Gujarati Poem by shekh sanjay

 સ્વરચિત ગુજરતી કાવ્યનો ખજાનો 

                                 સંજય શેખ 




























































































સ્વરચિત ગુજરાતી કાવ્યસંગર્હ | ગુજરાતી સાહિત્ય | gujarati poem

 અદ્ભૂત કળા કરી ....


વારી જાવ આ જગતની સુંદરતા પર તેવી સુંદરતા સર્જી છે,

આ જગતને સજાવવાની અદભુત કળા કરી છે.


ભાત ભાતની ને જાત જાતની કુશળતા વાળી તે માનવી ઘડી છે,   

તે     ન ખૂટે કર્યા વખાણ તેવી અદભુત કળા કરી છે.


પહોંચે નહીં મત્તી મનેખની તેવી મોર પીંછમાં અનુપમ સજાવટ સર્જી છે, 

કોકિલ કંઠ કર્ણ પ્રિય બનાવી તે અદભુત કળા  કરી છે.


અફાટ સમુદ્રને હંમેશ દોડવાની અદભુત ફાવટ અર્પી છે,

મધ્ય દરિયે ઉઠતા મોજાંને કિનારે  કરવાની તે અદભુત કળા કરી છે.



એક વીર ખોવાણો....



વળી પાછો એક વીર હોમાણો,દેશ કાજે એક મહારથી ખોવાણો,

શું સમર્પણ છે એ સપૂતનું તેએક કાજ માટે ઘરે ફરી ક્યારેય ન ડોકણો.


દરિયા દિલી તો જુઓ એની કે રહે ખુશખુશાલ દેશ માટે બરફે ઢકાણો,

ન કરે મરું ભૂમિ સર કોઈ માટે સામી છાતીએ  ગોળીયે વીંધાણો.


રહે આબાદ આ વતન હરહંમેશ તેના માટે સરહદે ખડે પગે ખોડાણો,

વતનને ન રહે ગયા પછી ખાલીપો માટે સીમા પર પાળિયોથઈ પૂંજાણો.


ન તૂટે આ વતનનું સ્વાભિમાન માટે જાણી ન જાણી હરેક રાહે રોકાણો,

રહે ઉન્નત્ત મસ્તિષ્ક માતનુ માટે હસતા હસતા દુશ્મન હાથ કપાણો.





જોયા છે......

નરી આંખે બાળક થી વૃદ્ધમાં બદલાતા સમયને જોયો છે,

ને સમયે સમયે આખો યુગ બદલતો મેં જોયો છે.


વિચારવા મજબુર કરે છે પ્રત્યેક એ ક્ષણ કે ક્યાં રહી ખોટ,

એ ખોટને બદલતો આખો ઇતિહાસ મેં જોયો છે.


ત્યાગ ,સમર્પણ ,શોર્ય ને સેવાનો અતુલ્ય સંયોગ જ્યાં સધાણો,

 તે આ સમગ્ર હિંદમાં ક્ષાત્રવટ ને મેં  જોયો છે.


મોત માત્ર એ મોત નહીં પણ રુઆબ ને ખાનદાની છે,

એ ગુરુર દેખાડતો કુંડાળે મોત નો પાળીયો મેં જોયો છે


પીર, પીરાય ને સંતપણા એમનામા નથી મળતાં બધે,

કામવા પડે એ ગુણ તે ગુણિયલ સપૂતો ઘણા જોયા છે


ફરિયાદ નથી કરી......


જરૂયાતો છે ઓછી ને ઈચ્છાઓ છે ઘણી,

માટેજ કુદરતને કોઈ ફરિયાદ નથી કરી.


શું હું એકલો ને મળવું છે આખા જગતને,

મુલાકાતની આ જીદ કાજ કોઈને ફરિયાદ નથી કરી.


જગત ખીલેલા હાસ્યને જ પસંદ  કરે છે,

માટે ક્યારેય ઉદાસ ચહેરાને કોઈ ફરિયાદ નથી કરી.

 

બાગના પુષ્પની જેમ ખીલેલી છે રંગીન જિંદગી,

માટેજ મુર્જાયેલા પુષ્પો ને કયારેય ફરિયાદ નથી કરી.


ગજબની તાસીર છે કુદરતની જે આવે તે ચોક્ક્સ જાય

માટેજ  કુદરતને વધુ જીવવાની કોઈ ફરિયાદ નથી કરી.



જુઓ......


વ્હાલ માટે વલખતા દિલના કટકાને પુછીતો જુઓ,

શું બનવું છે તારે જિંદગીમાં એમ બોલાવીતો જુઓ.


ઘમંડમાં ચકચૂર હે માનવ પાસું  વળી તો જુઓ,

બાળકનું બાળપણ ક્યાં રોળાઈ છે તપાસી તો જુઓ.


દફણા મારે જ્યાં ત્યાં ને કરે અવળાય બધી કોરે,

સંસ્કારી વ્યક્તિત્વવાળો માણસ બની તો જુઓ.


ક્યાં રહી ઊણપ,કચાસ તેને ઉંડેથી તપાસી તો જુઓ,

ભૂલને સુધારી તેની પ્રેરણા બીજાને આપીતો જુઓ.






મહાપર્વ આયો.....



સજાવો ઘર ને સજાવો આંગણ આયો રૂડો મહાપર્વ,

મહેકાવો મહેલ ને મંદિર દિવાળી કેરો   મહાપર્વ આયો.



હૈયા ના હાલરડે જુલાવો,મેલવો લાપસી કેરા આંધણ,

અસત્ય પરે સત્યના ગીત ગાતો દિવાળી કેરો મહાપર્વ આયો.


વધાવો કુમકુમ,ચોખલિયે ને ચોકે મીઠાઇયો વહેંચવો,

અબાલ વૃદ્ધ સૌ હોંશે માનવો દિવાળી કેરો મહાપર્વ આયો .


ભૂલી વેરઝેર સર્વને અપનાવો,બનવો પારકાને પોતાના,

ભૂત ભુલી વર્તમાનને મહેકાવો દિવાળી કેરો મહાપર્વ આયો.




હું જાવ છું

અતુલ્ય છે  મૈત્રી કિંમત લગાવી ન લાગે તેની,

યારીની કિંમત જાણી શકે તે ભેરુંની શોધે હું જાવ છું.


ભાઈબંધ ,દોસ્તો ની સાથે ઉડાવી મઝા મહેફિલની,ને

રહી કચાશ મદમસ્તતાની તે મસ્તીની શોધે હું જાવ છું.


કહેતા દોસ્તો રહીશું સાથે ને કીધો અળગો  મને,

બસ એ સાથ નિભાવવાની ક્ષણની શોધે હું જાવ છું.


નવરાબેસી કરતા વાતો મલકનીને રહેતા મસ્તીમાં મગ્ન ,

તે મસ્તીના મીઠાં મિષ્ટાન ને  શોધવા હું જાવ છું.


ક્યાં  ભટકું છું એકલો અટૂલો કે ભૂલો પડું એકલો,

ફરવાની ફિતરત પાળી તેથી ભેરુંની શોધે હું જાવ છું.


કોણ સમજાવે મતલબી દુનિયાને મૈત્રીની અહેમીયત,

રે"શેખ"એટલે જ કૃષ્ણ ને સુદામાની શોધે હું જાવ છું.


છે અહીંયા દીવાળી....


નવી નવી તરેહ આંખોમાં છે પંપાળી,

નક્કી આવનારા સમયમાં છે અહીંયા દિવાળી .


ગલી મહોલ્લામાં રંગોથી ફગોળાતી મેં છે ભાળી,

નક્કી આવનારા સમયમાં છે અહીંયા દિવાળી .


છત ને ભીંત થાય છે ગળી ગળી ને બધે રૂપાળી, 

નકકી આવનાર સમયમાં છે અહીંયા દિવાળી .


બજારો છે ભરી ભરી ને પુષ્કળ કરી ખરીદારી,

નક્કી આવનારા સમયમાં છે અહીંયા દિવાળી.


નામી અનામી મિષ્ટાનોથી ભરી છે અહીં થાળી,

નક્કી આવનારા સમયમાં છે અહીંયા દિવાળી.


વાતો ભૂલી ભુતકાળની કરી નવવર્ષની ઉજાણી,

નક્કી આવનારા સમયમાં છે અહીંયા દિવાળી.


કોઈ.....


મૂઢ બની વાગોળે વિતકને કોઈ,

નવરા બેસી બાંસુરી બજાવે કોઈ.


સંકલ્પ ,અર્થઘટન સેવવા બેઠા કોઈ,

વ્યાધિ ઉપાધિ શિર લીધી બીજી કોઈ?


સદકાર્ય  સેવે છે અહીં તહીં કોઈ,

મીઠા મેવા ખાઈ કોઈ ના અહીં કોઈ.


સ્વાર્થ અને દંભ પુંજે છે સૌ કોઈ,

વ્હાલ માટે વલખા મારે છે ઘરે કોઈ.


અજ્ઞાનથી ભરેલાને પૂછે નવ કોઈ,

અહીં ઈશ્વર નામે  ધુતે છે સૌ કોઈ.



ગોતતો રહ્યો....


વરસી ર'યો વરસાદને હું ભીંજાતો રહ્યોં,

આંખ ખોલીને જોયું તે સમણું ગો'તો રહ્યો.


અજીબ તાસીર રચનારની બધું અહીંયા છે,

આમ તેમ ભટકી નાહકનું ગો'તો રહ્યો.


સર્વત્ર ખીલી ઉઠ્યું નવપલ્લવિત થઈને અહીં,

ખુશ્બુ ન માણી અનુપમ પેશગીની ને શકુન ગો'તો રહ્યો


તરણે રહેલા બુંદ તર્જની પરે લઈ વિલોકી રહ્યો,ને

છેલ્લા વરસાદની ભીનાસને ગો'તો રહ્યો.






વાર નથી લાગતી.....


બાળક સમજી ન હસો બાળકના બાળપણા પર,

અહીંયા સમય પસાર થતા વાર નથી લાગતી.


દુનિયાદારીની ભાગદોડમાં બધે સંબધો સાચવી લેજો,

નહીં જેવી બાબતમાં સંબધો તૂટતા વાર નથી લાગતી.


પરિચિત -અપરિચિત સામે રે'વુ હંમેશ સ્મિત રેલાવતું,

વાટે વે'વાર ન સાચવો તો મોં બગડતા વાર નથી લાગતી


ન કરો સુંદરતા પર અનહદ  અભિમાન સૌંદર્યનું,

અનુપમ સૌંદર્યનો નિખાર ઢળતા વાર નથી લાગતી.


પ્રભુકૃપાએ મળેલી અમીરાતના નશામાં ન વધુ નાચો,

મળેલ તે લખલૂટ સંપદાનો નાશ થતા વાર નથી લાગતી.



મળી છે આ મૂલ્યવાન જિંદગી તો કંઈક બની બતાવો,

જીવન ટકાવતો શ્વાસ તૂટતા વાર નથી લાગતી.


વિદ્યામાં પારંગત થઈ વિદ્વાન થયાનું અભિમાન ન કર,

ભલાઈના કામમાં વિદ્યા ના'વે  તો વિદ્વવતા જતા વાર નથી લાગતી.


કંઈક સમ્રાટોની હસ્તી મટી ગઈ  રાજ વિસ્તારવા કાજ,

માટે થોભીજા આ જબરી વસ્તીમાં હસ્તી ખોવાતા વાર નથી લાગતી.


છઠ્ઠીમાં મળેલા નામથી બહુ ઊછળકુદ ના કર તું,

મળેલા એ નામને રેશનકાર્ડમાં કાઢતા વાર નથી લાગતી.


સમય છે હજી ઘણો માટે હે માનવ તું થોભી જા,

પછી 'યમ' સામે ઘૂંટણીયા ટેકતા વાર નથી લાગતી.





રહેવું પડે......

કોઈ પૂછે કેમ છે તો મજામાં છું એમ કહેવું પડે છે,

દરેક સામે વાતે વાતે મોં મલકાવતું રહેવું પડે છે.


કોઈ પ્રસંગે સુઝે નહીં કાઈ ત્યારે કોઈને પૂછવું પડે છે,

સમજાય કે ના સમજાય પણ હા કહેતું રહેવું પડે છે.


સફળતા મળે ન મળે તો પણ ચાલતું રહેવું પડે છે,

નડે નિષ્ફળતા નો પહાડ તો તેને ખસેડતું રહેવું પડે છે.


રાહ રસ્તે ચાલતા પરિચિતો ને ઓળખતા રહેવું પડે છે,

માન જાળવવા ખાલી ખીસા ખંખેરતુ રહેવું પડે છે.


ચોમેર ફેલાણી છે અરાજકતા માટે ડરતું રહેવું પડે છે,

અહીંયા સૌને પોત પોતાનો જીવ બચાવતું રહેવું પડે છે.


કોને ખબર ક્યારે આ દુન્વયી ઘરને ખાલી કરવું પડે,માટે

 જીવતા રહ્યાની બધાની સાબિતી આપતું રહેવું પડે છે.


ખોવાઈ છે હસ્તી...


રમખાણ મચી છે ચારે કોર ચકડોળે ચડી છે બધી વસ્તી

હુસાતુસી કરતી કસ્તીમાં સર્વેની ખોવાઈ છે હસ્તી,


મોજમજા કેરી જિંદગી અધૂરી રહી જિંદગી મસ્તીમાં

માટે ન મળ્યું કંઈ તે માટે સર્વેની ખોવાઈ છે હસ્તી.


બધું મસ્ત મસ્ત ગોતવાની ચાહતે મુંજાણી બધી વસ્તી,

ચડિયા અવળે રવાડે માટે સર્વેની ખોવાઈ છે હસ્તી.


બધે જામી છે એક અજીબ નામ બનાવવાની મસ્તી,

અધૂરી ન રહે કચાસ માટે સર્વેની ખોવાઈ છે હસ્તી.


અહીંયાં નથી મળવાનું કશું છતાં જામી છે બધી વસ્તી,

સમ્રાટ અશોક જેવાની પણ અહીંયા ખોવાણી છે હસ્તી





તમે જોયું છે???


ઝાકળના બૂંદમાં પાછલી રાતની ઠંડક ને પર્ણનું લુપાચુપી રમવું  મેં જોયું છે શું તમે જોયું છે?


સવારે સૂરજના કિરણમાં સુવર્ણ ખરતું ને પુષ્પને કમર મચકી ઉઠતું મેં જોયું છે શું તેમ જોયું છે?


વાતાવરણને પ્રફુલ્લિત કરતું પક્ષીનું કુંજન ને ઝાલરનું મધુર ગુંજન મન બહેલાવતું મેં જોયું છે શું તમે જોયું છે?


મધ્યાહ્ન સમયે રહેતું બધું શાંત ને ક્ષણ ભર માનવતા કરતી વિશ્રામનું દ્રશ્ય મેં જોયું છે શું તમેં જોયું છે?


સંધ્યા ના મનોરમ્ય સૌન્દર્યમાં ને આહલાદક સૂર્યાસ્તમાં આખો દિનનું તેજ અસ્ત થતું મેં જોયું છે શું તમે જોયું છે



હૈયા વરાળ....


કલ્પના કરું તો કપાળ પલળે છે,વિચાર કરું તો વાન,

શું કરું શુ ન કરું તે સુજે એ પહેલા બદલે છે માથે વાળ,


અવળાયની તો હવે હદ થઈ છે, સમજે તો ઘણું સારું,

રંધાતુ  રંધાતુ બધું ગંધાતુ થયું ને હાથે વળગી છે બાળ.


બહુ રમ્યા છળકપટની રમતું,ને કર્યા ઘણા બધા કપટ,

હવે તો છોડો આ દબંગાઈને નહીં બુઝાઈ આ જાળ.


બેગુનાહ પીસાય કાયદે ને ગુનેગાર બને માતેલો સાંઢ,

બંધ કરો જાકુબ ધંધો નહીંતર નહીં રે માથે એ'કે વાળ.


અંગુઠા છાપને આપે છે જે રાજ સત્તા ની હાથે લગામ,

તેમને હવે વધુ ન સંછેડો શીદ બોલાવો મોઢે ગાળ.

                                                             ~    સંજય શેખ


નીકળ્યો છું......



જ્ઞાનનો ઉપાસક છું ,જ્ઞાનને ગોતવા નીકળ્યો છું,

નકામી લાગતી વાતો ખંખેરી કંઈક જાણવા નીકળ્યો છું.


અજાણ છે બધું ડગલે ને પગલે ચાલતા અહીંયા,એટલે

મન મેળાપ કરાવતા માધવને ગોતવા નીકળ્યો છું.


જે ધર્મસ્થાનો માટે ઝઘડે છે ધર્મનિષ્ઠ સર્વે મનુજ,

તે રામના એ ખરા દેશને ગોતવા નીકળ્યો છું.


ભૂખ તરસથી તલસતા રંકની સ્થિતિ છે નાજુક,

તવંગરોથી ભરી દુનિયામાં માનવતા ગોતવા નીકળ્યો છું.


હું જાણું શું અહીંયા અજાણ છે બધું એ સર્વે જાણવું,

છતાં તે અજાણતાનું જ્ઞાન ગોતવા નીકળ્યો છું.



ટૂંકી પડે......

યાદોમાં સમાવું તો યાદ ટૂંકી પડે,

સમણામાં સમાવું તો રાત ટૂંકી પડે.


ગરિમા છે અદ્ભૂત આ જગતની,

વાત કરવા બેસું તો જિંદગી ટૂંકી પડે.


લાંબી છે જિંદગીની રાહ રસ્તે ચાલતા,

ઉભો જો રહું તો આજની ઘડી ટૂંકી પડે.


અજીબ છે અહીયાની રહેવાની રીતભાત,

ગોતો સાચો રિવાજ તો સભ્યતા ટૂંકી પડે.


અહેસાન ફરામોસ છે આ ઇન્સાન,

સમજવા બેસો ઇન્સાનને તો મત્તી ટૂંકી પડે.


નવીન ને અજીબ છે આ શબ્દો ની માયાજાળ,

પ્રાસ મેળવા બેસો તો આખી ભાષા ટૂંકી પડે.

                                                    - સંજય શેખ


એમ પણ થાય.


પુસ્તક ઉપાડો હાથે નથી વાંચવું એમ પણ થાય,

દબદરની વાગે ઠોકર ને મન બેકાબુ બને એમ પણ થાય


દિવાતળે જ હોય અંધારુંને સર્વત્ર હોય પ્રકાશમય,

ને પડછાયાનો ડર મન ભરમાવે એમ પણ થાય.


કાતિલ હોઈ રાત્રીને એથી વધુ ભયાવહ તેના સમણાં,

ગોતવા બેસો તે યાદોને હાથ ખાલી રહે એમ પણ થાય


દાવ ખેલો શતરંજનો સામે પ્યાદા ખડખડાટ હસે,

અધૂરી રહે આશાઓ અને તમે હારો એમ પણ થાય.


સમેટો બધી આંગળીઓને ખાલી રહે જગ્યા મધ્યે,

ભેગું કરો પોતા માટે ને વાપરે બીજા એમ પણ થાય.



મજબૂરી......


શીદ કરો નવરા બેસી ડોળાઈ,

બધે બધું આમ તેમ છે ભેળાઈ.


મોટી કરે જ્ઞાન,અજ્ઞાનની વાતું ને પછી,

સાંભડે ભરાઈને હરખાઇના હલવાઈ.


કરે વાત અકલ્પનિય વિકાસની ને પછી,

સબરડા નીકળે ત્યારે ઉભી બજારે રોળાઈ.


ક્યાંની આવી પાયમાલી લાવ્યા છે શોધી,

કે વાતે વાતે ને દરેક વખતે શિક્ષણ છે ડોળાઈ.


કાંઈક તો હશે મજબૂરી આપડી સૌની,

નહીંતર આમ થોડા કોઈ બધા બધે હલવાઇ.



ફિતરત....


નવું નવું જાણવાની મેં અજીબ કરતબો કરી છે,

હકીકત જાણવાની એક નવીન ફિતરત પાળી છે.


માનવ માનવે થતા મતભેદ જાણવાની હિમાકત કરી છે

શું છે બધી આફતો તે જાણવાની ફિતરત પાળી છે,


ઝગડાલું બનેલા મનને કઈક કહેવાની ગુસ્તાકી કરી છે,

ક્યારેય ન બને એવું તેને સમજવાની ફિતરત પાળી છે.


ગતિભંગ ન થાય જિંદગીની માટે મુસીબતો સામે બાથ ભીડી છે,

કોઈ ભૂલ રહે નહીં તે સમજવાની ફિતરત મેં પાળી છે

                        

                                       - સંજય શેખ




આંખડી મીચણી....


નૂતન વર્ષની ભલે  કરો હર્ષ ઉમંગથી ઉજાણી,

નવ ભૂલો વિરોને જેની દેશ કાજ આંખડી મિચાણી.


જેની માત ,ભગિની કરતી વિરાની વાતોની લહાણી,

નવ ભૂલો વિરોને જેની દેશ કાજ આંખડી મિચાણી.


પાડ તેમનો કે હંમેશા સૌ કરી દિવાળીની ઉજાણી

નવ ભૂલો વિરોને જેની દેશ કાજ આંખડી મિચાણી.


જેના બાળકો કહે બાપના આવવાની એક કહાણી,

નવ ભૂલો વિરોને જેની દેશ કાજ આંખડી મિચાણી.


શું મંજર હશે જ્યારે મોતની રાણી તેની સાથે પોખાણી

નવ ભૂલો વિરોને જેની દેશ કાજ આંખડી મિચાણી.


નૂતનવર્ષની ભલે  કરો હર્ષ ઉમંગથી ઉજાણી,

નવ ભૂલો વિરોને જેની દેશ કાજ આંખડી મિચાણી.


              ખંડન....                   


નાત જાત ની કોઈ જાત ન હતી,

બધા એક ની એક રિયાસત હતી.


અખંડતાની એક મનોહર આ તસ્વીર,

સર્વને લોભાવતી નિરાળી દાસ્તાન હતી.


સહુ સાથે રહેવાની એક રીત બતાવી,

તે ભાઈચારોની  એક ખાસિયત હતી.


ધર્મગ્રહણ લગાડી કલંકિત કરી આ ધરાને,

બરબાદ કરવાની કેવી ગુસ્તાકી હતી,


દેશ વહેંચવાની કેવી આ બરબરતા નોતરી, તે

ધર્મનામે જગડાવતા નેતાની કેવી હેવાનીયત હતી.




દીકરી..



પિતાના આંખનું હિર ને હૈયા કેરો હાર છે દીકરી,

ઘર કેરા હેતનો દીવો ને તુલસીનો ક્યારો છે દીકરી.


મૃદુલ હાસ્યની કળી ને ઘરનું મહેકતું કમળ છે દીકરી, 

માતાની સાચી સખી ને દાદાની લાડકી લાઠી છે દીકરી.


ભાઈના હાથનું ઘરેણું ને હોઠ કેરી મુસ્કાન છે દીકરી,

બાપના સ્વાભિમાન ને સાફાના છોગા સમી છે દીકરી.


ખડગની ધારે ખરા સમયે દેશની વારે ચડનાર છે દીકરી,

ઘૂંટણે બેસાડી ધોળાને ધૂળ ફાંકતો કરનાર છે દીકરી.


અવકાશે આંબનારી ને હીમ હરાવનાર છે દીકરી,

ધરતીના અમૂલ્ય રત્ન મહીં મહામુલું રતન છે  દીકરી,


ધરતી પરની સર્વ શક્તિઓમાં છે શક્તિશાળી દીકરી, 

સર્વ શક્તિમાન છતાં આજે જગમાં નિઃસહાય છે દીકરી.


બેદરકારી કોની???


દેશ આખામાં થાય છે ભ્રષ્ટાચાર જાય શાન દેશની,

લૂંટાઈ દેશ આખો જાગે નઈ સ્વમાન તેમાં બેદરકારી કોની?


માસૂમ હોમાઈ આગમાં તે કુમળા ભાવિની કોને પડી ,

કારણ ન જાણે કોઈ ને કરે રાજકારણ તેમાં બેદરકારી કોની?


આમ જનતા શેકાય ને પોતે મોજ માણે મહેફીલીની,

રાજતિજોરી કરે ખાલી ને ઢોળે પ્રજા પર તેમાં બેદરકારી કોની?


મંદિર મસ્જિદ નામે મેળવે મત ને આદરે મતભેદ,

દરેક વખત વાયદો મુકરે કરે વાદવિવાદ તેમાં બેદરકારી કોની ?


મોટા ઉપાડે પદે બેસતા લે શપથ  ગીતા ગ્રંથના,

બાદ રામ કોણ માંગે સાબિતી તેમાં બેદરકારી કોની ?




આપડે શું કામ છે.......


સત્તા પર બેસી મનફાવે તેમ કરીયે,

આપણને કોણ રોકશે આપડું શું કામ છે.


હું મારું કરું તું તારું કર તેમ કહીયે,

બીજા શું કરે છે તેમાં આપડું શું કામ છે.


દેશમાં શું ચાલે છે તેમાં શું કામ પડીએ,

કોઈ સારું કરે તેમાં આપડું શું કામ છે.


લેવા દેવા વગરનું સારું  સઘળું દેખાય,

સ્વચ્છતાંમાં કોઈ પડે તેમાં આપડું શું કામ છે.


રાજના હક ખાતર સારું આપણે ના કરીયે,તો

હે"શેખ" અહીંયા રહેવામાં આપડું શું કામ છે.




પ્રથમ મોત......


શું એ સદ્દ ભાગી હશે,જેણે પ્રથમ મોત મળ્યું હશે,

જગત મહી પહેલો વિરલો તે બન્યો હશે.


કાળ પણ થરકયો હશે , મુંજાયો મનમાં ઘણો હશે,

આંખે  આંસુ ને હૃદયે ભાર અનુભવ્યો હશે.


શું કાળે એ વિરલાના મોતનો સમય નોંધ્યો હશે?

ક્યાં પડી હશે તે તખ્તી શું કોઈએ ભાળી હશે?


જગતહાર પણ તેને જોઈ કેવો મરકાયો હશે,

વાત સાંભળી મોતની અંતરે કેવો હરખાયો હશે?


શું એ સદ્દ ભાગી હશે,જેણે પ્રથમ મોત મળ્યું હશે





પ્રલય પછી...


શું એ મંજર હશે પ્રલયનો જગ મહીં,

ઠેર ઠરે શબ ને કચરા ના ઢગ હશે.


લાશો ચુંથાતી હશે ને સઘળું બંજર થશે,

અહીંયા  સાવરનાર કોઈ ના  હશે.


લખલુંટ સંપત્તિ વેરાન ને સૌ ભંગાર થશે,

શબ્દ એક ન ઉચ્ચરે મડદાં સૌ મૌન હશે.


સર્વ ખપી જશે પરિવર્તનની પરિક્રમા થશે,

જગ સ્મશાન થશે તહીં મોત તાંડવ કરતું હશે.




આ દેશને.....


મારુ તારું ભેળું કરી શીદ વગોવ્યે દેશને,

રંક માંથી સધ્ધર સરદાર બનાવ્યે આ દેશને.


નાત-જાત કેરી સીમા વળોટી ઉન્નત કરીયે દેશને,

વિશ્વગુરુ બની શીખ દયે સઘળાં જગતને.


રાજનૈતિક અખાડા લડી શીદ વગોવ્યે દેશને,

લોકતાંત્રિક મહાસત્તા બની દેખાડીયે વિશ્વને.


ખોટી બડાઈ થકી વખણાવો ન બીજે આ દેશને,

ખુલ્લી કિતાબ સમી છે તસ્વીર હણો ન સ્વમાનને.


ધર્મવાદ ને વળી જાતિવાદ ભરખી રહ્યો આ દેશને,

હે"શેખ" શા કારણે અભડાવ્યે પવિત્ર ભારતમાતને!.


દીકરી..


પિતાના આંખનું હિર ને હૈયા કેરો હાર છે દીકરી,

ઘર કેરા હેતનો દીવો ને તુલસીનો ક્યારો છે દીકરી.


મૃદુલ હાસ્યની કળી ને ઘરનું મહેકતું કમળ છે દીકરી, 

માતાની સાચી સખી ને દાદાની લાડકી લાઠી છે દીકરી.


ભાઈના હાથનું ઘરેણું ને હોઠ કેરી મુસ્કાન છે દીકરી,

બાપના સ્વાભિમાન ને સાફાના છોગા સમી છે દીકરી.


ખડગની ધારે ખરા સમયે દેશની વારે ચડનાર છે દીકરી,

ઘૂંટણે બેસાડી ધોળાને ધૂળ ફાંકતો કરનાર છે દીકરી.


અવકાશે આંબનારી ને હીમ હરાવનાર છે દીકરી,

ધરતીના અમૂલ્ય રત્ન મહીં મહામુલું રતન છે  દીકરી,


ધરતી પરની સર્વ શક્તિઓમાં છે શક્તિશાળી દીકરી, 

સર્વ શક્તિમાન છતાં આજે જગમાં નિઃસહાય છે દીકરી.


બેદરકારી કોની???


દેશ આખામાં થાય છે ભ્રષ્ટાચાર જાય શાન દેશની,

લૂંટાઈ દેશ આખો જાગે નઈ સ્વમાન તેમાં બેદરકારી કોની?


માસૂમ હોમાઈ આગમાં તે કુમળા ભાવિની કોને પડી ,

કારણ ન જાણે કોઈ ને કરે રાજકારણ તેમાં બેદરકારી કોની?


આમ જનતા શેકાય ને પોતે મોજ માણે મહેફીલીની,

રાજતિજોરી કરે ખાલી ને ઢોળે પ્રજા પર તેમાં બેદરકારી કોની?


મંદિર મસ્જિદ નામે મેળવે મત ને આદરે મતભેદ,

દરેક વખત વાયદો મુકરે કરે વાદવિવાદ તેમાં બેદરકારી કોની ?


મોટા ઉપાડે પદે બેસતા લે શપથ  ગીતા ગ્રંથના,

બાદ રામ કોણ માંગે સાબિતી તેમાં બેદરકારી કોની ?




આપડે શું કામ છે.......


સત્તા પર બેસી મનફાવે તેમ કરીયે,

આપણને કોણ રોકશે આપડું શું કામ છે.


હું મારું કરું તું તારું કર તેમ કહીયે,

બીજા શું કરે છે તેમાં આપડું શું કામ છે.


દેશમાં શું ચાલે છે તેમાં શું કામ પડીએ,

કોઈ સારું કરે તેમાં આપડું શું કામ છે.


લેવા દેવા વગરનું સારું  સઘળું દેખાય,

સ્વચ્છતાંમાં કોઈ પડે તેમાં આપડું શું કામ છે.


રાજના હક ખાતર સારું આપણે ના કરીયે,તો

હે"શેખ" અહીંયા રહેવામાં આપડું શું કામ છે.




પ્રથમ મોત......


શું એ સદ્દ ભાગી હશે,જેણે પ્રથમ મોત મળ્યું હશે,

જગત મહી પહેલો વિરલો તે બન્યો હશે.


કાળ પણ થરકયો હશે , મુંજાયો મનમાં ઘણો હશે,

આંખે  આંસુ ને હૃદયે ભાર અનુભવ્યો હશે.


શું કાળે એ વિરલાના મોતનો સમય નોંધ્યો હશે?

ક્યાં પડી હશે તે તખ્તી શું કોઈએ ભાળી હશે?


જગતહાર પણ તેને જોઈ કેવો મરકાયો હશે,

વાત સાંભળી મોતની અંતરે કેવો હરખાયો હશે?


શું એ સદ્દ ભાગી હશે,જેણે પ્રથમ મોત મળ્યું હશે





પ્રલય પછી...


શું એ મંજર હશે પ્રલયનો જગ મહીં,

ઠેર ઠરે શબ ને કચરા ના ઢગ હશે.


લાશો ચુંથાતી હશે ને સઘળું બંજર થશે,

અહીંયા  સાવરનાર કોઈ ના  હશે.


લખલુંટ સંપત્તિ વેરાન ને સૌ ભંગાર થશે,

શબ્દ એક ન ઉચ્ચરે મડદાં સૌ મૌન હશે.


સર્વ ખપી જશે પરિવર્તનની પરિક્રમા થશે,

જગ સ્મશાન થશે તહીં મોત તાંડવ કરતું હશે.




આ દેશને.....


મારુ તારું ભેળું કરી શીદ વગોવ્યે દેશને,

રંક માંથી સધ્ધર સરદાર બનાવ્યે આ દેશને.


નાત-જાત કેરી સીમા વળોટી ઉન્નત કરીયે દેશને,

વિશ્વગુરુ બની શીખ દયે સઘળાં જગતને.


રાજનૈતિક અખાડા લડી શીદ વગોવ્યે દેશને,

લોકતાંત્રિક મહાસત્તા બની દેખાડીયે વિશ્વને.


ખોટી બડાઈ થકી વખણાવો ન બીજે આ દેશને,

ખુલ્લી કિતાબ સમી છે તસ્વીર હણો ન સ્વમાનને.


ધર્મવાદ ને વળી જાતિવાદ ભરખી રહ્યો આ દેશને,

હે"શેખ" શા કારણે અભડાવ્યે પવિત્ર ભારતમાતને!.

અદ્રશ્ય થતું જાય છે.....


જીવનમાંથી હાસ્ય મરકતું - મરકતું ચાલ્યું જાય છે,

સમયના ખેલે યૌવનમાં બાળપણ અદ્રશ્ય થતું જાય છે,


અહીંયા કોને ખબર જીવંતતા પછી કોણ ક્યાં ચાલ્યું જાય છે,

હરખની મદમસ્ત હેડકીમાં જીવન અદ્રશ્ય થતું જાય છે


માણસાઈના અભાવે માણસ હેવાન બનતો જાય છે,

નમ્રતાના અભાવે વિનમ્રતાના ગુણ અદ્રશ્ય થતાં જાય છે.


નથી રહેવાની હયાતી કોઈની છતાં કંઈક બનતો જાય છે,

સર્વ હું કરું હું કરું કહેતો 'માણસ' અદ્રશ્ય થતો જાય છે.





*  અહીંયા બધું જાયજ છે   *


હૃદયમાં કટુતા અને ચહેરે શરમ લાવી લોકોને ભોળવવા ને પછી  કાંડ આચરવા અહીંયા જાયજ છે.


લાગણીશીલ બની ભોળા લોકેની જિંદગી સાથે રમવું અને પછી ખોટી વાહ વાહી મેળવવી તે અહીંયા જાયજ છે.


મોટા ખોટા વાયદા ભાખી નામુરાદ હરકતો કરવી અને પછી વાતે વાતે ફરવું અહીંયા જાયજ છે.


અધકચરી સમજણથી સમજદારોને બેવકૂફ બનાવવા અને પછી દરેક વખત સટકવું તે અહીંયા જાયજ છે.


રાજની  સત્તાનો ગેરફાયદો ઉઠાવીને બધું પોતાનું કરવું અને પછી આત્મશ્લઘી બનવું અહીંયા જાયજ છે.


દેશ શું રાખે છે આપણી પાસે અપેક્ષા તેની પરવા કર્યા વગર 'બસ' આપણું થાય તે અહીંયા જાયજ છે.


 આમ જ ચાલતું રહેવાનું...


તમે સમજો કે ના સમજો પણ આમ જ ચાલતું રહેવાનું.

આનન ફાનનમાં વાયદા કરે,લુલી ફરે ક્ષણ મહીં આમ જ ચાલતું રહેવાનું.

લગન લગાડે નવ લક્ષની,વાયદાને કાયદા તળે કચડે આમ જ ચાલતું રહેવાનું.

ક્ષણભંગુર થૈ સ્વપ્ન ને કોણ પુછે 'યુવા' ને આમ જ ચાલતું રહેવાનું.

અન્ન, કોળિયા થકી ભટકતા, એ આતમને કોણ જાણે આમ જ ચાલતું રહેવાનું.

રાજની આ છે  કડવી કટુતા , કારમી કટરતા જન્માવે આમ જ ચાલતું રહેવાનું.

તમે સમજો કે ના સમજો પણ આમ જ ચાલતું રહેવાનું.







અફસોસ છે.....


આઝાદી મળતા તો મળી ગઈ,દેશ ને ઉચિત્ત રાહ ન મળી તેનો અફસોસ છે.

સ્વંત્રતા ની શયા પર પોઢનાર,વીર રણબંકડા ભૂલણા એ વાત નો અફસોસ છે.

આઝાદ, ભગતની શહદતને ભૂલી, તે શહીદોની કિંમત અલગ લગાવી તેનો અફસોસ છે.

ખુદગર્જ રાજદ્વારી  પરિણમે, દેશ વેચાણો તનો અફસોસ છે.

આંધળી પશ્ચિમી દોડમાં, પોતાની સંસ્કૃતિ ભુલાણી તેનો અફસોસ છે.

જે દેશ રામ થી ઓળખાઈ, જનોએ રહનુમાઈ પર છોડ્યો તેનો અફસોસ છે.

મોહનને મહાત્મા બનાવ્યો, ખરા મોહન ને ચોર બતાવ્યો એ વાતનો અફસોસ છે.

જગતનો તાત રૂંધાઇ અહીં, તાતા, બિરલા ધરાઈ તેનો અફસોસ છે.

અફસોસ એ વાતનો આજનો યુવા માત્ર સમય વેડફે છે એનો અફસોસ છે.

                                                                                           સંજય શેખ



ફુટીયું નવ પ્રભાત


સ્ફુરિયું કિરણ રવિ ઘરનું, ધરણી ચમકી સોન વરણ,

    આંનદ ન માઈ હૈડે ફુટિયું નવ પ્રભાત.


કરે ખગ કિલ્લોલ ચહું ઓર, રવ કરે સુંગધિત પ્રાંગણ, 

ઝાકળ બુંદ કરે ઐલોકીક શૃંગાર ફૂટિયું નવ પ્રભાત.


આરતી,અઝાન રવે સોહે, સકલ સૃષ્ટિ મહીં ઉછરંગ,

 સૌ વન વનરાઈ ગાઇ મધુરા ગીત ફૂટિયું નવ પ્રભાત.


ઝરણાં ચર્ણ વંદન કરે,ઉદધિ સ્વાંગ બાષ્પધરી નાચે,

 સર્વ લોક અભિભૂત આજ ફુટીયું નવ પ્રભાત.


પુષ્પ પ્રસાવે ફોરમ મહિની,વા કરે વાતો ઉમંગ કેરી,

 'શેખ' શબ્દ એકેય ન મળે હૈયે ફુટીયું નવ પ્રભાત.

 


ખોવાઈ જાશું.....

જગતહારે જગતમાં મુકલ્યાં તો કરી  દેખાડીયે,

મારુ તારૂં શીદ કરવું પછી ક્યાંય ખોવાઈ જાશું.


સંબંધ સાચવવા એજ ધર્મ શિરમોર્ય રાખીયે,

નાહકની વાતોમાં પડ્યા તો ક્યાંય ખોવાઈ જાશું.


ઉચ્ચ,નીચ ભેદના રાખે હે મનુજ જીવતરમાયે,

જગતના જુઠા રિવાજમાં ક્યાંય ખોવાઈ જાશું.


સ્મશાન મહી રાવણ સરીખડા ઘણા ભટકી રહ્યા,

શીદ અહંકાર કરે રાખ બની કયાંય ખોવાઈ જાશું.


આજ અહીંયા તો કાલે ક્યાંક બીજે હશું,

કહે 'શેખ' જીવતા શીખીએ નહીંતર ક્યાંય ખોવાઈ જાશું.




હસતા જોયા....                             

પ્રત્યેક ક્ષણ નવ રંગ બદલતા જોયા છે,

દુન્યવી ભૂલો કાઢી અનેકોને હસતા જોયા છે.


સકલ વિસ્તરેલી સૃષ્ટિને બરબાદ કરતા જોયા છે,

ખુરશીએ બેસી વ્યંગાત્મક હસતા જોયા છે.


ઉત્કૃષ્ઠ  સેવાને અભિનંદતા ઘણા જોયા છે, 

બાદ કપરી પરિસ્થિતિને જોય હસતા જોયા છે.


ભૂખ દર્દની પીડાએ બાળક રડતા જોયા છે,

કારુણય જોઇ સમજદારોને હસતા જોયા છે.


સમજદારોની મહેફિલમાં બેવકૂફ જોયા છે, 

સાબિત ન થાય ખોટા માટે હસતા જોયા છે.




રહેતો કયાં હશે........


ભટકતા માનવને સમયે રાહ ચીંધતો,

આવતો સમજાવતો રહેતો એ રહેતો ક્યાં હશે,

ઘૂઘવતા  સમુદ્રને નિયંત્રરીત કરતો,

અંનત બ્રહ્માંડમાં ફરતો એ રહેતો ક્યાં હશે .(૨)


સત્ય સ્થાપન યુદ્ધ મહીં સારથી તે તો બનતો,

સમયે સાચવતો રહેતો એ અંશ રહેતો ક્યાં હશે.

માટીમાંથી ઘડી કાઢીયો આ બહુગુણી માનવીને,

મનુજને ઘડનારો એ ઘડવૈયો રહેતો કયાં હશે .(અંનત બ્રહ્માંડમાં.......)


પ્રકાશથી દીપ્તિ કરી આ સકલ સમૂળી સૃષ્ટિને,

અખૂટ તેજ જન્મવતો એ પુંજ રહેતો ક્યાં હશે.

સર્વ કહે તું છુપ્યો મુજ તન ભીતર અંતરે,

ક્યાંથી થાય સ્પર્શ તારો એ સ્પર્શ રહેતો ક્યાં હશે.

(અંનત બ્રહ્માંડમાં.......)


કેટલીક ગાણિતિક વ્યાખ્યાઓ // Some mathematical definitions

 કેટલીક ગાણિતિક વ્યાખ્યાઓ // Some mathematical definitions

*કેટલીક ગાણિતિક વ્યાખ્યાઓ*


*⛈ ☄એકી સંખ્યા* 

💧 જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.


➖➖➖➖➖➖➖➖➖➖


*⛈☄ બેકી સંખ્યા* 

💧 જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે


➖➖➖➖➖➖➖➖➖➖


*⛈☄ અવયવ* 

💧આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.


➖➖➖➖➖➖➖➖➖➖


*⛈☄વિભાજ્ય સંખ્યા*

💧જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.


➖➖➖➖➖➖➖➖➖➖


*⛈☄ અવિભાજ્ય સંખ્યા*

💧જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.


➖➖➖➖➖➖➖➖➖➖


*⛈☄સમચ્છેદી અપૂર્ણાંક*

💧જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.


➖➖➖➖➖➖➖➖➖➖


*⛈☄ વિષમચ્છેદી અપૂર્ણાંક

💧 જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.


➖➖➖➖➖➖➖➖➖➖

*⛈☄શુધ્ધ અપૂર્ણાંક

💧૧ થી નાના અપૂર્ણાંકોને ને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે 

અથવા 

💧અંશ નાનો હોય ને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકોને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે.


➖➖➖➖➖➖➖➖➖➖


*⛈☄અશુધ્ધ અપૂર્ણાંક*

💧૧ થી મોટા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે 

અથવા


💧જે અપૂર્ણાંકોમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે.


⛈⚡શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યાને તે જ સંખ્યા ને તે જ સંખ્યા વડે ભાગતાં જવાબ ૧ મળે છે.


⛈⚡ ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે.


⛈⚡ ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે.


⛈⚡ ૦ ને શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર ૦ જ મળે છે.


⛈⚡ કોઇપણ સંખ્યા ના આવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે.


⛈⚡ કોઇપણ સંખ્યાના અવયવીઓની સંખ્યા અસંખ્ય હોય છે.


⛈⚡૧ એ દરેક સંખ્યા નો અવયવ છે અને તે નાનામાં નાનો અવયવ છે.


⛈⚡ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. અને તે નાનામાં નાનો અવયવી છે.


⛈⚡દરેક સંખ્યા ૧ નો. અવયવી છે.

સંજ્ઞા/ sangna gujarati grammer | સંજ્ઞા ગુજરાતી વ્યાકરણ

 સંજ્ઞા

*▪️સંજ્ઞા▪️*

➖➖➖➖➖➖➖➖➖➖





*▪️જાતિવાચક સંજ્ઞા*

➖જયારે કોઈ શબ્દ આખો વર્ગ સુચવતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે.

જેમ જે, વિદ્યાર્થી, ચિત્ર


*▪️ વ્યક્તિવાચક સંજ્ઞા*

➖જયારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ , પ્રાણી કે પદાર્થ સુચવતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.

જેમ કે,

નર્મદા, સાબરમતી, અમૂલ (ડેરી) વગેરે


*▪️ દ્રવ્યવાચક સંજ્ઞા*

➖ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે

જેમ કે,

દૂધ, ચોખા વગેરે


*▪️સમૂહવાચક સંજ્ઞા*

➖સજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે.

જેમ કે,

સભા, સેના


*▪️ભાવવાચક સંજ્ઞા*

➖ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે

જેમ કે,

તકલીફ, દયા વગેરે.


ક્રિયાવાચક સંજ્ઞા*

➖કરિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે.

જેમ કે,

રમવું ક્રિયા છે પણ - "મને રમવું ગમે છે" માં 'રમવું'નો સંજ્ઞા તરીકે પ્રયોગ થયો છે. અથવા તેના પરથી બનતો શબ્દ 'રમત' ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે.