Farmer Registry Gujarat | ફાર્મર રજિસ્ટ્રી| યુનિક ફાર્મર આઈડી, PMFBY, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, PM-KISHAN

Farmer Registry Gujarat

ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી| (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે.








ખેડૂત જોગ સંદેશ ફાર્મર રજિસ્ટ્રી
ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ઓળખ આધાર સાથે ખેડૂત ID,

ફાર્મર રજિસ્ટ્રી કરવાનું નક્કી કરેલ છે.


ફાર્મર રજિસ્ટ્રીના ઉપયોગો

૧ પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના (PMFBY)

૨ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISHAN)

૩ કિસાન ક્રેડિટ કાર્ડ

૪ લઘુતમ ટેકાના ભાવ (MSP)

૫ નેશનલ અગ્રીકલ્ચર માર્કેટ (e-NAM)

ઉપરોક્ત યોજનનાઓ લાભ લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે

ફાર્મર રજિસ્ટ્રી કરાવવા તા.15/10/2024 થી ગ્રામ્ય કક્ષાએ VCE,VLE અને તલાટીનો સંપર્ક કરી ખેડૂતોએ નોધણી કરવાની રહશે.



ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ખેડૂતે નીચે મુજબના આધાર પુરાવા સાથે લઈને જવું

(૧) આધારકાર્ડ

(૨) આધારકાર્ડ સાથે લિન્ક મોબાઇલ

(૩) સર્વે નંબર ( ૭/૧૨ અને ૮અ નકલ )

નોધ – જે ખેડૂતને ૨ હજાર નો હપ્તો મળતો હોય તે ખેડૂતે ૨૫ નવેમ્બર ૨૦૨૪ પેહલા કાર્ડ મેળવી લેવું,

        જો નોધણી થયેલી નહી હોય તો આગામી ડિસેમ્બર માં ૨ હજારનો હપ્તો મળશે નહીં


Farmer Registry Gujarat Site link VCE –https://gjfr.agristack.gov.in/

Farmer Registry Gujarat Site link SELF –https://gjfr.agristack.gov.in/farmer-registry-gj

Farmer Registry Gujarat Site link CSC VLE – farmer Id Digitalseva Connect

બંધારણમાં સુધારાની પદ્ધતિ અને સુધારાઓ

 બંધારણમાં સુધારાની પદ્ધતિ અને સુધારાઓ


📖​ બંધારણમાં સુધારાની પદ્ધતિ 📖


💁🏻‍♂ ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે જે નીચે પ્રમાણે છે .


👉🏿 (1)સંસદમાં સામાન્ય બહુમતીથી એટલે કે 50 % થી વધુ માટે સુધારો .


👉🏿 (2)સંસદમાં સંસદસભ્યો દ્વારા 2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના 50 % થી વધુ માટે સુધારો.


👉🏿 (3)સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો.

➖બંધારણમાં અત્યાર સુધી લગભગ 96 જેટલા સુધારાઓ થયા છે , બંધારણમાં પ્રથમ સુધારો 1951 મા થયો હતો.


બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો 1976 માં 42 માં સુધારો થયો હતો જેને મીની બંધારણ પણ કહે છે . 


♦ *બંધારણના મહત્વના સુધારાઓ*


👉🏿 પ્રથમ સુધારો (1951) : 

➖મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ .


👉🏿 બીજો સુધારો (1953) : 

 ➖રાજ્યોને સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું.


👉🏿 સાતમો સધારો (1956) :

➖14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને રાજ્ય તરીકે માન્ય કર્યા.


👉🏿 આઠમો સુધારો (1960) :

 ➖અનુસુચિતજાતી અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામો આવ્યો .


👉🏿 દસમો સુધારો (1961) :

➖દાદરા તથા નાગર હવેલી વિસ્તાર ભારતનો બની ગયો.


👉🏿 બારમો સુધારા (1961) : 

➖ગોવા , દમણ અને દીવ ભારતમાં જોડાયા .


👉🏿 તેરમો સુધારો (1962) : 

➖નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય બનવાનો સુધારો.


👉🏿 ચોદમો સુધારો (1962) :

➖ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો .


👉🏿 પંદરમો સુધારો (1963) :

➖ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી.


👉🏿 એકવીસમો સુધારો (1967) :  

➖બંધારણના આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ .


👉🏿 છવ્વીસમો સુધારો (1971) :  

➖ રાજાના સાલીયણા તથા વિશેષ અધિકારો બંધ કરી દીધા.


👉🏿 એક્ત્રીસમો સુધારો (1973) :

➖લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને 545 કરવામાં આવી.


👉🏿 છ્ત્રીશ્મો સુધારો (1975) : 

➖આ સુધારાથી સિક્કિમ ભારતનું 22 મું રાજ્ય બન્યું.


👉🏿 સાડાત્રીસ્મો સુધારો (1975 ) :

➖અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો .


👉🏿 બેતાલીસમો સુધારો (1976) :

➖આ સુધારાથી બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી અને બિનસાંપ્રદાયિક નવા શબ્દો ઉમેરવામાં આવ્યા . રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું . મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું . મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી . રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે . રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં એક વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે , તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો .


👉🏿 ચુમાલીસમો સુધારો (1978) :

➖મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા . લોકસભા,વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો.


👉🏿 સુડતાલીસમો સુધારો (1984 ) :  

➖નવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા .


👉🏿 બાવનમો સુધારો (1985) :

➖રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો.


👉🏿 ત્રેપનમો સુધારા (1986) : 

➖આ સુધારાથી મિઝોરમ ભારતનું 24 મું રાજ્ય બન્યું.


👉🏿 ચોપનમો સુધારો (1986) : 

➖સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો .ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને રૂ.10,000 માસિક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને રૂ.9000 માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને રૂ.8000 માસિક પગાર આ સુધારાથી નક્કી થયો.


👉🏿 સત્તાવનમો સુધારો (1987) : 

 ➖આ સુધારાથી ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું.


👉🏿 એકસઠમો સુધારો ( 1989) :

➖આ સુધારા દ્વારા ચૂંટણી માટે મતદાતા માટે 21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી. માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે.


👉🏿 બાસઠમો સુધારો (1989) :

➖લોકસભા અને વિધાનસભાઓમાં અનુસુચિતજાતિ અને અનુસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત 10 વર્ષે વધારાઈ જે 2000 સુધી અમલમાં રહેશે.


👉🏿 છાસઠમો સુધારો (1990) :

➖બંધારણના નવમાં પરીશિષ્ટમાં 55 નવા જમીન સુધારણાના કાયદા ઉમેરવામાં આવ્યા.


👉🏿 ઓગણસીત્તેરમો સુધારો (1991) :

➖કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે , તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી.


👉🏿 સીતેરમો સુધારો (1962) :

➖પોંડીચેરી તથા દિલ્હી વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં આવ્યો.


👉🏿 એકોતેરમાં સુધારો (1992) :

➖બંધારણના આઠમા પરીશિષ્ટમાં નેપાળી , મણિપુરી તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી.


👉🏿 તોતેરમો સુધારો (1992) : 

➖ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ,તથા મહાનગરપાલિકાઓમાં 33 %  બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી .


👉🏿 ચુમોતેરમાં સુધારો (1992) :

➖પંચાયતીરાજ  સબંધી સુધારો .


👉🏿 પંચોતેરમો સુધારો (2002) :

➖ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ ની રચના કરવામાં આવી અને ભાડુઆતો સબંધી  કેસો આ ત્રિબ્યુંનલમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી.


👉🏿 પંચયાસીમો  સુધારો (2002) :  

➖બંધારણીય અનુંછેદ 16(4 A ) નો સંશોધિત 85 મો  બંધારણીય સુધારો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો આ સુધારા અનુસાર અનુસુચિત જાતી  અને અનુસુચિત જનજાતિના  સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ આપવામાં આવ્યો.


👉🏿 છ્યાસીમો સુધારો (2002) : 

➖આ સુધારા દ્વારા  પ્રાથમિક શિક્ષણને  મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું અને રાજ્ય સરકાર માટે  6 થી 14  વર્ષના બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ. અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મુંકવામાં  આવ્યો .  આમ મૂળભૂત ફરજો 10 માંથી વધી ગઈ ને 11 થઇ.


👉🏿 સીતયાસીમો સુધારો (૨૦૦૩) :  

➖આ સુધારા દ્વારા સર્વિસ ટેક્સ ઉઘરાવવાની અને આ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવાની  જોગવાઈ અનુચ્છેદ 268 A ઉમેરીને કરવામાં આવી .


👉🏿 એકાણું મો સુધારો (૨૦૦૩) :

➖આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો. આ પહેલા પક્ષના 1/3 સભ્યો એકસાથે બીજા પક્ષમાં જાય તો તેણે કાયદેસર બનવાની જોગવાઈ પક્ષ પલટા વિરોધી કાનૂનમાં હતી. પરંતુ આ સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી.


👉🏿 92 મો સુધારા (2003) : 

➖બોડો,ડોગરી,મૈથાલી અને સંથાલી ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ.


👉🏿 93 મો સુધારા (2005) :

➖ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27 % અનામત જોગવાઈ .


👉🏿 94 મો સુધારો  (2006) :  

➖ઝારખંડનું અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T ખાસ મંત્રીની જોગવાઈ બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી .


👉🏿 95મો સુધારો (2009) : 

➖SC અને ST  માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ (એટલે કે 25જાન્યુ,2020 સુધી)


👉🏿 96 મો સુધારો  (2011)  :

➖ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને  ઓડિશા કરવામાં આવ્યું.

ભારતનું બંધારણ

 

📖 ભારતનું બંધારણ 📖


👉🏿 બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.


👉🏿 ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.


👉🏿 બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)


👉🏿 મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)


👉🏿 બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.


👉🏿 બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)


👉🏿 બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.


👉🏿 બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.


👉🏿 બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.


👉🏿 બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)


👉🏿 બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. (જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)


👉🏿 ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.

1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર

3. ટી.ટી. કૃષ્ણમાચારી

4. કનૈયાલાલ મુનશી 

5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 

6. ટી. માધવરાય


👆🏿 આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.


👉🏿 બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)


👉🏿 બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.


👉🏿 બંધારણ સભાની બેઠકો  166 દિવસ ચાલી.


👉🏿 ભારતીય બંધારણનો સ્વીકાર 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)


👉🏿 ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા 24,જાન્યુઆરી,1950.


👉🏿 ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)


👉🏿 ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.


♦ *ભારતના બંધારણની વિશેષતાઓ*


👉🏿 ભારતનું બંધારણ લેખિત હોવાથી તેને ‘દસ્તાવેજી બંધારણ’ કહે છે.


👉🏿 ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.


👉🏿 બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.


👉🏿 પરિવર્તનશીલ બંધારણ છે.


👉🏿 સંઘાત્મક શાસન પ્રણાલિ છે.


👉🏿 બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.


👉🏿 પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.


👉🏿 સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.


👉🏿 ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.


👉🏿 દ્વિગૃહી ધારાસભા છે.


👉🏿 એકજ નાગરિકતાની જોગવાઇ છે.


👉🏿 સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.


👉🏿 ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.


👉🏿 બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.


♦ *ભારતના બંધારણનું આમુખ*


👉🏿 બંધારણની શરૂઆત આમુખથી થાય છે.


👉🏿 આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.


👉🏿આમુખ ઇ.સ 1973 થી બંધારણનો ભાગ બન્યું.


👉🏿 આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.


👉🏿 આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.


👉🏿 ઇ.સ 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.


👉🏿 ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.


♦ *ભારતના બંધારણ  ના મહત્વની કલમો*


👉🏿 *ભાગ-1*

*(સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર)*

   

➖અનુચ્છેદ-01

ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.


➖અનુચ્છેદ-02

નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.


➖અનુચ્છેદ-03

નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.


👉🏿 *ભાગ-2*

*(નાગરિકતા)*

અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.


➖અનુચ્છેદ-05

સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.


➖અનુચ્છેદ-06

ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.


➖અનુચ્છેદ-07

પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.


👉🏿 *ભાગ-3*

*(મૂળભૂત હક્કો/અધિકારો)*

અનુચ્છેદ-12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો) અંગે ના છે.

આમુખ

 આમુખ

➖➖➖➖➖➖➖➖➖➖➖


♻️♻️આમુખમાં થયેલા સુધારાઓ


➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.

➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:

1.સમાજવાદી 

2.બિન-સાંપ્રદાયિક 

3.અખંડિતતા


♻️♻️આમુખ વિશે આટલું જાણો


➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર 

:- પંડિત જવાહરલાલ નહેરુ


➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત 

:- તા.13-12-1946


➡️બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર 

:- તા.22-01-1947


➡️બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર 

:- સર બી.એન.રાવ


➡️બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું 

:- તા.22-01-1950


➡️આમુખનો અગત્યનો સ્ત્રોત 

:- અમેરિકા


➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત 

:- ઓસ્ટ્રેલિયા


➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો 

:- ઇ.સ.1976


➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર બેઓટર રામમનોહર સિંહા દ્વારા તૈયાર થઈ હતી.


♻️♻️આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-


➡️"આમુખ એ બંધારણનું હદય છે." 

➖ ઠાકુરદાસ ભાર્ગવ


➡️"આમુખ રાજકીય કુંડળી છે." 

➖ કનૈયાલાલ મુનશી


➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." 

➖ એન.એ.પાલકીવાલા


➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." 

➖ ક્રિષ્નાસ્વામી ઐયર


➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." 

➖ એમ.હિદાયતુલ્લા