Ayushman Bharat Yojana: આ યોજના હેઠળ 5 લાખ સુધીની સહાય મળશે, જાણો કેવી રીતે અરજી કરશો.

 Ayushman Bharat Yojana: નમસ્કાર મિત્રો આજે આપણે સરકારની એવી યોજના વીશે માહિતી મેળવીશુ, આયુષ્માન ભારત યોજના યોજના હેઠળ સરકાર દ્વારા હોસ્પિટલમાં સારવાર કરવાવા માટે 5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. ભારત સરકાર દેશના નાગરિકોના આર્થિક રીતે નબળા વર્ગો માટે આયુષ્માન ભારત યોજના ચલાવી રહી છે, જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના વર્ષ 2018માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને સરકારી અથવા સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે.





આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ સુધીની સહાય મળશે – Ayushman Bharat Yojana

આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana – PM-JAY) હેઠળના લાભાર્થીઓ આ કાર્યક્રમના લાભ લઈ શકે છે. આ યોજનાનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો છે. આ યોજના અંતર્ગત કયા લોકોને લાભ મળવો જોઈએ તે માટે કેટલીક શરતો અને માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.


આયુષ્માન ભારત યોજનાનો લાભ કોણ લઈ શકે છે

આયુષ્માન ભારત યોજનાનો (Ayushman Bharat Yojana – PM-JAY) લાભ તે નાગરિકો લઈ શકે છે, જે આર્થિક રીતે નબળા વર્ગના છે અને 2011ના સામાજિક, આર્થિક અને જાતિ સર્વેક્ષણ (SECC) ડેટા અનુસાર પાત્ર છે.

આમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કાચા મકાનમાં વસવાટ કરનાર, મજૂરી પર નિર્ભર પરિવારો, વિધવા અથવા પુરુષ વિના ઘર ચલાવતી મહિલાઓ, અને વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

શહેરી વિસ્તારોમાં આ યોજનાનો લાભ ખૂમચાવાળા, હોકર્સ, મજૂરો, રાજમિસ્ત્રીઓ, ડ્રાઈવરો અને અનૌપચારિક કામદારો લઈ શકે છે.

PM-JAY કાર્ડ ધારક પાત્રતા ધરાવતા નાગરિકો સરકારી અથવા સૂચિબદ્ધ ખાનગી હૉસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે.

આ યોજનામાં કયા રોગોની મફત સારવાર કરવામાં આવે છે?

આયુષ્માન ભારત યોજનામાં (Ayushman Bharat Yojana – PM-JAY) વિવિધ રોગોની મફત સારવાર કરવામાં આવે છે,


જેમાં હૃદયરોગ, કિડનીની બિમારી, કેન્સર, ડાયાબિટીસ, ન્યુરોલોજીકલ વિકારો, ઓર્થોપેડિક સમસ્યાઓ, નસની બીમારી, અને માનસિક આરોગ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, સર્જરી, દવાઓ, હોસ્પિટલમાં દાખલ થવું, અને ડાયગ્નોસ્ટિક સેવાઓ જેવી સારવારને પણ આવરી લેવામાં આવી છે.

કુલ 1,500થી વધુ પ્રકારના બીમારીઓ અને સમસ્યાઓની સારવાર માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને સરળ અને સસ્તું ઉપચાર મેળવવામાં મદદરૂપ છે.

અરજી કરવા માટે જરુરી ડોક્યુમેન્ટ

આયુષ્માન ભારત કાર્ડ બનાવવા માટે, તમારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર છે.


જેમાં ....

આધાર કાર્ડ,

પાન કાર્ડ,

ડ્રાઇવિંગ લાયસન્સ,

મતદાર આઈડી અથવા સરકાર દ્વારા જાહેર કરાયેલ અન્ય કોઈપણ ઓળખ કાર્ડનો સમાવેશ થાય છે

તે ઓળખ કાર્ડ સાથે કુટુંબ સંયુક્ત ID નો ઉપયોગ કરી શકાય છે.


લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી?

Ayushman Bharat Yojana ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ: 


સૌ પ્રથમ તમે આયુષ્માન ભારત યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://www.pmjay.gov.in પર જાઓ.

પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો: જો તમે પોર્ટલ પર પ્રથમ વખતે જાઓ છો, તો રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સાઇન અપ અને મોબાઇલ નંબર વગેરેની માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરો

લોગિન: રજિસ્ટ્રેશન કર્યા પછી, તમારું યોજના પોર્ટલ એકાઉન્ટ બનાવો અને લોગિન કરો.

અરજી કરો: લોગિન થયા પછી, “અરજી કરો” બટન પર ક્લિક કરો અને આવશ્યક માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.

ઓનલાઇન વેરિફિકેશન: તમારી અરજી સબમિટ થઈ જશે અને પછી તમારા દસ્તાવેજો અને પાત્રતાની ચકાસણી કરવામાં આવશે.

આ પછી, બધું યોગ્ય જણાયા પછી 10-15 દિવસમાં તમને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.

ઓફ્લાઇન પણ અરજી કરી શકાશે જેની સંપુર્ણ માહિતી નિચે આપેલ છે.


અરજી માટે પહેલા તમારે નજીકના જાહેર સેવા કેન્દ્ર પર જવું પડશે અને પછી અહીં તમારે તમારા દસ્તાવેજો સંબંધિત અધિકારીને બતાવવા પડશે, જેમ કે- રેશન કાર્ડ, આધાર કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર વગેરે.

પછી તમારા દસ્તાવેજો અને પાત્રતાની ચકાસણી કરવામાં આવશે. આ પછી, બધું યોગ્ય જણાયા પછી 10-15 દિવસમાં તમને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.

No comments:

Post a Comment