Verify An Aadhar આજના સમયમાં ભારતના નાગરિક માટે આધારકાર્ડ એ જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ
છે તમે ગમે તે જગ્યાએ જાવ તો તમારે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત બની
ગયું છે.તમારા બધા પાસે આધારકાર્ડ તો હશે જ પણ અમુક સર્વિસ એવી હોઈ કે ખાલી
આધાર કાર્ડ હોવાથી ચાલતું નથી તેની સાથે મોબાઇલ નંબર પણ લિંક હોવા જોઈએ. by shekh sanjay
આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી તે કેવી રીતે ચેક કરવું.
જો આધારકાર્ડ માં મોબાઇલ નંબર લિંક છે કે નહિ કે પછી કયો નંબર લિંક છે તે તમને ખબર નથી તો આજ ના આર્ટિકલ માં તમને એ જ જાણવા મળશે કે તમે કેવી રીતે જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ માં કયો મોબાઇલ નંબર લિંક છે.
1) સૌપ્રથમ તમારે આધાર કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહેશે www.uidai.gov.in

2) ત્યારબાદ તમારે verify an Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

3) verify an Aadhar પર ક્લિક કરી નવું પેજ ખુલશે જેમાં તમારે તમારા આધાર કાર્ડ ના નંબર
નાખવાના રહેશે અને સિકયુરિટી માટે Captcha ભરવાનો રહેશે. અને Proceed to Verify પર
ક્લિક કરવાનું રહેશે.

4) અને પછી નવું પેજ ખુલશે જેમાં તમને જોવા મળશે કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક છે
કે નહિ અથવા લિંક છે તો કયો મોબાઇલ નંબર લિંક છે. તે તમે જોઈ શકો છો

તો આવી રીતે તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડ સાથે કયા મોબાઈલ નંબર લિંક છે અથવા લિંક છે
કે નહીં. જો તમારે વિડીયો જુઓ હોય તો નીચે વિડીયો આપેલો છે તમે તે ચેક કરો.
No comments:
Post a Comment