e Nirman Card Apply Online In Gujarat ( લાલ ચોપડી ) | ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ પ્રોસેસ જાણો |

e Nirman Card Online Apply Registration Process In Gujarat

ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે અરજી પ્રક્રિયા – ( લાલ ચોપડી ) by shekhsanjay

  

 


             

            e Nirman Card Gujarat 2023 : ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વ્યવસાય માં જોડાયેલા બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ નિર્માણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પરથી બાંધકામ શ્રમિક પોતે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા હોય તેના માટે e Nirman Card Gujarat Portal ઉપર નોંધણી કરાવી શકે છે અને ઈ નિર્માણ બનાવી શકે છે અને આ કાર્ડ ની મદદ થી ઘણી બધી સહાય અને યોજનાના લાભ મેળવી શકે છે. 

આ લેખ માં આપણે જાણીશું કે ઈ નિર્માણ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી? તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. તેથી અંત સુધી લેખ ને વાંચજો.

 

ઈ નિર્માણ કાર્ડ માં મળતી સહાય યોજના નું લિસ્ટ – e Nirman Card Gujarat Yojana 2023

1) અંત્યેષ્ઠી સહાય યોજના

2) આકસ્મિક મૃત્યુ સહાય યોજના

3) ગો-ગ્રીન શ્રમિક યોજના

4) ટેબલેટ યોજના

5) દિવ્યાંગ શ્રમિક માટે ઇલેક્ટ્રીક ત્રિ-ચક્રી વાહન યોજના

6) ધન્વન્તરી આરોગ્ય રથ

7) પી.એચ.ડી.ના અભ્યાસક્રમ માટેની યોજના

8) પ્રધાનમંત્રી શ્રયોગી માનધન યોજના

9) પ્રસુતિ સહાય યોજના

10) મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ

11) વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય યોજના

12) વ્યવસાયિક રોગોમાં સહાય યોજના

13) શ્રમિક અન્નપુર્ણા યોજના

14) શ્રમિક પરિવહન યોજના

15) શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના

16) હાઉસીંગ સબસીડી યોજના

 

ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે અરજી પ્રક્રિયા – e Nirman Card Online Apply Registration Process In Gujarat

 

ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે ની ત્રણ પ્રોસેસ છે જે નીચે મુજબ છે.  

1) ઓફિસિયલ વેબસાઈટ દ્વારા 

2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા

3) તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને

 

1) વેબસાઇટ માંથી ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું ? – e Nirman Card Online Apply Through Website

 

ઓનલાઇન વેબસાઇટ દ્વારા e Nirman Card Gujarat માટે અરજી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા નીચે મુજબ છે.

સૌપ્રથમ તમારે e Nirman card Registration માટે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://enirmanbocw.gujarat.gov.in

જો તમે પહેલી વખત જ આ વેબસાઈટ ઉપર આવ્યા છો તો તમે પહેલા રજીસ્ટર કરી લો અને પછી e Nirman Card Login કરવાનું રહેશે.

e Nirman card Registration કરવા માટે અહીંયા Please Register Here બટન પર ક્લિક કરવાનું રહેશે.

 

 

ત્યારબાદ તેમાં જરૂરી વિગતો ભરીને Register બટન પર ક્લિક કરવાનું રહેશે. 


એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ જશે અને Registration Successfully લખેલુ તમને જોવા મળશે.

 

 

 

પછી તમારા ઈમેલ આઇડી માં તમારા આઈડી પાસવર્ડ આવી જશે તેના દ્વારા તમારે લોગીન કરવાનું રહેશે.

લોગીન કરશો એટલે તમારી સામે પ્રોફાઈલ ની બધી વિગતો ભરવાની હશે જેમાં તમારું નામ સરનામું પછી મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી બધી વસ્તુ તમે ભરવાની રહે

શે.

 

અને પછી Update બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી e Nirman Card માટે ની પ્રોફાઈલ સેવ થઈ જશે. અને પછી તમારે બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી ફોર્મ જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે.

 

 

પછી તમારે તમારી વ્યક્તિગત માહિતી બધી ભરવાની રહેશે જે તમે બધી પ્રોફાઇલમાં ભરેલી હશે અને ફોટો ઉપલોડ કરવાનો રહેશે પછી Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

 

ત્યારબાદ તમારે અહીંયા અરજી ની વિગતો ભરવાની રહેશે જેમાં તમે શું કામ કરો છો એટલે મજૂરનો પ્રકાર, અભ્યાસની વિગત, લાલ ચોપડી છે કે નહીં અને તમારા બેન્ક એકાઉન્ટની વિગતો વધુ ભરવાનું રહેશે. અને Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

 

ત્યારબાદ તમારે તમારા અનુભવની વિગતો ભરવાની રહેશે કે જેમાં 90 દિવસ કામનો અનુભવ જરૂરી છે. જો તમે બાંધકામ ક્ષેત્રમાં 90 દિવસથી વધારે કામ કરેલું છે તો જ તમે આ કાર્ડ કઢાવી શકો.

 

ત્યારબાદ જે સ્થળ પર કામ કરેલું છે એ સ્થળનું નામ પછી સમયગાળો કેટલા દિવસ કામ કરેલું છે અને કામનો પ્રકાર એ બધી વિગતો ભરવાની રહેશે. અને Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

અને પછી તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં તમારું આધાર કાર્ડ, રેશનકાર્ડ, ઉંમરનો પુરાવો, ઓળખનો પુરાવો અને તમે જે 90 દિવસ બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરેલું છે તેનું સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરીને તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે.

 

 

તમે સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ માટે અરજી સાથેના બીડાણ ડાઉનલોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. અને પછી તમે તેની પ્રિન્ટ કઢાવીને તેની ઉપર વિગતો ભરીને પાછું તમારે અપલોડ કરવાનું રહેશે.

 

સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરો  DOWNLOAD PDF

  

ફોટા અપલોડ કરો તેની સાઈઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ તો જ ફોટા અપલોડ થશે.

 

ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે e Nirman Card ના શરતો અને નિયમો એ તમારે વાંચીને સિલેક્ટ કરવાનું રહેશે અને પછી Save and Next ઉપર ક્લિક કરવાનું રહેશે.

 

 

આટલું કરતા હવે તમારા e Nirman Card Gujarat Registration Process પૂરી થઈ ગઈ છે. ઓમ સબમીટ કરશો એટલે તમને એક અરજી નંબર તમને મળશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.

એ અરજી નંબરની મદદથી તમે તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે તેનું ઈ નિર્માણ કાર્ડ સ્ટેટસ ચેક કરી શકો છો.

e Nirman Card Status Check કરવા માટે તમારે View Citizen Application Status તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

 

 

2) મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઈ નિર્માણ કાર્ડ બનાવવા ની પ્રોસેસ – e Nirman Card Apply Online From Application

 

સૌથી પહેલા તમારે play store ઉપર જઈને e Nirman Card Gujarat ની ઓફિસિયલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેની લીંક નીચે આપેલી છે.

 

મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 

તો આવી રીતે તમે મોબાઇલ એપ્લિકેશન દ્વારા e Nirman Card માટે અરજી કરી શકો છો.

 

 

મોબાઇલમાં કે વેબસાઈટ દ્વારા ઈ નિર્માણ કાર્ડ અરજી કર્યા પછી તમારે નજીકના CSC સેન્ટરે દસ્તાવેજો વેરિફિકેશન કરાવવા માટે જવું પડશે.

તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ તમારી અરજી જિલ્લા કચેરી એ મોકલવામાં આવશે અને તમારા ડોક્યુમેન્ટ ત્યાં પણ ચેક થશે.

જિલ્લા કચેરીએ ડોક્યુમેન્ટ ચેક કરાઈ ગયા પછી તમારૂ સ્માર્ટ કાર્ડ ઓનલાઈન જનરેટ થઈ જશે અને તેના માટે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર SMS પણ આવશે.

રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર SMS આવ્યા બાદ તમારે નજીકના csc સેન્ટર જઈને તમારું સ્માર્ટ e Nirman Card મેળવવાનું રહેશે.

3) CSC સેંટર દ્વારા ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કઢાવવું ? – e Nirman card Registration At CSC Center

જો તમારી જાતે તમે ઈ નિર્માણ કાર્ડ માટે અરજી નથી કરવા માંગતા તો તમે csc સેંટર પર જઈ પણ e Nirman Card કાઢવી શકો છો. 

તમારે તમારી નજીક ના CSC સેંટર પર જવાનું રહેશે અને ત્યાં તમારે તમારી સાથે બધા ડોક્યુમેંટ્સ લઈ જવાના રહેશે. એટલે ત્યાં બેઠેલા કર્મચારી તમારું ફિંગરપ્રીન્ટ લેશે અને ફોટો પાડી ને તમારું કાર્ડ બનાવી આપશે.


મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટ           
 Click Here

            Home Pege             Click Here

ikhedut portal 2023 | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 વિશે સંપૂર્ણ માહિતી | ikhedut portal 2023 | www.ikhedut.gujarat.gov.in 2023

 

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 – ikhedut portal gujarat 2023

i-khedut Portal પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

 Benefits of i Khedut Portal Gujarat 2023

 

 

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક ખેડૂતોને અનેક પ્રકારના લાભો અને સેવા આપવા માટે i-ખેડૂત પોર્ટલ યોજના 2023 શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ખેતી, પશુપાલન, બાગાયત, મત્સ્યોદ્યોગ, જમીન અને જળ સંરક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે.  આ તમામ યોજનાઓ વિશેની માહિતી i-khedut પોર્ટલ પર ઉપલબ્ધ છે અને રાજ્યમાં દરેક ખેડૂત આ આઈ ખેડૂત યોજના નો લાભ મેળવવા માટે આ ઑનલાઇન પોર્ટલ પર અરજી કરી શકે છે.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 – ikhedut portal gujarat 2023

iKhedut portal ગુજરાત પર તમને ઘણા બધા પ્રકાર ની સેવાઓનો લાભ મળશે જેવી કે ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો, કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી ,અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી ,કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ, હવામાનની વિગતો, ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, ખેતીની જમીન ખાતાની વિગતો.

આઇ ખેડૂત પોર્ટલનો હેતુ – Purpose Of i-Khedut Portal Gujarat 2023

ikhedut portal યોજના નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે.  આઈ ખેડૂત પોર્ટલ યોજના દ્વારા ખેડૂતો કોઈપણ યોજના માટે સરળતા થી ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજીની સ્થિતિ પણ ચેક કરી શકે છે.  ખેડૂતોએ યોજના ના લાભ લેવા કે અરજી કરવા માટે કોઈપણ સરકારી ઓફિસ જવાની જરૂર રહેશે નહીં.  તે i khedut 2023 પોર્ટલ દ્વારા કોઈપણ યોજના માટે પોતાની નિશુલ્ક નોંધણી કરાવી શકે છે.  ikhedut Portal દ્વારા સમય અને નાણાં બંનેની બચત થશે અને સિસ્ટમમાં ઘણો સુધારો આવશે.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 ની હાઇલાઈટ – Highlights Of i Khedut 2023 Portal

પોર્ટલ નું નામi-ખેડૂત પોર્ટલ
રાજ્યગુજરાત
લાભાર્થીગુજરાત રાજ્ય ના ખેડૂતો
યોજના નો હેતુસરકારની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવો
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in

ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ યોજના ના લાભો – Benefits of i Khedut Portal Gujarat 2023

  • આ યોજના માટે અરજી કરવા કે લાભ લેવા માટે ખેડૂતે સરકારી ઓફિસ જવાની જરૂર નથી.
  • આનો લાભ રાજ્યના ખેડૂતો કોઈપણ સમયે ઘરે બેઠા ઓનલાઈન યોજના સંબંધિત માહિતી મેળવી શકે છે.
  • આ ઓનલાઈન સુવિધા દ્વારા, જે ખેડૂતો નોંધણી નથી કરાવેલ તે પણ યોજનાઓ માટે અરજી કરી શકે છે.
  • ગુજરાતના દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • i khedut 2023 પોર્ટલ હેઠળ ખેડૂતોના કલ્યાણ માટે ઘણી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

i-ખેડૂત પોર્ટલની પાત્રતા – Eligibility Of i-Khedut Portal Gujarat 2023

  • ખેડૂત અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
  • અરજદારનો મુખ્ય વ્યવસાય ખેતી હોવો જોઈએ.
  • ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.
  • ખેડૂત પાસે બેંક ખાતું હોવું ફરજિયાત છે.
  • દસ્તાવેજ ચેક કર્યા બાદ જ ખેડૂત ને યોજના નો લાભ મળી શકે છે.
  • તમામ સાચા દસ્તાવેજની વિગતો આપવી આવશ્યક છે.

આઇ ખેડૂત પોર્ટલ માટે જરૂરી દસ્તાવેજો – Required Documents Of i-Khedut Portal Gujarat 2023

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • ઓળખપત્ર
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

i khedut 2023 Portal પર યોજનાઓ

  • ખેતીવાડી ની યોજનાઓ
  • પશુપાલનની યોજનાઓ
  • બાગાયતી યોજનાઓ
  • મત્સ્ય પાલન ની યોજનાઓ
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ

અન્ય યોજનાઓ

  • આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
  • ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
  • ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
  • સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
  • ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

ઉપર દર્શાવેલ બધી આઈ ખેડૂત પોર્ટલ યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme

i-khedut Portal પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 અરજી માટે સૌ પ્રથમ, અરજદારે ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત પર જવાનું રહેશે. પોર્ટલની મુલાકાત લીધા પછી, તમારી સામે હોમ પેજ ખુલશે. ત્યાર પછી તમારે “યોજનાઓ” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે.  આ પેજ પર, વિવિધ પ્રકારની યોજનાઓ જોવા મળશે. અને તમારે જે યોજના નો લાભ લેવો છે કે માહિતી મેળવવી છે તો તે યોજના પર ક્લિક કરવાનું રહેશે 

તમે યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે અને જે યોજના માટે તમારે અરજી કરવી છે તો તે યોજના પર ક્લિક કરી અરજી કરવાની રહેશે.

ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે અગાઉ થી રજિસ્ટ્રેશન કરાવેલ છે કે નહિ.


જો તમે રજિસ્ટ્રેશન કરાવેલ નથી, તો તમારે હા કે ના પર ક્લિક કરવાનું રહેશે અને પછી આગળ વધો બટન પર ક્લિક કરો. પછી તમારે આગલા પેજ પર નવા નોંધણીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.


વિકલ્પ પર ક્લિક કર્યા પછી, યોજના માટે અરજી નું ફોર્મ તમારી સામે ખુલશે અને તેના માટે તમને વ્યક્તિગત વિગતો જેવી કે નામ, સરનામું, બેંક ની વિગતો, જમીન ની વિગતો, રેશન કાર્ડની વિગતો ભરવાની રહેશે અને પછી કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.


બધી માહિતી ભર્યા પછી તમારે અરજી સેવ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.આ રીતે તમારી i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે.

અમને આશા છે કે તમને આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. હજુ પણ તમે કઈ વસ્તુ જાણવા માંગતા હોય તો અમારા વોટ્સએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાય શકો છો અથવા કૉમેન્ટ પણ કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક્સ

I khedut Portal વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in




 

 

 

Ayushman Card Download In Gujarati । જાણો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? । Download PMJAY Card

 

How to Download Ayushman card online?

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? by shekh sanjay

 

Ayushman Card Download Gujarat : જો તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના નું કાર્ડ બનાવેલું છે પરંતુ એ કોઈ કારણોસર ખોવાઈ ગયુ છે, તૂટી ગયુ છે કે પછી ઘરે આવ્યું જ નથી તો આ આર્ટિકલ તમારા માટે ખુબજ ઉપયોગી છે કારણકે આ આર્ટિકલ માં તમને જાણવા મળશે કે તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન (Ayushman Card Download) કેવી રીતે કરી શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવામાં આવશે.

  સૌપ્રથમ જણાવવા માં આવે કે જો હજુ સુધી તમે આયુષ્યમાન ભારત યોજના નું કાર્ડ નથી બનાવ્યું તો જલ્દી થી બનાવી લેજો કેમ કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન ભારત કાર્ડ ધારકો પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે.


 

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? (How to Download Ayushman card online?)

જો તમને ખબર નથી કે તમારું નામ આ લીસ્ટ માં આવ્યું છે કે નહિ તો તમે સરળતા થી જાણી શકો છે. આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહિ તે જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

અહીં ક્લિક કરો જાણો આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહિ

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચે સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવેલી છે. 

Download Ayushman card Using BIS

STEP 1 : સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ વેબસાઇટ પર જવાનું રહેશે.

https://bis.pmjay.gov.in/BIS/mobileverify

STEP 2 : ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3 : ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.

ચેકબોક્સ સિલેક્ટ કરીને Generate OTP પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 5 : ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

ત્યાર બાદ તમને pdf માં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

PMJAY SETU વેબસાઈટ દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

STEP 1 : સૌપ્રથમ ઉમેદવારોએ નેશનલ હેલ્થ ઓથોરિટીની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. https://setu.pmjay.gov.in/setu

STEP 2 : જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા Register પર ક્લિક કરી ને સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું પડશે અને આધાર કેવાયસી કરવી પડશે અને ત્યાર બાદ લોગીન કરવું પડશે.

ત્યાં જો તમે પહેલા થીજ આઇડી બનાવેલું છે તો ડાયરેક્ટ Download Card પર ક્લિક કરીને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન કરી શકો છો.

STEP 3 : રજીસ્ટ્રેશન કર્યા પછી હોમ પેજમાં જઈને આધાર કાર્ડ સાથે Do Your KYC પર ક્લિક કરીને KYC કરવાની રહેશે. ત્યાર બાદ હોમપેજ માં જઈને મોબાઈલ નંબર દાખલ કરો અને સાઇન ઇન પર ક્લિક કરો.

STEP 4 : ત્યાર બાદ verify પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારા આધાર સાથે લિંક મોબાઈલ માં OTP આવશે.

STEP 5 : પછી નવા પેજ પર જશો જેમાં તમે રાજ્ય,શહેર અથવા ગામડું સિલેક્ટ કરી ને તમારું નામ ચેક કરી શકો છો કે તમારું નામ આયુષ્માન ભારત યોજના માં છે કે નહિ.

પછી તમારે ઉપર ત્રણ લીટા પાર ક્લીક કરવાનું રહેશે અને Download Ayushman Card પર ક્લિક કરવાનું રહેશે .

STEP 6 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમે 2 ઓપ્શન આપવામાં આવશે 1) village /Town wise 2) HHID

જો તમારી પાસે 24 અંક નો HHID નંબર છે તો HHID સિલેક્ટ કરો અને જો HHID નથી તો તમારું નામ શહેર અથવા ગામ (village /Town wise) ના લિસ્ટ માંથી ચેક કરવું છે

1) Village/Town Wise દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ2) HHID દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ
જો તમે ગામડા માં રહો છો તો Rural અને શહેર માટે Urban સિલેક્ટ કરવાનું રહેશે   વિગતો ભર્યા પછી, આખું લિસ્ટ ખુલશે તેમાં તમારે તમારું નામ સર્ચ કરવાનું રહેશે. જો તમારું નામ છે, તો તમે સૂચિમાં નામ ચકાસી શકો છો.જો તમે ગામડા માં રહો છો તો Rural અને શહેર માટે Urban સિલેક્ટ કરવાનું રહેશે     HHID તમારે દાખલ કરવાના રહેશે અને ત્યાર બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે.

STEP 7 : ત્યારબાદ જે પણ નામ તમે સર્ચ કર્યું હશે તેનું લિસ્ટ બતાવશે અને જે જે પણ લોકો ના આયુષ્માન કાર્ડ બની ગયેલા હશે તેમાં તમને Card Status માં Complete લખેલું આવશે.

“જે વ્યક્તિ નું આયુષ્માન કાર્ડ બનેલું નથી તે લોકો માં Card not made લખેલું આવશે. અને તે લોકો View ઓપ્શન પર ક્લિક કરી ને તેનું કાર્ડ બનાવી શકે છે.”

જેતે વ્યક્તિ નું આયુષ્માન કાર્ડ Download કરવા માટે View નું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 8 : ત્યાર બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તે વ્યક્તિ નો મોબાઈલ નંબર (આયુષ્માન કાર્ડ ની રજીસ્ટ્રેશન પ્રોસેસ કરતી વખતે જે નંબર આપ્યો હોઈ તે) નાખવાનો રહેશે ત્યાર બાદ તેમાં ઓટપ આવશે અને તે OTP સબમિટ કર્યાબાદ તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

STEP 9 : OTP દાખલ કર્યાબાદ આયુષ્માન કાર્ડ Download નું ઓપ્શન જોવા મળશે અને PDF ડાઉનલોડ થઇ જશે.

નોંધઃ  આયુષ્માન કાર્ડ ની રજીસ્ટ્રેશન પ્રોસેસ કરતી વખતે જે નંબર આપ્યો હોઈ તેજ માન્ય ગણાશે તેના વગર PMJAY  Setu Portal પરથી તમે ઓનલાઇન આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો નહિ.

SC સેન્ટર માં જઈ ને Ayushman Bharat Golden Card કેવી રીતે બનાવવું

તમે તમારા નજીકના સાર્વજનિક સેવા કેન્દ્ર (csc કેન્દ્ર) પર જઈને તમારું આરોગ્ય કાર્ડ મેળવી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, આ માટે તમારે તમારા નજીકના સામાન્ય સેવા કેન્દ્ર પર જવું પડશે, આગળની પ્રક્રિયા નીચે દર્શાવેલ છે –

  • આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બનાવવા માટે, લાભાર્થીએ પહેલા જન સેવા કેન્દ્રમાં જવું પડશે.
  • ત્યાં જાઓ અને આયુષ્માન ભારત યોજના યાદીમાં તમારું નામ તપાસો.
  • જો લાભાર્થીનું નામ યાદીમાં હોય તો તમે ભારત ગોલ્ડન કાર્ડ મેળવી શકો છો.
  • આ માટે, તમારા સંબંધિત દસ્તાવેજો લો અને એજન્ટને કેન્દ્ર પર લઈ જાઓ.
  • ત્યાં તમારી નોંધણી પ્રક્રિયા પૂર્ણ થશે.
  • નોંધણી કર્યા પછી, તમને નોંધણી ID પ્રદાન કરવામાં આવશે.
  • ત્યારબાદ લાભાર્થી 15 થી 20 દિવસ પછી જન સેવા કેન્દ્ર પર જઈને આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ મેળવી શકે છે.

હોસ્પિટલોમાં જઈને આયુષ્માન કાર્ડ કેવી રીતે મેળવવું?

તમે ખાનગી હોસ્પિટલમાં જઈને પણ આયુષ્માન કાર્ડ મેળવી શકો છો અનેઆયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરાવી શકો છો .

  • લાભાર્થીઓ ખાનગી હોસ્પિટલોમાં જઈને પણ આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ મેળવી શકે છે.
  • આ માટે સૌથી પહેલા તમારી નજીકની હોસ્પિટલમાં જાવ.
  • ત્યાં તમારે તમારી સાથે સંબંધિત દસ્તાવેજો લઈ જવા પડશે.
  • હવે તમારે ત્યાં તમારી આયુષ્માન યોજના સૂચિમાં તમારું નામ તપાસવું પડશે.
  • જો તમારું નામ યાદીમાં હોય તો લાભાર્થી હોસ્પિટલની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
  • પછી થોડા દિવસો પછી લાભાર્થી તે જ હોસ્પિટલમાં જઈને આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ મેળવી શકે છે.

તો તમને આ લેખ થી ખબર પડી ગયી હશે કે તમે કેવી રીતે તમારું આયુષ્માન કાર્ડ કઢાવી શકો છો અને કેવી રીતે તમારી જાતે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો.

 

 

 

How to order PVC Aadhaar card in Gujarati? | ઘરે બેઠા પ્લાસ્ટિક નું આધાર કાર્ડ મંગાવો આવી રીતે |

 શું તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે ફાટી ગયું છે ? by shekh sanjay

 


 

તો હવે તમે આધાર કાર્ડ તૂટી કે ફાટી જવાની ચિંતા થી મુક્ત થઈ જશો કેમ કે સરકાર આપી રહી છે પ્લાસ્ટિક આધાર કાર્ડ (PVC આધાર કાર્ડ). જે તમે ઘરે બેઠા માંગવી શકો છો.  તે મેળવવું ખૂબ જ સરળ છે. (aadhar card pvc order)

અને જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય કે પછી તમારે આધાર કાર્ડ reprint કરવું હોઈ તો પહેલા કાગળ પર જ આવતું હતું પરંતુ UIDAI એ હવે તે સેવા બંધ કરી દીધી છે. જો હવે તમારે આધાર કાર્ડ ફરીથી Reprint કરવું હોઈ તો PVC એટલે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે જ અરજી કરી શકો છો.

PVC આધાર કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવું ? | How to order a PVC Aadhaar card?

 

પીવીસી આધાર કાર્ડ પ્લાસ્ટિકનું કાર્ડ હોઈ છે જે મેળવવું સરળ છે અને એટીએમ કાર્ડ જેવું લાગે છે. પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે તમારે રૂ .50 ની ફી ચૂકવવી પડશે.

PVC આધાર કાર્ડ મેળવવાનાં સ્ટેપ –

UIDAI ની વેબસાઇટ પર જાઓ uidai.gov.in અથવા resident.uidai.gov.in અને તમારા આધાર કાર્ડનો ઓર્ડર આપો. (pvc aadhar card online order link)

  

 
 તમારે તમારો આધાર કાર્ડ નંબર અથવા વર્ચુઅલ આઈડી નંબર અને તમારો નોંધણી નંબર દાખલ કરવો પડશે.

 

જો તમારો મોબાઇલ નંબર તમારા આધાર સાથે લિંક નથી, તો પણ તમે પીવીસી આધારકાર્ડ માટે અરજી કરી શકો છો. તો તમારે My Mobile number is not registered પર ક્લિક કરવું. તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો.
તમને OTP મળશે, આ OTP દાખલ કરો અને તમારી અરજી પૂર્ણ થઈ જશે.

 

 

તે પછી, તમારે તમારા કાર્ડને ઓર્ડર કરવા માટે 50 રૂપિયાની ન્યૂનતમ ફી ચૂકવવી પડશે. Payment કરવા માટે Make Payment પર ક્લિક કરો. (pvc aadhar card download)

 

PVC Aadhaar card માટે અરજી કેવી રીતે કરવી?

 

  1. પહેલા તમારે વેબસાઇટની મુલાકાત લેવી. uidai.gov.in
  2. ત્યારબાદ તમારે તમારો આધારકાર્ડ નંબર રજીસ્ટર કરવાનો રહેશે.
  3. તમારે સિક્યુરિટી કોડ દાખલ કરવો પડશે, અને તમારે My Mobile number is not registered પર ક્લિક કરવું. તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો.
  4. તમારે રૂ.૫૦ ની નજીવી ફી ભરવાની રહેશે. તમે તમારા રજિસ્ટર સરનામાં પર, તમારા પીવીસી આધારકાર્ડને બે અઠવાડિયામાં આવી જશે.
  5. તમને ખબર પડી જ ગઈ હશે કે PVC આધાર કાર્ડ એટલે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ હવે તમે ઘરે બેઠા માત્ર ૫૦ રૂ. માં કેવી રીતે મંગાવી શકો છો.