત્રતા.

5. વાણી અને મુક્તપણે વિચારવાની સ્વતંત્રતા.

6. ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે કામ (Business) કરવાની સ્વતંત્રતા.


👉અનુચ્છેદ 20 : જે મુજબ કોઈ પણ વ્યક્તિ ને ગંભીર ગુના (બળાત્કાર/ખૂન) અને બંધારણના ભંગ જેવા ગુના સિવાય ધરપકડમાંથી જમાનત મેળવવાનો અધિકાર. જેમા દર્શાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને એક જ ગુનામાં એક કરતા વધારે વાર સજા ન થઈ શકે.


👉અનુચ્છેદ 21 : વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર.


👉અનુચ્છેદ 21 (A) : શિક્ષણનો અધિકાર – 6 થી 14 વર્ષના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણનો અધિકાર


👉અનુચ્છેદ 22 : અમુક કાનૂની કેસો મા ધરપકડ કે અટકાયત વિરોધી સ્વતંત્રતા.


શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)


મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ


બાળ મજૂરી પર પ્રતિબંધ


🎯🎯ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)🎯


👉અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા,

 👉આચરણ અને પ્રચાર કરવાની માન્યતા

👉ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની માન્યતા

👉ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ

👉ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા


🔰સાંસ્કૃતીક અને શૈક્ષણિક અધિકારો (અનુચ્છેદ 29-30)🔰


♦️લઘુમતીઓના હિતોનું રક્ષણ

♦️લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર


🇮🇳🇮🇳બંધારણીય સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 32)🇮🇳


✅બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus)

✅પરમાદેશ

✅પ્રતિષેધ

✅ઉત્પ્રેષણ

✅અધિકાર પૃચ્છા

No comments:

Post a Comment