PM Kisan New Registration પીએમ કિસાન યોજના 2023 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
PM Kisan New Registration: પીએમ કિસાન યોજના માટે ભારત સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ શરુ કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ નવો ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનામાં શરૂઆતમાં કેટલાક ફર્જી લોકો અરજી કરીને ખોટી રીતે પૈસા મેળવતા હતા પરંતુ હવે સરકારની નવી ગાઈડલાઈન મુજબ જો તમે પાત્ર છો તો તમે અહીં અરજી કરી શકો છો જેના માટે નીચેની માહિતી જુઓ.
- PM Kisan Yojana Registration માટે પીએમ કિસાન ની ઓફીસીયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
- હવે ત્યાં તમને “New Farmer Registration” પર ક્લિક કરતા નીચે મુજબનું નવું પેજ ખુલશે.

PM Kisan New Registration
- હવે તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખી તમારું રાજ્ય પસંદ કરી સાઈડ માં આપેલ બોક્સ માં બાજુમાં રહેલા કોડ નાખી “GET OTP” બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે PM કિસાન યોજના નું ફોર્મ ખુલશે જેમાં માંગેલ માહિતી ભરીને PM Kisan Form સબમીટ કરવાનું રહેશે.
એકવાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નું ફોર્મ સબમિટ કરશો પછી તમે વિલેજ ડેશબોર્ડ પર જઈ તમારી અરજી સંપૂર્ણ રીતે સ્વીકારે છે કે નહીં તે જોઈ શકશો. સબમીટ કરેલ ફોર્મ ના સ્ટેટસ જોવા માટેની માહિતી પણ અમે અહીં શેર કરેલ છે.
PM Kisan Status 2023 કેવી રીતે જોવું ?
મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનામાં અરજી કરી છે અને PM Kisan Status 2023 જોવા માંગો છો તો નીચેના સ્ટેપ પ્રમાણે તમે તમારું પીએમ કિસાન યોજના નું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકશો.
- PM Kisan Status List જોવા માટે સૌ પ્રથમ pm kisan.gov.in પર જાઓ.
- હવે હોમ પેજ પર તમને “STATUS OF SELF REGISTERED FARMER/ CSC FARMER” નામનો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
- હવે નવું પેજ ખુલશે જેમાં તમારો આધાર કાર્ડ નંબર નાખી નીચે આપેલ ઇમેજ નો કોડ નીચે ના બોક્સ માં નાખી “Search” બટન પર ક્લિક કરો.
હવે તમે તમારા સામે PM Kisan beneficiary Status જોઈ શકશે જેમાં તમે કરેલ અરજી નું હાલ નું સ્ટેટસ બતાવશે. જેમાં અરજી ક્યા પેન્ડીંગ છે અને ના મંજુર થઈ હોય તો તેના કારણો નીચે દર્શાવેલ હશે.
PM Kisan e-KYC Update Online 2023 કેવી રીતે કરશો ?
PM કિસાન યોજના કેવાયસી કરવું જરૂરી છે, જો ખેડૂત મિત્રો તમે ઈ-કેવાયસી નહી કરાવેલ હોય તો તમે પીએમ કિસાન યોજના 13 મો હપ્તો નહી મેળવી શકો. અધિકારીક વેબસાઈટ મુજબ PM Kisan e-KYC કરવાની છેલ્લી તારીખ 31,જુલાઈ 2022 છે પણ ભારત સરકાર દ્વારા તેનો ટાઇમ લંબાવવામાં આવ્યો છે. તો મિત્રો જલ્દીથી નીચેના સ્ટેપ જુઓ અને PM Kisan kyc update કરો.
- સૌ પ્રથમ pm.kisan.gov.in ખોલો અને ત્યાં નીચે સ્ક્રોલ કરો.
- ત્યાં તમને e-KYC નામ નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
- હવે નવા પેજમાં તમારો અધાર નંબર નાખી અને “Search” બટન પર ક્લિક કરો.
- સર્ચ બટન પર ક્લિક કરતા સાથે નિચે આધાર સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નાખી “GET OTP” બટન પર ક્લિક કરો.
- જો કઈ એરર આવે તો ઘરના બીજા કોઈપણ મેમ્બર નો મોબાઈલ નંબર નાખી “OTP” નાખી ને “Submit for Auth” પર ક્લિક કરો.
- હવે તમે જોઈ શક્શો કે તમારુ PM Kisan E-KYC Update થઈ ગયેલ છે અને તમે આવનારો હપ્તો મળવા પાત્ર છે.
- How to check PM Kisan 2000 Rupees Online – પીએમ કિસાન પેમેન્ટ સ્ટેટસ
-
મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ ૧૨ હપ્તા મળેલ છે અને આ ચાલુ વર્ષ 2022-23 નો છેલ્લો હપ્તો અવાનો બાકી છે જે થોડા દિવસ માં તમારા ખાતામાં જમાં થઈ જશે. જો આ બધા હપ્તા નું પેમેન્ટ નુ સ્ટેટસ લિસ્ટ તમારે જોવું હોય તો નિચેના સ્ટેપ ને જુઓ.
- સૌ પ્રથમ pm kisan gov in પર જાઓ ત્યા તમને “Dashboard” નામનો ઓપસન દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે નવા પેજમાં વિલેજ ડેસબોર્ડ ખુલશે તેમાંં તમારુ રાજ્ય, જિલ્લો, તાલુકો, અને ગામ પસંદ કરી ને સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે ત્યા “Payment Status” બટન પર ક્લિક કરતા સાથે તમારા ગામનું લિસ્ટ જોવા મળશે
અહી તમે આ યોજના ચાલુ થઈ ત્યારથી લઈ આજ સુધી ના વર્ષ ના બધા હપ્તા ના પીએમ કિસાન યોજના 2000 રુપીયા કોને મળ્યા તે ઓનલાઈન જોઈ શકશો. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪૦૦૦ જમાં થયેલ હશે જે લાસ્ટ હપ્તો બાકી છે તે થોડા દિવસોમાં તમારા ખાતા માં જમાં થઈ જશે.
ત્યા તમે “PM Kisan Online Registration Status ” બટન પર ક્લિક કરી ને તમારા ગામના કેટલા લોકો ના પીએમ કિસાન ના ફોર્મ મંજુર, ના મંજુર અને પેન્ડિગ છે તેનું સટેટસ ઓનલાઈન જોઈ શક્શો.
PM Kisan Update Application – અરજી માં સુધારો કેવી રીતે કરશો ?
મિત્રો, તમારી પીએમ કિસાન યોજનાની અરજી માં કોઈ ભુલ રહી ગઈ છે તો તમે તેને સુધારવા માટે અમારા નિચેના સ્ટેપ ફોલોવ કરી ને સુધારો કરી શકો છો.
- પીએમ કિસાન ની વેબસાઈટ પર જાઓ અને ત્યા ” Edit Aadhaar Failure Records” પર ક્લિક કરો.
- હવે તમે તમારો આધાર કાર્ડ નંબર નાખી ને મોબાઈલ નંબર ના ઓટીપી દ્વારા તમારી અરજી ખુલશે.
- જેમાં તમારે સુધારો કરવાનો હોય તે કરીને સબમીટ કરી શકો છો જેથી તમારું ફોર્મ ના મંજુર ના થાય.
- પીએમ કિસાન એપ્લિકેશન
No comments:
Post a Comment