Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

How To Link Aadhaar with Voter ID Card EPIC Online in Gujarati |ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું ?| shekhsanjay

 

How to Link Election Card with Aadhar Card in Gujarati

મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? by shekh sanjay

ભારતના ચૂંટણી પંચે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ઝુંબેશ શરૂ કરી છે. આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે લિંક કરવું એ ખાતરી કરવા માટેની યોજનાનો એક ભાગ છે કે મતદારો તેઓ જે કહે છે તે તેઓ છે અને મતદાર યાદીમાં તેમના નામની ચકાસણી કરવાની છે. EPIC-આધાર સીડીંગ એ તમારા આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવાની પ્રક્રિયાનું બીજું નામ છે.

હાલમાં, આ પ્રક્રિયા સરકાર દ્વારા નક્કી કરવી ફરજિયાત નથી, પરંતુ ભારતના એક જવાબદાર નાગરિક તરીકે, આ પદ્ધતિ ચોક્કસપણે કાર્ડ્સ પર છેતરપિંડી રોકવામાં મદદ કરશે જેથી કરીને કોઈ ખોટા મત આપવામાં ન આવે. આજના લેખમાં, આપણે જાણીશું કે મતદાર કાર્ડ આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું અને તેને લિંક કરવાના કેટલા પ્રકાર છે. (election card link with aadhar card)

 


 

મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? । How to Link Election Card with Aadhar Card in Gujarati

આપણે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે લીંક કરવા માટે ઘણા રસ્તા છે જેમાં તમે ચૂંટણી કાર્ડ ની સતાવાર વેબસાઈટ NVSP દ્વારા, SMS દ્વારા, ફોન દ્વારા અને ઑફલાઈન. (voter id aadhaar link online)

NVSP દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધારને કેવી રીતે લિંક કરવું?

NVSP પોર્ટલ દ્વારા મતદાર કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે નીચે માં સ્ટેપ અનુસરો:

STEP: 1

પ્રથમ, NVSP સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. https://www.nvsp.in

STEP: 2

NVSP પોર્ટલના હોમ પેજ પર, એક બટન છે Voter Portal તેના પર ક્લિક કરો.

STEP: 3

તમને મતદાર પોર્ટલના નવા પેજ પર લઈ જવામાં આવશે

STEP: 4

તમારે પહેલા તમારા મોબાઈલ નંબર ઈમેલ આઈડી અથવા વોટર આઈડી નંબરથી લોગઈન કરવું પડશે અને તમારે તમારો પાસવર્ડ આપવો પડશે. ( જો તમે પહેલી વાર આ ઉપયોગ કરો છો તો તમારે પહેલા રેજીસ્ટ્રેશન કરવું પડશે પછી લોગીન કરવું પડશે)

STEP: 5

સફળતાપૂર્વક લૉગ ઇન થયા પછી તમારે ફક્ત તમારું નામ, જિલ્લો વગેરે જેવી મૂળભૂત માહિતી પ્રદાન કરવાની જરૂર છે, અને પછી Search બટન પર ક્લિક કરો.

STEP: 6

પછી તમારે “Feed Aadhaar number ” પર ક્લિક કરવાનું રહેશે અને એક પોપઅપ પેજ દેખાશે.

STEP: 7

ત્યારબાદ તમારે આધાર કાર્ડની વિગતો ભરવાની રહેશે

STEP: 8

પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને એક સંદેશ દેખાશે કે એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવી છે.

 

SMS દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું

તમે તમારા EPIC કાર્ડ ને આધાર કાર્ડ સાથે પણ જોડી શકો છો:

  • પ્રથમ, તમારે મોબાઇલ ફોન સાથે સિમ કાર્ડ હોવું જોઈએ.
  • અને SMS સેવા માટે, તમારે 166 અથવા 51969 પર ટેક્સ્ટ સંદેશ મોકલવો આવશ્યક છે.
  • સંદેશ ECILINK <ખાલી જગ્યા> ચૂંટણી કાર્ડ નંબર <ખાલી જગ્યા>આધાર નંબર તરીકે ફોર્મેટ થયેલ છે.
  • જો કે, તમારે આ સંદેશ તમારા આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પરથી મોકલવો પડશે.
  • પછી તમને કન્ફર્મેશન મળશે કે આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક થઈ જશે.

મોબાઈલ દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ ને કેવી રીતે લિંક કરવું

ભારત સરકાર એ દેશના વિવિધ રાજ્યોમાં ઘણા કોલ સેન્ટરો ચાલુ કર્યા છે. આ હેતુ માટે ખાસ સ્થાપિત કરાયેલા કોલ સેન્ટરોને ફોન કરીને પણ આધારને EPIC કાર્ડ સાથે જોડવામાં આવી શકે છે.

તમારા EPIC અને આધાર કાર્ડને જોડવા માટે, અઠવાડિયાના દિવસોમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે ફક્ત 1950 ડાયલ કરો. અને તમારા EPIC અને આધાર કાર્ડની વિગતો સબમિટ કરો.


ઑફલાઇન મતદાર કાર્ડ સાથે આધારને કેવી રીતે લિંક કરવું

ઑફલાઇન પદ્ધતિ પણ સરળ છે અને તેને “બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા સીડિંગ” તરીકે પણ ઓળખવામાં આવે છે:

તમે અરજી ફોર્મ ભરીને અને તમારા સ્થાનિક બૂથ લેવલ ઓફિસર (BLO)ને સબમિટ કરીને તમારા આધાર કાર્ડને તમારા મતદાર ID કાર્ડ સાથે લિંક કરી શકો છો.

તે એકત્રિત થઈ ગયા પછી, ડેટાને પ્રોસેસ કરવા માટે બીજે ક્યાંક ટ્રાન્સફર કરવામાં આવશે.

મતદાર ID સાથે આધાર લિંકની સ્થિતિ કેવી રીતે તપાસવી

ચૂંટણી કાર્ડ આધાર લીંક નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? 

તમે ઉપરોક્ત કોઈપણ રીતે તમારી માહિતી મોકલ્યા પછી, સત્તાવાળાઓ તમારી અરજી મેળવતાની સાથે જ પ્રક્રિયા કરવાનું શરૂ કરશે.  

તમારી અરજીની પ્રગતિ ચકાસવા માટે તમારે NVSP પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.

હોમ પેજ વિકલ્પ પર, Check Status Application માટે એક બટન દેખાશે તેના પર ક્લિક કરો.

ત્યારબાદ Reference ID અથવા ટ્રેકિંગ નંબર દાખલ કરો.

પ્રક્રિયાના અંતે પહોંચવા પર, તમને ચેતવણી આપતો સંદેશ દેખાશે કે વિનંતી પહેલાથી જ નોંધાયેલ છે અને હવે તેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

 

 

Aadhaar Pan Link Online Process In Gujarati | જાણો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની નવી રીત | www.incometax.gov.in

 

How To Link Pan Card With Aadhar Card – Step By Step Process પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? –  by shekhsanjay


સરકાર દ્વારા પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. જે પણ કોઈ નું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક નથી કારવેલું તો હવે ગમે ત્યારે સુધી માં કરાવવાનું રહેશે. જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ જ રહેશે અને કોઈ જગ્યા તેનો ઉપયોગ કરી શકશો નહીં. અને ચાલુ રાખવા માટે 1000 રૂપિયા નો દંડ ભરવો પડશે. 

આ લેખમાં પાન કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું તે નવી રીત વિશે જાણો અને તમારા દસ્તાવેજોને વહેલામાં વહેલી તકે લિંક કરાવો. નહિતર તમારું પાન કાર્ડ બંધ થઈ જશે. 

 

 


 

 

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? – How To Link Pan Card With Aadhar Card – Step By Step Process 

PAN ને આધાર સાથે લિંક કરવાની રીતો

આ બે રીત છે જેના દ્વારા તમે PAN અને આધારને લિંક કરી શકો છો.

  1. Income Tax e-filing વેબસાઈટ દ્વારા
  2. 567678 અથવા 56161 પર SMS મોકલીને

1) Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ

STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક નહીં કરી શકશો.

STEP 5: ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)

STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.

STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.


2) SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવું

SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવા. તમારે નીચે જણાવેલ પગલાંને અનુસરવાની જરૂર છે:

STEP 1: તમારા મોબાઇલ પર UIDPAN 12-અંકનો આધાર 10-અંકનો PAN લખો

STEP 2: તેને 567678 અથવા 56161 પર મોકલો

પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?How to Check PAN Aadhaar Linking Status In Gujarati 

પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે. (aadhar card pan card link status)

STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4:  પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી? – How to pay penalty for linking Aadhaar with PAN?

STEP 1: સૌપ્રથમ https://www.incometax.gov.in/iec/foportal/ income tax પોર્ટલ પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા વેબસાઈટ પર જવાનું રહેશે.

STEP 2: ત્યાર બાદ તમારે e-Pay Tax બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: ત્યાર બાદ તમારે પહેલા ઓપ્શન Income Tax માં Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યાર બાદ Assessment Year 2023-24 એટલે આવતું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. અને Type of Payment માં તમારે Other Receipt 500 સિલેક્ટ કરવાનું રહેશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે

STEP 5: પછી તમારી સામે ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે જોવા મળશે. અત્યારે 1000 પેમેન્ટ કરવાનું છે તો તે આવશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 6: ત્યાર બાદ તમારી સામે પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો તેનાથી પેમેન્ટ કરી શકો છો (નેટ બૅન્કિંગ , Debit card , Credit Card, Payment gateway)

STEP 7: ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.

પછી તમારું Payment successfull થઈ જશે અને મેસેજ પણ જોવા મળશે અને તમે પેમેન્ટ રીસિપ્ટ પણ Download કરી શકો છો.

નોંધ : જરૂરી ઓનલાઇન ફી ચૂકવ્યા બાદ થોડી વાર રાહ જોઈને પછી તમે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરી શકો છો. પછી તમને ત્યાં ફી ચૂકવવા માટે પેજ જોવા મળશે નહિ.

પેમેન્ટ થઈ ગયા પછી પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો ત્યારે તમને આવો મેસેજ જોવા મળશે એટલે પછી તમે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરી શકશો.

તમારા PAN ને આધાર સાથે લિંક કરવાના ફાયદા

તમારા PAN ને આધાર સાથે લિંક કરવાના કેટલાક ફાયદાઓ છે:

  • તે વ્યક્તિ પાસે એક કરતાં વધુ PAN કાર્ડ હોવાની શક્યતાને દૂર કરે છે.
  • આધારને PAN સાથે લિંક કરવાથી આવકવેરા વિભાગ કોઈપણ પ્રકારની કરચોરીને કાળજીપૂર્વક શોધી શકે છે.
  • આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે કારણ કે વ્યક્તિએ તેમના આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા હોવાનો કોઈ પુરાવો આપવાની જરૂર નથી.
  • તમારા આધારને PAN સાથે લિંક કરવાથી બાદમાં રદ થતા અટકાવશે.
  • PAN ને આધાર સાથે લિંક કરવાથી ભવિષ્યના સંદર્ભ માટે આધાર સાથે જોડાયેલ ટેક્સની સંક્ષિપ્ત વિગતો મેળવવામાં મદદ મળશે.
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ મર્યાદા નથી
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનો વિડીયોhttps://bit.ly/3JIcWXo
Official Website https://eportal.incometax.gov.in

જો તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરવામાં સમસ્યા થતી હોય તો

કેટલાક કિસ્સાઓમાં, તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરી શકતા નથી. મોટાભાગે, અસ્વીકારનું કારણ તમારા PAN અને આધારમાં સરખી માહિતીનો મેળ ખાતો નથી. જો કે, એકવાર સુધારા કર્યા પછી, તમે PAN અને આધારને લિંક કરી શકશો.

જે માહિતી (નામ, જન્મતારીખ) આધાર કાર્ડ અને પાન કાર્ડ માં સરખી નથી તો તમે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ માં સુધારા કરાવી શકો છો.

 

 

 

e Nirman Card Apply Online In Gujarat ( લાલ ચોપડી ) | ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ પ્રોસેસ જાણો |

e Nirman Card Online Apply Registration Process In Gujarat

ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે અરજી પ્રક્રિયા – ( લાલ ચોપડી ) by shekhsanjay

  

 


             

            e Nirman Card Gujarat 2023 : ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વ્યવસાય માં જોડાયેલા બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ નિર્માણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પરથી બાંધકામ શ્રમિક પોતે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા હોય તેના માટે e Nirman Card Gujarat Portal ઉપર નોંધણી કરાવી શકે છે અને ઈ નિર્માણ બનાવી શકે છે અને આ કાર્ડ ની મદદ થી ઘણી બધી સહાય અને યોજનાના લાભ મેળવી શકે છે. 

આ લેખ માં આપણે જાણીશું કે ઈ નિર્માણ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી? તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. તેથી અંત સુધી લેખ ને વાંચજો.

 

ઈ નિર્માણ કાર્ડ માં મળતી સહાય યોજના નું લિસ્ટ – e Nirman Card Gujarat Yojana 2023

1) અંત્યેષ્ઠી સહાય યોજના

2) આકસ્મિક મૃત્યુ સહાય યોજના

3) ગો-ગ્રીન શ્રમિક યોજના

4) ટેબલેટ યોજના

5) દિવ્યાંગ શ્રમિક માટે ઇલેક્ટ્રીક ત્રિ-ચક્રી વાહન યોજના

6) ધન્વન્તરી આરોગ્ય રથ

7) પી.એચ.ડી.ના અભ્યાસક્રમ માટેની યોજના

8) પ્રધાનમંત્રી શ્રયોગી માનધન યોજના

9) પ્રસુતિ સહાય યોજના

10) મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ

11) વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય યોજના

12) વ્યવસાયિક રોગોમાં સહાય યોજના

13) શ્રમિક અન્નપુર્ણા યોજના

14) શ્રમિક પરિવહન યોજના

15) શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના

16) હાઉસીંગ સબસીડી યોજના

 

ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે અરજી પ્રક્રિયા – e Nirman Card Online Apply Registration Process In Gujarat

 

ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે ની ત્રણ પ્રોસેસ છે જે નીચે મુજબ છે.  

1) ઓફિસિયલ વેબસાઈટ દ્વારા 

2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા

3) તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને

 

1) વેબસાઇટ માંથી ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું ? – e Nirman Card Online Apply Through Website

 

ઓનલાઇન વેબસાઇટ દ્વારા e Nirman Card Gujarat માટે અરજી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા નીચે મુજબ છે.

સૌપ્રથમ તમારે e Nirman card Registration માટે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://enirmanbocw.gujarat.gov.in

જો તમે પહેલી વખત જ આ વેબસાઈટ ઉપર આવ્યા છો તો તમે પહેલા રજીસ્ટર કરી લો અને પછી e Nirman Card Login કરવાનું રહેશે.

e Nirman card Registration કરવા માટે અહીંયા Please Register Here બટન પર ક્લિક કરવાનું રહેશે.

 

 

ત્યારબાદ તેમાં જરૂરી વિગતો ભરીને Register બટન પર ક્લિક કરવાનું રહેશે. 


એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ જશે અને Registration Successfully લખેલુ તમને જોવા મળશે.

 

 

 

પછી તમારા ઈમેલ આઇડી માં તમારા આઈડી પાસવર્ડ આવી જશે તેના દ્વારા તમારે લોગીન કરવાનું રહેશે.

લોગીન કરશો એટલે તમારી સામે પ્રોફાઈલ ની બધી વિગતો ભરવાની હશે જેમાં તમારું નામ સરનામું પછી મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી બધી વસ્તુ તમે ભરવાની રહે

શે.

 

અને પછી Update બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી e Nirman Card માટે ની પ્રોફાઈલ સેવ થઈ જશે. અને પછી તમારે બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી ફોર્મ જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે.

 

 

પછી તમારે તમારી વ્યક્તિગત માહિતી બધી ભરવાની રહેશે જે તમે બધી પ્રોફાઇલમાં ભરેલી હશે અને ફોટો ઉપલોડ કરવાનો રહેશે પછી Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

 

ત્યારબાદ તમારે અહીંયા અરજી ની વિગતો ભરવાની રહેશે જેમાં તમે શું કામ કરો છો એટલે મજૂરનો પ્રકાર, અભ્યાસની વિગત, લાલ ચોપડી છે કે નહીં અને તમારા બેન્ક એકાઉન્ટની વિગતો વધુ ભરવાનું રહેશે. અને Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

 

ત્યારબાદ તમારે તમારા અનુભવની વિગતો ભરવાની રહેશે કે જેમાં 90 દિવસ કામનો અનુભવ જરૂરી છે. જો તમે બાંધકામ ક્ષેત્રમાં 90 દિવસથી વધારે કામ કરેલું છે તો જ તમે આ કાર્ડ કઢાવી શકો.

 

ત્યારબાદ જે સ્થળ પર કામ કરેલું છે એ સ્થળનું નામ પછી સમયગાળો કેટલા દિવસ કામ કરેલું છે અને કામનો પ્રકાર એ બધી વિગતો ભરવાની રહેશે. અને Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

અને પછી તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં તમારું આધાર કાર્ડ, રેશનકાર્ડ, ઉંમરનો પુરાવો, ઓળખનો પુરાવો અને તમે જે 90 દિવસ બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરેલું છે તેનું સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરીને તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે.

 

 

તમે સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ માટે અરજી સાથેના બીડાણ ડાઉનલોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. અને પછી તમે તેની પ્રિન્ટ કઢાવીને તેની ઉપર વિગતો ભરીને પાછું તમારે અપલોડ કરવાનું રહેશે.

 

સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરો  DOWNLOAD PDF

  

ફોટા અપલોડ કરો તેની સાઈઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ તો જ ફોટા અપલોડ થશે.

 

ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે e Nirman Card ના શરતો અને નિયમો એ તમારે વાંચીને સિલેક્ટ કરવાનું રહેશે અને પછી Save and Next ઉપર ક્લિક કરવાનું રહેશે.

 

 

આટલું કરતા હવે તમારા e Nirman Card Gujarat Registration Process પૂરી થઈ ગઈ છે. ઓમ સબમીટ કરશો એટલે તમને એક અરજી નંબર તમને મળશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.

એ અરજી નંબરની મદદથી તમે તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે તેનું ઈ નિર્માણ કાર્ડ સ્ટેટસ ચેક કરી શકો છો.

e Nirman Card Status Check કરવા માટે તમારે View Citizen Application Status તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

 

 

2) મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઈ નિર્માણ કાર્ડ બનાવવા ની પ્રોસેસ – e Nirman Card Apply Online From Application

 

સૌથી પહેલા તમારે play store ઉપર જઈને e Nirman Card Gujarat ની ઓફિસિયલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેની લીંક નીચે આપેલી છે.

 

મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 

તો આવી રીતે તમે મોબાઇલ એપ્લિકેશન દ્વારા e Nirman Card માટે અરજી કરી શકો છો.

 

 

મોબાઇલમાં કે વેબસાઈટ દ્વારા ઈ નિર્માણ કાર્ડ અરજી કર્યા પછી તમારે નજીકના CSC સેન્ટરે દસ્તાવેજો વેરિફિકેશન કરાવવા માટે જવું પડશે.

તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ તમારી અરજી જિલ્લા કચેરી એ મોકલવામાં આવશે અને તમારા ડોક્યુમેન્ટ ત્યાં પણ ચેક થશે.

જિલ્લા કચેરીએ ડોક્યુમેન્ટ ચેક કરાઈ ગયા પછી તમારૂ સ્માર્ટ કાર્ડ ઓનલાઈન જનરેટ થઈ જશે અને તેના માટે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર SMS પણ આવશે.

રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર SMS આવ્યા બાદ તમારે નજીકના csc સેન્ટર જઈને તમારું સ્માર્ટ e Nirman Card મેળવવાનું રહેશે.

3) CSC સેંટર દ્વારા ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કઢાવવું ? – e Nirman card Registration At CSC Center

જો તમારી જાતે તમે ઈ નિર્માણ કાર્ડ માટે અરજી નથી કરવા માંગતા તો તમે csc સેંટર પર જઈ પણ e Nirman Card કાઢવી શકો છો. 

તમારે તમારી નજીક ના CSC સેંટર પર જવાનું રહેશે અને ત્યાં તમારે તમારી સાથે બધા ડોક્યુમેંટ્સ લઈ જવાના રહેશે. એટલે ત્યાં બેઠેલા કર્મચારી તમારું ફિંગરપ્રીન્ટ લેશે અને ફોટો પાડી ને તમારું કાર્ડ બનાવી આપશે.


મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટ           
 Click Here

            Home Pege             Click Here