Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

ગુજરાતી વ્યાકરણ :- ભાવાત્મક ગદ્યલેખન

ગુજરાતી વ્યાકરણ :- ભાવાત્મક ગદ્યલેખન

                                                                   ✒️ભાવાત્મક ગદ્યલેખન ..✒️



.✒️ ભાવાત્મક ગદ્યમાં પરિચ્છેદ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો ? ...


*  જ્યારે લખનારના ભાવ ને સંવેદનો કંઈક વધુ ગતિ ને તીવ્ર લયમાં રજૂ કરવાનાં હોય ત્યારે ભાવાત્મક ગદ્યન ઉપયોગ થાય છે . 


* સામાન્ય રીતે કોઈ ઘટના , પ્રસંગ , કોઈ પાત્રની મનોદશા કે પરિસ્થિતિ , દુઃખદ કે કરુણ બનાવો , જીવનમાં શ્રમ , પ્રાર્થના , અહિંસા , શિસ્ત જેવી બાબતોનું મહત્ત્વ , અકસ્માતનું દૃશ્ય , ઉજવણી , સમસ્યા , સમારંભ , મુલાકાત વગેરે બાબતો પર ભાવાત્મક ગદ્યમાં પરિચ્છેદ લખવાનું પુછાય છે .


*  ભાવાત્મક ગદ્યમાં પરિચ્છેદ આશરે સિત્તેરથી એંશી શબ્દોની મર્યાદામાં જ ( આશરે દસેક લીટીમાં ) લખવાની સૂચન હોવાથી લધુ લંબાણથી પરિચ્છેદ ન લખાઈ જાય તેની કાળજી રાખવી . 


* ભાવાત્મક ગદ્યલેખન માટે જે વિષય આપ્યો હોય તેની નીચે એ વિષયને અનુરૂપ જે શબ્દો કે શબ્દસમૂહો આપ્યા હોય તેનો ઉપયોગ કરીને , આ પરિચ્છેદ સાદાં ને સરળ વાક્યોમાં લખો . 

યાદ રાખો : ભાવાત્મક ગદ્યમાં પરિચ્છેદ સાદા ભૂતકાળમાં લખવા સૂચના આપી હોય તો કાળ બદલવો નહિ .

* કંઈક અલ્પ સ્પર્શેલાં , સાવ આછાં અનુભવાયેલાં સંવેદનો કે અકથ્ય લાગણીઓ અહીં રજૂ કરવાની હોવાથી તમારી કલમ આ પ્રશ્નના મહાવરાથી બરાબર કસાયેલી હોવી જોઈએ . ... 

* ભાવાત્મક ગદ્યલેખનમાં વાદાત્મક ગદ્યની સરખામણીએ કેટલીક બાબતો ખાસ યાદ રાખવી . જેવી કે , ' પો ઈચ્છયું કે ધાર્યું નહિ છતાં એવી લાગણી અનુભવી બેઠો ' એ રીતે વાક્ય રચનાઓ કરવી . ક્રિયાપદોનો બને એટલ ઓછો ઉપયોગ કરવો . પૂર્ણવિરામોને સ્થાને શક્ય હોય ત્યાં ઉદ્ગાર વાક્યો મૂકવાં . ભાવને વધુ તીવ્ર બનાવવા ઉચિત વિશેષણો પ્રયોજવાં . ટૂંકાં અને ક્યારેક તો અધવચ્ચેથી છોડી દીધેલાં વાક્યો ઉપયોગમાં લેવાં અને લખાણને અંગ બનાવવું .


 * ટૂંકાં વાક્યોનો શક્ય એટલો વધુ ઉપયોગ કરવો , ભાવાત્મક ગદ્યમાં અંગતતાનો સ્પર્શ વધુ થવો જોઈએ . પોતાન અભિપ્રાય , પોતાની વાત , તીવ્રતાથી અને મક્કમતાથી રજૂ થતી હોય તેમ લાગવું જોઈએ . 


* વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર ક્રમે - ક્રમે વધતી જવી જોઈએ અને શક્ય હોય તો છેલ્લા વાક્યમાં રૂપક અલંકારના ઉપયો દ્વારા તીવ્રતાની ટોચ સુધી પહોંચવું જોઈએ .

* સામાન્ય રીતે લખાણમાં કર્મણિ રચનાઓ વધુ વપરાય એ અપેક્ષિત છે ; અને ઉદ્ગારવાચક તથા પ્રશ્નાર્થસૂચક વાક્યોન વપરાશ વધુ થાય એ ઈચ્છનીય છે .


ભાવાત્મક ગદ્યલેખન નો એક નમુનો :-


.✒️   શબ્દયાદી :

                                  સૈનિક જવાન , ગામ , પાડોશી દેશ , આક્રમણ , ફરજ , ફરમાન , સ્વજનો , વ્યાકુળ , હ્રદય ભરાઈ આવવું , માતા , ધ્રૂસકે ધ્રૂસકે , પત્ની , બાળક , હઠ પકડવી , બહેન , મંગલ કામના , પ્રાર્થના , માભોમની રક્ષા . 

 

 .✒️   ઉત્તર : 

                                    

                                    ૨જાઓ લઈને પોતાનાં સ્વજનો સાથે વતનમાં એકાદ મહિનો શાંતિથી રહેવા આવેલા લશ્કરના એક જવાનને એકાએક તેના કમાન્ડરનો તાર મળ્યો . પાડોશી દેશે એકાએક આક્રમણ કર્યું હોવાથી તાત્કાલિક ફરજ પર હાજર થવાનું ફરમાન થયું હતું . હજી તો માંડ બે - ચાર દિવસ જ સાથે રહેવા મળ્યું હતું ત્યાં તો વિદાયની ક્ષણ આવી પહોંચી . આ વેળાની વિદાય ખૂબ વસમી હતી , કેમ કે તેને બારોબાર યુદ્ધભૂમિ પર જ જવાનું હતું . સૈનિકનાં સ્વજનો આકુળવ્યાકુળ થઈ ગયાં . પિતાનું હૃદય વ્યથાથી ઉભરાઈ ગયું . માતા છાતીફાટ રુદન કરવા લાગી ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી . સૌથી વધુ દુઃખી થઈ રહી હતી : સૈનિકની પત્ની ! " ન કહેવાય અને ન સહેવાય ” એવી કારમી વેદનાથી એનું કલેજું ચિરાઈ રહ્યું હતું ! પરંતુ સૈનિકનાં અણસમજુ નાનાં બાળકોને તો આ વિદાય પ્રસંગની કોઈ ગંભીરતા સમજાતી જ નહોતી , એ તો પોતાના પિતાની સાથે ફરવા જવાની હઠ લઈને બેઠાં હતાં . આ બધાંમાં કંઈક સ્વસ્થ હતી સૈનિકની મોટી બહેન : જે રાષ્ટ્રસેવિકા હતી ! એણે પોતાના બહાદુર ભાઈના ભાલ પર કુમકુમ તિલક કરી , માભોમની રક્ષાની મંગલ કામના સાથે પોતાના વીરાને ભાવભીની વિદાય આપી

No comments:

Post a Comment