સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પીએમ કિસાન એપ્લિકેશન નું સંચાલન કરવામાં આવે છે. પીએમ કિસાન એપ દ્વારા હવે તમે આ યોજના ને લગતી કોઇપણ માહિતી તમારા મોબાઈલ માં જોઈ શકો છો. જો કોઈ પણ પ્રકારના નોંધણી કે સુધારો તમે કરવા માંગતા હોવ તો પોર્ટલના બદલે તમે PM કિસાન એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો. અહીં તમે યોજનાની વિગતો, આધારકાર્ડ, નોંધણી, ફોર્મ માં સુધારો, યોજનાનું લિસ્ટ વગેરે માહિતી જોવા મળશે.

પીએમ કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરવા તમે ગુગલ પ્લે સ્ટોર પર જઈ “PM Kisan App” સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો અથવા અહી ક્લિક કરી ડાયરેક્ટ ડાઉનલોડ કરો.